________________
શુદ્ધ ઉપયોગ
૨ ૧૭
૨૧૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
જગતના લોકો તો ડાફાં માર્યા જ કરે. આમ જુએ, આમ જુએ અને પછી મહીં અકળાયા કરે. બસ ના આવે એટલે અકળામણ થાય. એટલે આપણે આપણો ઉપયોગ શા માટે બગાડીએ ? અને શુદ્ધાત્મા જો જો કરીએ તો કેટલો બધો આનંદ થાય ! એટલે હથિયાર પ્રાપ્ત થયું છે તો વાપરવું જોઈએને ! નહીં તો હથિયાર કાટ ખાઈ જાય !
પ્રશ્નકર્તા : આ શુદ્ધ ઉપયોગની જે વાત છે કે આ રસ્તામાં રિલેટિવ-રિયલ જોતાં જોતાં જાય, એ પાછું બહુ લાંબો સમય ચાલે એટલે એમાંય કંટાળો આવે, પછી બીજું કંઈક માંગે.
દાદાશ્રી : એ કંટાળો આવે છે તોય આપણે એને જાણવો પડે ! એને જાણીએ એટલે કંટાળો ઉતરી જાય.
પ્રશ્નકર્તા : હા, દાદા. કંટાળો આવે છે એ જાણે, પણ આ શુદ્ધ ઉપયોગમાં રહે છતાં કંટાળો આવે એ એક્યુઅલી એવું કેમ થાય ?
દાદાશ્રી : આ શુદ્ધ ઉપયોગ એ ખરો શુદ્ધ ઉપયોગ હોય. એમાં મન ભળેલું હોય છે, નહીં તો કંટાળો આવે કેમ કરીને ? શુદ્ધ ઉપયોગમાં શી રીતે કંટાળો આવે ?! જ્યાં શુદ્ધ જ જોવું ત્યાં ! શુદ્ધ ઉપયોગમાં રીત બદલવાની જરૂર પછી.
પ્રશ્નકર્તા : આ ઉપયોગમાં રહે, આનંદ ઉત્પન્ન થવો જોઈએ. તે આનંદથી આમ કંટાળો ના આવે.
દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ એનું નામ કહેવાય કે આનંદ હોય. કંટાળો આવે, એનું નામ શુદ્ધ ઉપયોગ નહીં. ત્યાં બંધ કરી દેવું પડે. ભૂલ થવા માંડી,
જ્ઞાત પછી જાગૃતિતી થી શિફ્ટ ! તમારે તો મનુષ્યપણાનો લાભ ઊઠાવવાનો છે. કારણ કે આ વિજ્ઞાન પામ્યા પછી કોઈ ઉપયોગ ચૂકે નહીં. અને આ તો એક શિફટનું નહીં, શ્રી શિફટનું કારખાનું છે. અને આ જ્ઞાન મળ્યા પછી એક શિફટ હોય ?
પ્રશ્નકર્તા : ના. એ તો ઊંઘ વેઠીને ઊજાગરો લીધો, એના જેવું થયું લાગે છે.
- દાદાશ્રી : ઊંઘ એટલે શું ? આત્માને કોથળામાં પૂરીને ઉપર બાંધી દેવું છે. તે અજ્ઞાનીને માટે છૂટ છે કે આત્માને કોથળામાં ઘાલીને સૂઈ જાય. પણ આ જ્ઞાન પામ્યા પછી, શ્રી શિફટ ચલાવવી જોઈએ.
પ્રશ્નકર્તા : તે દાદા, અમને છૂટ છે એવી ?
દાદાશ્રી : ત્યારે મને એકલાને છૂટ છે આ બધી ? તમારે એ કાયમનું સુખ, અલૌકિક સુખ જોઈએ છે, તો એ શુદ્ધ ઉપયોગનું ફળ છે.
તું ઉપયોગ રાખું છુંને ? આ બધાને બહુ ભાવતું જમણ આવ્યું હોય, તે ઘડીએ એમાં ઉપયોગ હોય કે ના હોય બધાંનો ? પછી પૈસા ગણવામાં ઉપયોગ ના રહે તારો ? એ ઉપયોગ કહેવાય. એક જ જગ્યાએ જાગૃતિ સ્થિર થઈ એ ઉપયોગ. બધે વિખરાઈ ના જાય.
પ્રશ્નકર્તા : એ તો બહારનો ઉપયોગ કહ્યોને આપે, તો પેલો છેલ્લી દશાનો જ્ઞાનીનો ઉપયોગ તો કંઈ જુદુ જ કહેલુંને આપે ?
દાદાશ્રી : એ બહારનો ઉપયોગ રહે તોય બહુ ઉત્તમ કહેવાય. તો જ પેલો જ્ઞાન ઉપયોગ આવે. બહારનો ઉપયોગ રહે નહીં પછી પેલો જ્ઞાન ઉપયોગ આવે કેમ કરીને ?
પ્રશ્નકર્તા: દાદા, એ બહારનો ઉપયોગ એ કેવા પ્રકારે એટલે દાખલા તરીકે સવારથી બધી પ્રક્રિયા શરૂ થાય દેહની-વાણીની-મનની, એ વખતે એનાથી જુદા રહીને જોવા-જાણવાની ક્રિયા અને પોતે આ સ્વરૂપ છે એવી જાગૃતિને એકાગ્ર કરવું ત્યાં ઉપયોગ આવે છે ?
પ્રશ્નકર્તા: પણ આપે કીધું એમાં મન ભળે એટલે કંટાળો આવે, તો શુદ્ધ ઉપયોગમાં રહેતો હોયને એમાં મન ભળે તો શું કરવાનું ?
દાદાશ્રી : મનને જોયા કરવાનું. મનને આપણે જાણીએ ખરાં, કઈ સ્થિતિમાં છે અત્યારે મન !