________________
પુદ્ગલને શુદ્ધ કરો !
૧૯૭
શું શું રહ્યું ? તપાસ કરો આપણે. તપાસ કરીએ તો જડે પાછું. મહીંથી, ભગવાને કહ્યું કે કહી દો બધાને. પછી જવાબદારી ક્યાં સુધી રાખશો ?
હું કંઈ દેખાડવા નહીં આવું. તમારે જ દેખાડવાનું. હવે ફરી કહેવું નહીં પડેને મારે ? હવે મારે કહેવા આવવું ના પડે. તમારે જ કહેવાનું, ‘ચંદુભાઈ આમ કર, આમ કર.” આ કચરો તમને રેગ્યુલર રહેવા ના દે. એટલે ઘરમાં કચરો છે એટલે ‘આપણે’ ‘એને’ કહી દેવાનું કે ‘ચંદુભાઈ, જો કચરો છે હજુ.' ત્યારે ચંદુભાઈ કહેશે, તમે શુદ્ધ થયે મને શું ફાયદો? તો કહે, ‘અમે શુદ્ધ થઈએ તો તારું ઠેકાણું પડી જ જશે એ ચોક્કસ, એની ગેરન્ટી.’
પ્રશ્નકર્તા : શુદ્ધ તો આપણે ચંદુભાઈને જ કરવાનો છે !
દાદાશ્રી : હંઅ. “આપણે” તો શુદ્ધ છીએ જ. આપણે શુદ્ધાત્મા છીએ જ. હવે ચંદુભાઈ શું કહે છે કે, હું ય શુદ્ધ થઈ ગયો છું. ત્યારે કહે, “ના, હજુ તો બહારથી બધું ધોવાઈ ગયું છે, પણ હજુ તો મહીં છે તે બધો કચરો પડ્યો છે. એને વાળી નાખો તો શુદ્ધ થઈ જશો !' વાસણો ઘસી નાખ્યાં. જેમ તેમ એ તો ઘસ્યા એટલે પછી જરા માટી કોઈ કોઈ દેખાય. ‘એ તો ભીના છે” કહેશે. ‘ઘસી કાઢો. વધારે ઘસી નાખો.” અમે તમને છૂટ આપી. ખાજો બા. હા, આમાંથી હાંડવો ખાવો હોય તો હાંડવો ખાજો અને જલેબીય ખાજો.
એ સમજાયું હું શું કહેવા માંગું તે ? એટલે હવે પૂંજો વાળવાનો. એને પેલું એક પૂરું થયું એટલે બીજું દેખાડવાનું અને આપણે જુદું જેટલું ‘જોઈએ’ કે આ આણે ગર્વરસ ચાખ્યો એટલે પુદ્ગલ છૂટું પડી જાય. નહીં તો છૂટા ના થવાય. એટલે ‘જોયું’ એટલે આપણે છૂટાં અને પુદ્ગલ છૂટું પડી જાય.
જેણે બગાડ્યું તેણે કરવું ચોખ્ખું ! જ્ઞાની પુરુષે શ્રદ્ધા તોડી આપી તમારી કે “ચંદુભાઈ છું'. એ બધું ય આખું તોડી નાખ્યું ! “હું ચંદુભાઈ છું’, ‘હું આનો ભાઈ થઉં, આનો કાકો થઉં, આનો મામો થઉં, આનો ધણી થઉં... કેટલું બધું તોડી નાખ્યું
૧૯૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ચોગરદમથી ! હવે હું શુદ્ધાત્મા છું ત્યાં સુધી આવ્યા. ને હવે અંદર ચોખ્ખું કરતાં કરતાં જવાનું છે. ત્યારે બગાડ કોણે કર્યો ? ત્યારે કહે, પહેલાં આપણે જ કરેલો, બગાડ. અને બહુ વરસ પડી રહે એટલે પછી એ વાસણો કાટ જ ખાયને ? મહીં હવે ચોખ્ખું કરવાનું. ખાવું-પીવું-સૂવું, સત્સંગમાં બેસવું, પણ નિરંતર ચોખ્ખું કરવા પર આપણું ચિત્ત રહેવું જોઈએ. ચોખ્ખું કરવા માંડ્યું, એનું નામ ઉપયોગ. રૂમ બધાં ચોખ્ખા કરવા માંડ્યા ?
પ્રશ્નકર્તા: હા, ચોખ્ખા કરવા માંડ્યા. જાળાં-બાળાં બધાં બહુ છે. હવે દેખાય છે કે જાળાં ક્યાં છે એમ. અંદર ખૂણે-ખાંચરે ભરાઈ ગયેલાં બધાં, હવે દેખાય છે.
દાદાશ્રી : એ દેખનારા તમે છો અને સાફ કરનારાં પેલાં છે, ઘરમાલિક. સાફ કરી રહે એટલે પાછાં એ કહે કે ‘હવે હું આરામ કરું?” ત્યારે કહે, “ના, હજુ તો આ બાકી છે. બધું પૂરું થાય પછી આરામ કરજો.’ પ્રશ્નકર્તા : હા, રાઈટ.
ઉપયોગ ચૂાવે એ કચરો ! પ્રશ્નકર્તા : કચરો એટલે એ મન-વચન-કાયા-ચિત્ત-બુદ્ધિ-અહંકાર
દાદાશ્રી : એ અહંકાર-મન-વચન-કાયા બધુંય છે તે એકનું એક જ છે. હા. એક જ વસ્તુનો બનેલો છે. પણ એમાં થોડું મિલ્ચર આપણું, પાવર પેસી ગયો છે આત્માનો. ફક્ત પાવર એકલો જ. જેમ સેલ એક જ વસ્તુનો બનેલો છે, એમાં બહારનો પાવર પેસી ગયો છે, એટલે લાઈટ આપે છે. પાવર નીકળી જાય એટલે કશું છે નહીં. એકનું એક જ છે.
એટલે એ તો બધા કષાયો ભરેલાં છે તે નીકળ્યા જ કરે, મહીં ભરેલા છે એટલા. અને તમારે એને જોયા કરીને પછી ચંદુભાઈને કહીએ, ‘પ્રતિક્રમણ કરો, ફરી ચરણવિધિ બોલો” એટલું જ, બીજું કંઈ નહીં. તમારે ‘જોઈને' નિકાલ કરવાનો. એનું નામ સાફ કર્યું કહેવાય. ઘરમાં આપણે જઈએ તો પેલા કહેશે, “સાહેબ, હવે બધું થઈ ગયું. હવે આનો કરાર