________________
શુદ્ધ ઉપયોગ
૨૧૧
આપણી આજ્ઞામાં રહ્યો તે શુદ્ધ ઉપયોગમાં રહ્યો કહેવાય. આ ફાઈલ આવીને, એનોય સમભાવે નિકાલ કરવો. આમાં કંઈ ધ્યાન ના આપીએ, તો સમભાવે નિકાલ ના થયો કહેવાય. અને જો ધ્યાન આપીએ તો શુદ્ધ ઉપયોગ. અમારાં પાંચ વાક્યો જ શુદ્ધ ઉપયોગવાળા છે.
હંમેશાં ‘શું થશે’ એવું પરિણામ બદલાય તો બધું બગડે. કશું થાય નહીં, કશું થનાર જ નથી. આપણો ઉપયોગ શુદ્ધ છે તો દુનિયામાં કે કોઈ નામ દેનાર નથી ને શુદ્ધ ઉપયોગ બગડ્યો કે બધું ચઢી બેસે.
પ્રશ્નકર્તા : આમ તો એવું કહેવાય છેને શુદ્ધ ઉપયોગ બે ઘડી રહે તો સવૉશ કેવળજ્ઞાન થાયને ?
દાદાશ્રી : ના થાય. શુદ્ધ ઉપયોગ એ કેવળજ્ઞાન જ કહેવાય છે, પણ એને અંશ કેવળજ્ઞાન કહેવાય છે. સવાશ કેવળજ્ઞાન ના કહેવાય. કારણ કે પચતું નથી આ કાળમાં. અક્રમ છે ને.
તેથી જ હું કહું છું કે એક ગુંઠાણું, અડતાલીસ મિનિટ સુધી બધાનાં શુદ્ધાત્મા એકધારા જોતાં જોતાં જાય તે શુદ્ધ ઉપયોગ. તે એકબાજુ ગધેડું દેખાય ને એકબાજુ શુદ્ધાત્મા દેખાય એમ જોતાં જોતાં જઈએ એનું નામ શુદ્ધ ઉપયોગ. બીજા જીવોને શુદ્ધાત્મા જુઓ, તે ઘડીએ શુદ્ધ ઉપયોગ હોય તમારો.
જેમ છે તેમ, યથાર્થ જોવાના જેના ભાવ છે, જ્ઞાની પુરુષની આપેલી દ્રષ્ટિએ જોવાનાં જેનાં ભાવ છે એને શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થાય જ !
હવે તો આપણે મૂળ વાત ઉપર જ આવી જવાનું. આપણે જે સ્ટાન્ડર્ડ જાણી ગયા, તે સ્ટાન્ડર્ડના પુસ્તકોની જરૂર ના રહીને આપણે ? હવે આત્માની શું હકીકત છે અને હવે આત્મા તરીકે કેવી રીતે વર્તવું એટલું જ જોવાનું રહ્યું.
ત જુએ કર્તા કોઈ જગમાંહી ! પ્રશ્નકર્તા : ગાળોને ગાળોના સ્વરૂપમાં નહીં જોવાની એમ આપ કહો છો ?
૨૧૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દાદાશ્રી : એ ગાળ દે છે ને, તે ઘડીએ કર્તા નથી. કર્તા જુઓ તો એ અશુભ ઉપયોગ કહેવાય. જગતમાં તમેય કર્તા નથી ને કોઈ ર્તા છે નહીં. માટે અકર્તા ભાવથી જોશો તો એનું નામ શુદ્ધ ઉપયોગ. એટલે અમારો મિનિટે મિનિટે આવો શુદ્ધ ઉપયોગ હોય. તરત જ, ઓન ધી મોમેન્ટ. નહીં તો પછી અશુભ થઈ જાય. તરત બગડી જાય. ફરી આપણે ને આપણે સુધારવું પડશેને ? શુદ્ધ ઉપયોગ એટલે કે પોતે શુદ્ધ છે, પોતે ર્તા નથી કોઈ ચીજનો, પોતે અક્રિય છે.
હવે પણ બીજાને શું કહે ? તમે મારા પ્યાલા કેમ ફોડી નાખ્યા ? એટલે એ શુદ્ધતા ના રહી. એ પોતે પોતાની જાતને શુદ્ધ માને છે અને શુદ્ધ વર્તેય છે ખરો, પણ પેલાને તમે પ્યાલા ફોડી નાખ્યા એમ કહે છે, એટલે એને કર્તા માને છે, એ કચાશ છે.
પ્રશ્નકર્તા : એટલે એ ત્યારે ઉપયોગમાં નથી.
દાદાશ્રી : નહીં, ઉપયોગ તો છે પણ આ ઉપયોગ બગડ્યો. શુદ્ધ ઉપયોગમાં નથી, અશુભ ઉપયોગ થયો. એટલે કોઈને કર્તા માનવો નહીં, તો જ શુદ્ધ ઉપયોગ રહે. આપણે અક્રિય અને પેલાય અક્રિય. જગતમાં કોઈ કર્તા છે નહીં. કારણ કે બધા શુદ્ધ આત્મા છે. અને એમ જ્યારે અનુભવમાં આવે, ત્યારે શુદ્ધ ઉપયોગ બધે રહે.
હું કરું છું, તે કરે છે અને તેઓ કરે છે, એ ભાવ નથી ત્યાં આગળ શુદ્ધ ઉપયોગ છે, સંપૂર્ણ. આ તો સહેજ છે તે લાલ વાવટો કોઈકે ધર્યો, ગાડીની આગળ, ‘તમે શા આધારે લાલ વાવટો ધરો’ એટલે ત્યાં આગળ કાચા પડી ગયા. કારણ કે એ ધરતો જ નથી ! કોઈ કર્તા દેખાવો ન જોઈએ, તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય.
તેથી મહાવીર ભગવાને કહેલું ને કે ‘હું કરું છું’, ‘તું કરું છું” ને ‘તેઓ કરે છે એ મારા વિજ્ઞાનમાં નથી, કોઈને કોઈ પણ ચીજનો એ કર્તા છે એવું માનો, એ મારા મોક્ષ વિજ્ઞાનમાં નથી. બીજા વિજ્ઞાનમાં છે.
તમે ઓફિસમાં જાવ તે ઘડીએ તમારો શુદ્ધ ઉપયોગ ના હોય તો બધા જ કારકુનો, કારકુનો જ દેખાય. અને શુદ્ધ ઉપયોગ હોય તો કારકુનેય દેખાય ને શુદ્ધાત્મા ય દેખાય. એવું દરેક બાબતમાં શુદ્ધ ઉપયોગ જ