________________
૨૦૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
[3] શુદ્ધ ઉપયોગ
ઉપયોગની સમજ ! પ્રશ્નકર્તા: ‘ઉપયોગ’ શબ્દ બહુ વખતથી સમજાતો નહોતો.
દાદાશ્રી : ઉપયોગ એટલે શું ? આખા દહાડામાં ચોરને ચોરી કરવામાં જ ઉપયોગ હોય. ચોર હોયને, ગજવું કાપનાર, તેનો ઉપયોગ છે તે પૈસા કેટલા વધ્યા કે ઘટ્યા એમાં ના હોય, ત્યાં ગજવું કાપવામાં જ ઉપયોગ હોય. એટલે આત્મા(વ્યવહાર આત્મા) જેમાં વપરાય તે ઉપયોગ. એટલે ‘હું શુદ્ધાત્મા છું' રહે છે, એવું કહ્યું તો શુદ્ધ ઉપયોગ.
| ઉપયોગ તો જાગૃતિ કહેવાય. ઉપયોગ તો, અત્યારે આ ગણપતિદાદાના મેળામાં ગયા છેને, તે અત્યારે એનો ઉપયોગ શેમાં હોય ? ત્યારે કહે છે, “ના, પૈસામાં નથી. વિષયોમાં નથી.’ શામાં ઉપયોગ હશે ? આ સંસારની ધર્મધ્યાનની શ્રદ્ધામાં છે.” એય એક શ્રદ્ધા છે. એટલે શુભ ઉપયોગમાં છે. હવે સંસાર જેમાં નથી એ શ્રદ્ધા બધી સાચી જ છે. પણ સમ્યક્ નથી. સમ્યક્ તો, જ્યારે અવિનાશી ઉત્પન્ન થાય, ત્યારે સમ્યક્ થાય. જો ઉપયોગ સમજે તો કામ થઈ જાય.
આત્માનો વ્યવહારમાં શું છે ? ત્યારે કહે, ઉપયોગ. ચાર પ્રકારના ઉપયોગ. અશુદ્ધ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુભ ઉપયોગ – આ ત્રણે પ્રકૃતિ અને પરાણે કરાવડાવે છે. કરાવે બીજો ને પોતે માને છે ‘મેં કહ્યું
ને પોતે બંધાય છે, અહંકાર કરીને. ચોથા પ્રકારનો ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ છે અને તે સ્વતંત્ર છે.
આપણે હવે શુદ્ધ ઉપયોગી કહેવાઈએ. અત્યાર સુધી શુભાશુભ ઉપયોગી હતા. સારું કરવું એ બધું શુભ કહેવાય ને ખોટું કરવું એ અશુભ કહેવાય. વ્રત, તપ-જપ બધું કરવું, શાસ્ત્ર અધ્યયન કરવાં તે બધું શુભ ઉપયોગ કહેવાય અને બીજું બધું અશુભ કહેવાય.
પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ ને શુભ ઉપયોગ સમજાવો.
દાદાશ્રી : શુભ ઉપયોગ ક્યાં સુધી કે ‘હું ચંદુભાઈ છું’ એવું હોય ત્યાં સુધી શુભ અને અશુભ બન્નેય ઉપયોગ હોય. કારણ કે શુભ હોય ત્યાં અશુભ હોય જ અને ‘હું શુદ્ધાત્મા છું' ત્યાં શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે શું ? જ્યાં વિષયસંબંધી અને કષાયસંબંધીનો વિચાર નહીં, વિષય અને ક્રોધ-માન-માયા-લોભ એનો સ્પર્શ ના હોય એવો ઉપયોગ.
વ્યવહારનું કામ છોડી દેવાનું નથી. કામ છૂટે તો છોડી દો. ના છૂટે તો રહેવા દો. ડબલ કામ આવે તો ડબલ કરો. પણ રાગ-દ્વેષ કાઢવાના છે. જેમાં રાગ-દ્વેષનો છાંટો હોય, એ તમારો માલ હોય. અને અમારું જ્ઞાન આપીએ છીએ પછી રાગ-દ્વેષ નહીં રહે, તમે ડખો નહીં કરો તો. એ જ્ઞાન જ કામ એવું કરે છે. છતાંય કંઈ સંસારી કામ હોય તો ઉપયોગ જાય, સંસારમાં ઉપયોગ તો દેવો પડેને ! કેટલીક વખત, સંસારમાં ઉપયોગ સિવાય કાર્ય થાય નહીં. કેટલાંક કામ તો ઉપયોગ વગર થાય એવા છે. કેટલાંકમાં ઉપયોગ દેવો પડે. હવે ઉપયોગ એટલે શું ? ત્યારે કહે, ‘શેમાં તમે રમણતા કરી રહ્યા છો અત્યારે ?” ત્યારે કહે, “અત્યારે તો મને કોર્ટનો કેસ યાદ આવ્યો તો એ વિચાર કરતો હતો.” એ ઉપયોગ. તે વખતે અહીં ના હોય. આ તો અક્રમ છે એટલે અહીંયા છો ને ત્યાંય છો, બેય છે. પણ એ એટલું સાચવતાં આવડે નહીં. નહીં તો બેઠાં બેઠાં જોયા કરો, ચંદુભાઈ શું કરે છે, તો એ ઉપયોગ રહ્યો કહેવાય. પણ એટલી બધી શક્તિ ના હોયને ! એટલે ઉપયોગ જેટલો જાય એ અમને ખબર પડી જાય કે આ ઉપયોગ બીજી જગ્યાએ ગયો છે. કઈ કઈ જગ્યાએ જાય, તે ખબર પડે તમને ?