________________
શુદ્ધ ઉપયોગ
૨૦૩
૨૦૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા: હા પડે છે, દાદા.
દાદાશ્રી : ઉપયોગનો અર્થ જ એ કે શામાં વર્તો છો ? એ શુદ્ધ ઉપયોગમાં ના રહે ત્યારે સદુપયોગમાં રહે છે. તે ક્યાં ક્યાં વર્તે છે એ જોઈ લેવાનું. સદુપયોગ એટલે સંસારી ચીજોમાં વર્તે. ઘરના માણસો કહે કે આટલા દાગીના બનાવડાવોને, આ દાગીના કરોને, પેલું લાવોને ! એ બધાંનું સમાધાન થાય, ફાઈલનો નિકાલ કરવા ધ્યાન તો દેવું જ પડેને ! પણ એમાં એકાગ્ર ના થવું, બળ્યું !! એકાગ્ર થયા એ ઉપયોગ ચૂક્યા.
પ્રશ્નકર્તા એટલે શુદ્ધ અને શુભ બેઉ સાથે ચાલી શકેને ? આત્મા શુદ્ધમાં ને મન-વચન-કાયા શુભમાં એવું સાથે હોયને ?
દાદાશ્રી : એ તો શુભમાંય હોય અને કોઈ ફેરો અશુભમાંય હોય. આ મન-વચન-કાયા દાન કરતાં હોય ને એને આ જોનાર હોય. એ વાંધો નથી. એ પોતે શુદ્ધ જ છે. કારણ કે દાન એ પરિણામ છે, ચોરી કરવી કે દાન આપવું એ બન્નેય પરિણામ છે અને આ શુદ્ધ ઉપયોગ એ ઉપયોગ છે.
ઉપયોગનો અર્થ શાસ્ત્રમાં આવી રીતે ફોડવાર સમજાવી શકે નહીં કોઈ અને અમે તમને સમજણ પાડીએ છીએ કે તમને સમજાઈ જાય આ ઉપયોગ. તમને સમજાય તો ઉપયોગ રહે.
ઉપયોગ એ કોતો ગુણ ? આત્મા આત્માનાં સ્વભાવમાં જ રહે છે. એ સ્વભાવ બદલાતો નથી. અજ્ઞાથી જગત ઊભું થયું છે અને પેલી પ્રજ્ઞાથી મોક્ષ થાય. અજ્ઞાથી એટલે બુદ્ધિથી, પ્રજ્ઞાથી એટલે જ્ઞાનથી. એટલે અજ્ઞા છે તે સંસારની બહાર નીકળવા ના દે. પ્રજ્ઞા સંસારમાં ટકવા ના દે, મોક્ષમાં લઈ જાય એટલે ચેતવણી બધી પ્રજ્ઞાની છે, ચેતવે-કરે તે બધું.
પ્રશ્નકર્તા : ઉપયોગ એ કોનો ગુણ છે ?
દાદાશ્રી : હવે એ શુદ્ધ ઉપયોગ પ્રજ્ઞાનો છે અને શુભાશુભ ઉપયોગ અહંકારનો છે. અને તે પરાધીન છે, સ્વાધીન નથી. અને આ પ્રજ્ઞાનો છે ને સ્વાધીન છે. આ પુરુષાર્થમય છે, પેલું કર્માધીન છે.
પ્રશ્નકર્તા : દાદા, ઉપયોગ એ આત્માનું લક્ષણ ગણાય ?
દાદાશ્રી : ના. આ ઉપયોગ, એનો યોગ શેમાં છે ? સ્વાભાવિક યોગમાં છે કે વિશેષ ભાવનાં યોગમાં છે ? તે વિશેષભાવનાં યોગ એય પણ ઉપયોગ કહેવાય. ઉપયોગ એટલે જાગૃતિપૂર્વક.
પ્રશ્નકર્તા : જાગૃતિના સંદર્ભમાં ઉપયોગ કોને કહેવો ?
દાદાશ્રી : જાગૃતિ આ સંસાર બાજુ વાપરવી તે દુરુપયોગ કહેવાય ને આ બાજુ, આપણે આત્માભણી, ધર્મભણી વાપરીએ તો સદુપયોગ કહેવાય, શુભ ઉપયોગ કહેવાય. અને આત્મજાગૃતિમાં આવ્યા પછી શુદ્ધ ઉપયોગ કહેવાય.
પ્રશ્નકર્તા : ઉપયોગ મૂળ આત્માનો હોય છેને ?
દાદાશ્રી : ના, આત્માનો ઉપયોગ ના હોય. આત્માને ઉપયોગ હોય તો પછી થઈ ગયો ભંડારી, સર્વિસમેન થઈ ગયો. અહીં તો આપણા લોકો શીખવાડે, પણ આત્મા તેવો નથી. આ બહાર જે પ્રચલિત વાક્યો છે તેમાં એક પણ જગ્યાએ આત્મા નથી. આ તમારે માની લેવું. એ સહુ સહુના સ્ટાન્ડર્ડ પ્રમાણે સહુ કોઈ બોલે છે પણ સ્ટાન્ડર્ડાઇઝ છે. આત્માને ઉપયોગેય નથી ને કશુંય નથી.
પ્રશ્નકર્તા: તો આ ઉપયોગ કોનો છે એ હજી નથી સમજાતું.
દાદાશ્રી : ઉપયોગ બધો અહંકારીનો. આત્મા પ્રાપ્ત કર્યા પછી આત્માની દ્રષ્ટિ થયા પછી એનો આત્મા બાજુ ઉપયોગ જાય છે એ સ્વઉપયોગ કહેવાય છે અને આ બીજી બાજુ જાય તો પરઉપયોગ કહેવાય છે બસ. ઉપયોગ એટલે જાગૃતિ કઈ બાજુ વાપરી તે જ જોવાનું. આત્મા ઉપયોગ સ્વરૂપ નથી.
ફેર, ઉપયોગ અને જાગૃતિમાં ! પ્રશ્નકર્તા: આત્માનો ઉપયોગ અને આત્માની જાગૃતિ એ બે વચ્ચે શું ડિફરન્સ ?