________________
શુદ્ધ ઉપયોગ
રાખવો જોઈએ. ઉપયોગ ચૂકાય નહીં. શુદ્ઘ ઉપયોગ એ જ સમતા ને એ જ બધું. પછી ભલે ને ઉદયકર્મ ગમે તે નાચ કરે, તેનો વાંધો નથી. ઉદયકર્મ એ ઉદયકર્મ કહેવાય. એ વ્યવસ્થિતના આધીન છે, આપણા આધીન નથી. ફક્ત આપણે તો એનાં જાણકાર છીએ કે આ પ્રકારનાં ઉદયકર્મ હોય છે.
૨૧૩
શુદ્ધ ઉપયોગીને જગત નિર્દોષ !
શુદ્ધ ઉપયોગ થાય તો ડખો જ નથી કોઈ જાતનો. સહેજેય ડખો નથી. એમાં બધું આવી ગયું છે. બીજા અમારા વાક્ય શુદ્ધ ઉપયોગ કરવા માટે છે. એક એક વાક્ય આપેલું છે, બધાં જુદાં. સમજે તો ગોટાળો ના કરે એટલા માટે કહ્યું કે નિર્દોષ જ જગત છે, એમાં દોષિત શું જોવાનું ? વગર કામના બીજાના દોષ જુઓ ત્યારેને ! હંમેશાં દોષ ક્યારે દેખાય ?
તો આપણામાં દોષ ઊભો થાય કે તરત બીજાનો દોષ દેખાય. નિયમ જ
એવો, નહીં તો દોષ ના દેખાય. એટલે આ બધો ઉપયોગ બગડી જાય
પછી. બાકી પરઉપયોગ તો નથી થતો. પરઉપયોગ થતો હોય ત્યારે તો મોટું બગડી જાય. કષાય ભાવ થાય.
પ્રશ્નકર્તા : જગત નિર્દોષ છે. તે શુદ્ધ ઉપયોગ ખરો, પણ એ તો બહારનો ઉપયોગ થયો.
દાદાશ્રી : ના, બહારનો નથી.
પ્રશ્નકર્તા ઃ કારણ કે એ બાહ્ય દ્રષ્ટિ માટે થયોને ?
દાદાશ્રી : બાહ્ય ને આંતરિક એનો સવાલ જ નથી રહેતો. કારણ કે પોતે શુદ્ધ પોતાની જાતે રહેવું અને શુદ્ધ જોવું એ શુદ્ધ ઉપયોગ. નિર્દોષ જોવું, એનું નામ શુદ્ધ ઉપયોગ.
પ્રશ્નકર્તા : એટલે પોતે એકલો હોય ત્યારે પોતાની જાતને પણ શુદ્ધ જોવું, એ શુદ્ધ ઉપયોગ.
દાદાશ્રી : શુદ્ધ જુએ છે, એ તો માને જ છે. પણ પોતાની અંદરનું બધું જે સૂક્ષ્મ છે એ શેયને જોવું.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : જે હોય એને જોવું. ખરો ઉપયોગ તો તે જ છે ને ? દાદાશ્રી : એ બધો સરખો જ, પણ છેવટે આની પર આવવું પડે. કારણ કે પેલું બહારનું તો કાયમને માટે હોય નહીં. એક ફેરો ડિસીઝન પૂરતું જ છે. ઉપયોગ બહાર રાખવાનો પણ શુદ્ધ ઉપયોગ રાખવાનો. મહીં કંઈ ઓરડીઓ નથી કે મહીં ને મહીં રાખી મેલવાનો. ભગવાન મહાવીરેય બહાર બધે ઉપયોગ રાખતા હતા પણ શુદ્ધ ઉપયોગ. જગતનો અશુદ્ધ છે, અશુભ છે, શુભ છે ને આમનો શુદ્ધ હોય. આમનું જગતના જેવું જ વર્તન બધું, ઉપયોગમાં જ ફેર ! ઉપયોગ શુદ્ધ કરવાનો છે. શુદ્ધ ઉપયોગ એટલે બહાર આમ જોઈએ તો શુદ્ધાત્મા જોવાય, પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, બીજું શુદ્ધ જોવાય એ શુદ્ધ ઉપયોગ, ને અમારી આજ્ઞામાં રહ્યો એ સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ.
૨૧૪
પ્રશ્નકર્તા : ઉપયોગ શુદ્ધ ન રહે, એનું શું પરિણામ આવે ? દાદાશ્રી : ઉપયોગ શુદ્ધ ના રહે, એનો જે લાભ આપણને મળવો જોઈએ તે મળે નહીં.
પ્રશ્નકર્તા : પણ દાદા, બે વસ્તુ એક સાથે ચાલતી હોય, પેલા માણસનો દોષ પણ દેખાય. જ્ઞાન પણ કહે કે ભઈ, એનો કંઈ વાંક જ નથી.
દાદાશ્રી : દોષ તો બાહ્ય દ્રષ્ટિથી દેખાય છે અને અંતર દ્રષ્ટિથી
નિર્દોષ દેખાય છે. એ નિર્દોષ દેખાય છે તે આપણું સમ્યક્ દર્શન. હવે નિર્દોષ ના દેખાડે તો એ માણસ કાચો પડી ગયો કહેવાય. એમાં શુદ્ધ ઉપયોગ નથી. કોઈ અજ્ઞાનીને પૂછી આવો કે અંદર-બહાર જુદાપણાની જાગૃતિ બે સાથે ચાલે છે ? સાધુ-આચાર્યોને પૂછો, બે સાથે ચાલે છે ? ત્યારે કહે, ના, એક જ ચાલે છે. કારણ કે દોષિત જ દેખાડ્યા કરે અને તમને નિર્દોષ દેખાડે છે એ. ત્યાંથી જ એ જ્ઞાન થયું છે તમને.
ગોઠવણી શુદ્ધ ઉપયોગ તણી !
પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ કઈ રીતે કરવો ?
દાદાશ્રી : ચંદુલાલ શું કરી રહ્યા છે, એને જોયા કરવું અને જાણ્યા