________________
પુદ્ગલને શુદ્ધ કરો !
૧૯૯
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દોષો દેખાય એ ઉપયોગ !
પ્રશ્નકર્તા : ઉપયોગમાં કચરો નીકળે ખરો ? એ પણ ઉપયોગ કહેવાય ?
દાદાશ્રી : ઉપયોગ એ કહેવાય કે બધો કચરો નીકળ્યા જ કરે. તમે ત્યાંથી આવવા નીકળો તે પચ્ચીસસો માઈલોનો કચરો. અને પાંચસો માઈલ આવ્યા એટલે કહેશે, ‘ભઈ પાંચસો માઈલનો એ કચરો નીકળી ગયો’. એ પાંચસો માઈલનો ઉપયોગ. એમ કરતાં કરતાં પેલો કચરો પચ્ચીસસો માઈલનો જતો રહે એટલે મુક્ત ! સીધી સાદી વાત છેને ? જે કચરો નીકળી ગયો પછી પાછો તે કચરો કાઢવાનો નથી, ઉપયોગમાં રહેવાનું છે.
કરો'. ત્યારે કહે, “ના, હજુ તો આ બાકી છે'. એ કર્યા કરે ને આપણે દેખાડ્યા કરીએ !
જો ઉપયોગમાં રહે પછી કશું રહેતું જ નથી. પછી કશું કચરો વાળવાનું જ નથી રહેતું. એનું નામ જ સાફ કર્યું કહેવાય. સાફ થઈ ગયેલું હોય તો ઉપયોગમાં રહેવાય અને ના હોય તો જરીક ઉપયોગ ખચકાય. થોડીકવાર રહે, થોડીકવાર ના રહે.
પ્રશ્નકર્તા : તો એ પણ આપે કીધું છે કે ગર્વરસ ચાખ્યો, પણ એ જોયો કે આણે ગર્વરસ ચાખ્યો. એટલે એ છૂટું પડી ગયું કહેવાયને ?
દાદાશ્રી : ચાખનાર તે ‘હું હોય’ એવું હોવું જોઈએ. આ ચાખે છે તે ‘હું હોય’ અને ‘મેં ચાખ્યો’ એવું કહે તો પછી પોતે જ થઈ ગયો. તેનો ગર્વરસ ચાખે પણ એના મનમાં એમ કે આ હું જ છું. હવે આપણું જ્ઞાન શું કહે છે ? એ “આ હું હોય’ એટલું જ કહે. એ સમજીને ત્યાં છૂટું રહેવાનું. અને સમભાવે નિકાલ કરવાનો. ‘હું આ હોય’ કરીને સમભાવે નિકાલ કરવાનો.
પ્રશ્નકર્તા : મૂળ ઉપયોગમાં કોઈ પણ વસ્તુ રહેવા ના દે, એ બધો જ કચરો.
દાદાશ્રી : હા. ઉપયોગમાં રહેવા ના દે એ કચરો. રહેવા દે એ કચરો ખલાસ થઈ ગયો છે. આપણે તો સાફ કરવાનું ના હોય, આપણે તો ‘જોવાનું' ! અગર જે આવે તે ‘મારું સ્વરૂપ નહીં’ કહ્યું એટલે છૂટા. દુઃખ આવે, સુખ આવે, ક્રોધ આવે, બીજું આવે તોય પણ જે આવે તે મારું સ્વરૂપ હોય’ એવી જાગૃતિ રહેવી જોઈએ.
પ્રશ્નકર્તા તો એ લેપાયમાન ભાવો એ જ બધો પૂંજો ને કચરોને ?
દાદાશ્રી : ત્યારે બીજું શું ? લેપે એ લેપાયમાન ભાવો. અને એ નિર્લેપ રાખે એ આ ઉપયોગ. આ તો બે-ત્રણ મિનિટ રહે. એવો ઉપયોગ કાયમ રહે નહીંને ?!