________________
શુદ્ધ ઉપયોગ
ભગવાન શું કરતાં'તાં ? ઢેખાળો મારે તેને શુદ્ધ જોતા'તા, ધોલ મારે તેને શુદ્ધ જોતા'તા, ઉપર કાદવ નાખતા'તા તેને શુદ્ધ જોતા’તા, મારતા’તા તેને શુદ્ધ જોતા'તા. આ વીતરાગ વિજ્ઞાન ચોવીસ તીર્થંકરોનું, શુદ્ધ ઉપયોગનું જ્ઞાન છે ! અહીં સંસારમાં હરતાં-ફરતાં મોક્ષ આપે એવું છે !
ફેર શુદ્ધ ઉપયોગ તે જ્ઞાતા-દ્રષ્ટામાં !
પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ, જોવું ને જાણવું અને જ્ઞાતા-દ્રષ્ટા એ ત્રણમાં શું ફેર ?
૨૦૭
દાદાશ્રી : એ ત્રણેવ એક જ છે બધું. પણ શુદ્ધ ઉપયોગ લાંબો પહોળો હોય. શુદ્ધ ઉપયોગ એટલે તમે કોઈને કહો કે તેં મને કેમ ગાળ દીધી ? તે એ શુદ્ધ ઉપયોગ તમારો ન્હોય. અને તમારા લક્ષમાં અગર ધ્યાનમાં હોય કે ‘નગીનભાઈએ ચંદુભાઈને ગાળ દીધી’ એવું તને રહે તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય. ‘આ નગીનભાઈએ મને દીધી’ એમ કહે તો એ શુદ્ધ ઉપયોગ ના કહેવાય. કોઈ દોષિત ના દેખાય, એનું નામ શુદ્ધ
ઉપયોગ. દોષિત છે નહીં. જગત નિર્દોષ જ છે.
પ્રશ્નકર્તા : હવે આ જે બન્યું એ વખતે જોવું-જાણવું એટલે શું ? દાદાશ્રી : રાગ-દ્વેષ નહીં કરવા એટલે જોવું-જાણવું કહેવાય. પ્રશ્નકર્તા ઃ એટલે ઉપયોગ કરતાં જોવું-જાણવું એક સ્ટેપ આગળ છે ?
દાદાશ્રી : ના. સહુથી સારામાં સારી વાત શુદ્ધ ઉપયોગની. શુદ્ધ ઉપયોગ, એ છેલ્લામાં છેલ્લું સ્ટેશન અને તેનું ફળ જોવું-જાણવું એ છે. શુદ્ધ જુએ-જાણે છે, તેને જ શુદ્ઘ ઉપયોગ કહે છે. બીજી બધી બહુ રીતે શુદ્ધ ઉપયોગ કહેવાય છે. સામો પણ શુદ્ધ જ છે એવું લાગવું જોઈએ. તને લાગે ખરું એવું ?
પ્રશ્નકર્તા : દોષિત દેખાય પછી એનાં પ્રતિક્રમણ થઈ જાય પાછાં. દાદાશ્રી : બરોબર. તોય ચાલે.
૨૦૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
શુદ્ધ ઉપયોગ કોને ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈ જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધી તેનો ઉપયોગ તો વ્યવહારમાં જ હોય. તો પછી આપ જે શુદ્ધ ઉપયોગમાં રહેવાની વાત કહો છો એ કેવી રીતે બને ?
દાદાશ્રી : એ તો પ્રજ્ઞા થકી બનવાનુંને ! એટલે પોતે શુદ્ધ છે અને સામાનામાં શુદ્ધ છે ! પ્રજ્ઞા અને અજ્ઞા, બે ફેરને ? પેલું અન્ના કામ કરે ને આ પ્રજ્ઞા કામ કરે, એટલો જ ફેર !
પ્રશ્નકર્તા : આ ચંદુભાઈ વ્યવહારમાં છે ?
દાદાશ્રી : એ બધી અજ્ઞા કામ કર્યા કરે. અજ્ઞા અને પ્રજ્ઞા. અજ્ઞા એટલે બુદ્ધિ, પ્રજ્ઞા એટલે જ્ઞાન. પ્રજ્ઞા છે તે ‘હું શુદ્ધ છું’ એવું જાણે છે અને બીજાને બીજો ગાળો દે છે તોય એના આત્માને શુદ્ધ છે એમ જાણે છે. • શુદ્ધ જાણવાનું છે. એમાં ફેરફાર ન થવો જોઈએ એ શુદ્ધ ઉપયોગ. શુદ્ધ જોવું. ગાયો-ભેંસો બધામાં આત્મા શુદ્ધ જોવો કે એ શુદ્ધ આત્મા છે. ગાળો ભાંડતો હોય, ગજવું કાપતો હોય તોય શુદ્ધ આત્મા, એની શુદ્ધતાને જોવી.
પ્રશ્નકર્તા : તો એ ચંદુભાઈનો શુદ્ધ ઉપયોગ કહેવાય ?
દાદાશ્રી : ચંદુભાઈનો શુદ્ધ ઉપયોગ હોય જ નહીં, પ્રજ્ઞાનો શુદ્ધ ઉપયોગ હોય. ચંદુભાઈનો ઉપયોગ એ તો અશુદ્ધ ઉપયોગ, શુભાશુભ ઉપયોગ. સારું જુએ ને ખોટું જુએ તેય નિકાલી ભાગ છે, ગ્રહણીય નહીં. તેય નિકાલી એટલે નિર્મૂળ થવાનું, બીજું ઉગશે નહીં. ચંદુભાઈ શું કરે છે એ જાણે એટલે બહુ થઈ ગયું, એ પોતાનો શુદ્ધ ઉપયોગ. ચંદુભાઈ આ બાજુ જુએ તેને આપણે જાણીએ કે ઓહો, ચંદુભાઈ આવું જુએ છે, તો એ પોતાનો શુદ્ધ ઉપયોગ !
વ્યવહાર તે ઉપયોગ, બન્ને સાથે જ !
પ્રશ્નકર્તા ઃ રોજિંદા વ્યવહારની બધી ગોઠવણી કરતી વખતે શુદ્ધ ઉપયોગમાં રહી શકાય ખરું ?