________________
પુદ્ગલને શુદ્ધ કરો !
ના, ચોખ્ખો નથી થયો. હવે ચોખ્ખું કરવું છે. પહેલાં કેવા થઈ ગયા હતા ? બહાર દેખાવમાં ચોખ્ખા પણ અંદર કચરાવાળા.
૧૯૫
આ તો પોતે ભગવાન થવાનું છે. અહીં ભગવાનના દાસ થવાનું નથી. અત્યારે દાસાનુદાસ લખો છો પણ છેવટે ચોખ્ખું કરતાં કરતાં ભગવાન થાવ. એ તમારી મહીં અનંત શક્તિ છે.
જોયા કરો જાતતી ભૂલો સદા !
પ્રશ્નકર્તા : દાદા, તમે ખરેખર જાગૃત કરી દીધા.
દાદાશ્રી : હા. એ જાગૃત થયા, પણ આ લખી લેજો બધું અને રોજ વાંચવામાં રાખજો. હજુ વાસણો રહી ગયાં, ફલાણું રહી ગયું.
પ્રશ્નકર્તા : ઝીણવટપૂર્વક જોઈશું.
દાદાશ્રી : હા, તે આપણે સાફ નહીં કરવાનું. આપણે તો ઓર્ડર કરવાનો છે. ચંદુભાઈ પેલું રહી ગયું, હવે પેલું કરો. એ ચંદુભાઈ, પેલું રહી ગયું કરો. આ મકાન બહારથી એકલું ધોળાવી દો તો ચાલે નહીં. એટલે તમારે કહેવાનું. તમારે ચંદુભાઈને ઓર્ડર કરવાનો કે આ કઈ જાતનું ? બહા૨ ધોળાવ્યું, રંગરોગાન કર્યો માટે કંઈ થઈ ગયું ? હજુ તો આ પૂંજો-ભૂંજો કાઢી નાખોને ! ‘એ ય ચંદુભાઈ, શું કરો છો ? કહીએ હવે. એટલે આવી રીતે તમારે ચંદુભાઈ પાસે કરાવવું. એટલે જેમ જેમ કહેતાં જઈશું ને જેટલું ચોખ્ખું થયું, એમ તમે પણ ચોખ્ખા થતાં ગયા. હું કહું એ સાયન્સમાં ભૂલ નથીને ?
પ્રશ્નકર્તા : જરાય નહીં, દાદા.
દાદાશ્રી : ફર્નિચર ચોખ્ખું થઈ જાય. વાસણોયે ગંધાતાં એ ચોખ્ખા થાય. બધું જોતાં જોતાં જઈએને ત્યારે ખબર પડે પછી. પણ તો ફર્નિચર ચોખ્ખું થઈ ગયું એટલે પછી જઈને સૂઈ ગયો. કહેશે, ‘હવે આરામ કરું’. એમાં ભલીવાર ન આવે. એટલે અમે ઘણું સમજાવીએ, પણ સમજે નહીંને !
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
આખો દહાડો જીવ જ એમાં રાખવાનો ફક્ત કે આપણે ચંદુભાઈ શું કરે છે ? ચંદુભાઈને આપણે કહ્યા કરીએ, તેને ચંદુભાઈ શું કરે છે, એ ‘જોવું’ ને એ ના કરે તો આપણે કહેવું, ‘હજુ આ વાસણો રહી ગયા. હજુ આ ફલાણું રહી ગયું.' એક પૂરું કરે એટલે પછી તરત બીજું દેખાડવું.
૧૯૬
એટલે એ ચંદુભાઈની ભૂલો તમને દેખાય અને તમારે ચંદુભાઈને આ ભૂલો કરો છો, પણ હવે સુધારી લો' એટલે તો એનું સીધું થશે, નહીં તો સીધું થાય નહીં.
કહેવું કે
ક્યાં સુધી દેખાયા કરે દાદા ?
પ્રશ્નકર્તા : હવે એ કચરો એટલે કયો કચરો ?
દાદાશ્રી : બધાંનો જ કચરો. બધો કચરો જ પડેલો છે. જે આપણને
મૂળ વસ્તુ પર ‘હું આત્મા છું' એ ઉપયોગ નથી રાખવા દેતું એ કચરો જ છે બધો. એટલે એ કચરો વાળશો એટલે ઉપયોગ રહેશે. હું શું કહેવા માંગું છું, થોડું સમજાયું ?
પ્રશ્નકર્તા : જે શુદ્ધ ઉપયોગ નથી રહેવા દેતું. એ બધી જ વસ્તુઓ કચરો.
દાદાશ્રી : હા. એટલે ક્યાં સુધી હું દેખાડ દેખાડ કરું, હવે તમારે જોવાનું રહ્યું. વાસણો સોડે(દુર્ગંધવાળા)ને, તે ઉબાહવાળા(ફૂગ ચઢેલા) સોડે છે. એ સોડે, એવા વાસણમાં ખવાય ? એ શુદ્ધ ત્યાં સુધી કરવાનું. એટલે એક ફેરો પૂરું શુદ્ધ કરી નાખો. ક્યાં સુધી હું તમને કહે કહે કરું તે ? ભાડે રાખેલો હોય તે ઠેઠ સુધી કામ કરે, પણ હું કંઈ ભાડે રાખેલો છું ?
પ્રશ્નકર્તા ઃ નહીં, દાદા. અમે લખી લીધું કે ઘરમાંથી ઝીણવટપૂર્વક બધો કચરો કાઢી નાખવાનો છે.
દાદાશ્રી : આ ઝીણી વાતમાં તમારું મગજ પહોંચે નહીં, એવી વાત સમજો છોને ? જાણો છોને આવી ઝીણી વાતોમાં ? એ જ્ઞાનીનું કામ છેને ! એટલે એ લખી લેવા જેવું. પછી તમારું કામ કરશે બધું ! ભૂલાય નહીં એમ કહ્યું હતું. લખી લીધું હોય તો પછી રોજ વાંચીએ ને તો જાગૃતિ રહે કે હવે