________________
ઉદયકર્મમાં તન્મયાકાર થઈ જાય છે તે અહંકાર છે. એ અહંકારને જ ઉદયકર્મમાં મીઠાશ કે કડવાશ લાગે છે ને તેમાં ભળી જાય છે ! ઉદયકર્મને જોયું તો છૂટા ને ના જોયું તો મૌન રહ્યા કહેવાય ને એનાથી ચોંટે જ ! પહેલાં ‘હું પ્રતિષ્ઠિત આત્મારૂપે હતો, તે હવે જાગૃતિરૂપે થઈ જાય છે. જ્ઞાન મળ્યા પછી શુદ્ધાત્મા સંપૂર્ણ થવાતું નથી. તે પ્રતિષ્ઠિત આત્મામાં જે હજુ હું'ની બિલિફ રહેલી છે તે તન્મયાકાર થાય છે. પ્રતિષ્ઠિત આત્માથી પોતે તો છૂટી ગયો, પણ બિલિફ ક્યાંક ક્યાંક રહી ગયેલી, તે તન્મયાકાર કરાવે. અને જે જાગૃતિ થઈ ગઈ છે તે તન્મયાકાર થવા દેતી નથી. જ્ઞાન મળ્યા પછી પ્રતિષ્ઠિત આત્મા શેયરૂપે, ડિસ્ચાર્જરૂપે જ રહે છે, જે જ્ઞાન પહેલાં એ જ્ઞાતારૂપે હતો. હવે જાગૃતિ જ્ઞાતારૂપે થાય છે. અને મૂળ આત્મા તો હજુ ક્યાંય છેટે રહ્યો ! સંપૂર્ણ જાગૃત થાય એટલે મૂળ આત્મામાં એકાકાર થઈ જાય ! પછી કોઈ ડખો જ ના રહે ! ત્યાં સુધી અંતરાત્મદશા રહે. બહિર્મુખીદશા છૂટી, અંતરાત્મદશા પ્રાપ્ત થઈ ને અંતરાત્મદશા પૂરી થયે પરમાત્મપદની પૂર્ણ પ્રાપ્તિ થઈ જાય !!! તન્મયાકાર નથી થયો તેનાં લક્ષણો શું ? કોઈની જોડે વાતચીત કરતા હોય, તે ઘડીએ સહેજેય મોંઢા પર અસર ના થાય. ચંદુભાઈને જુદા જોતા જોતા વાત કરે, જાણે કોઈ તીસરી જ વ્યક્તિની વાત કરતા હોય એમ, તો એ આત્મા જુદો કહેવાય. વ્યવહારના કાર્યમાં આત્માને હાજર રાખવાની જરૂર નથી. વ્યવહારનાં કાર્યો તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ પૂરાં કરી દે છે ! એમાં દેહ, મન, અંતઃકરણ, પુણ્ય-પાપ બધાં આવી જાય. સંસારના કાર્યોમાં આત્મા પરોવાતો જ નથી. અહંકાર અને બુદ્ધિથી જ કાર્યો થઈ જાય છે ! ખરેખર બુદ્ધિ અને જો અહંકાર પરોવાય છે ને એમ ભાસે છે કે આત્મા પરોવાઈ ગયો. ત્યાં કેવું રહેવું જોઈએ ? ત્યાં આત્માને તો માત્ર જાણપણામાં જ રહેવાનું છે કે આ બુદ્ધિ પરોવાઈ ને આ સારું થયું કે ખોટું થયું. એટલે આત્મા માત્ર જાણકાર જ રહે છે અને ભળી જાય છે તે બુદ્ધિ અને અહંકાર. અક્રમ માર્ગમાં મૂળ આત્માની જાગૃતિ અને આ પ્રતિષ્ઠિત આત્મા ને અંતઃકરણના જુદાપણાના ફોડ સંપૂર્ણ પડે છે તેથી સંસારમાં રહીને સંપૂર્ણ મુક્તિ અનુભવાય છે. જ્યારે ક્રમિકમાં તો બધાં પરિગ્રહો છોડતાં છોડતાં દ્રષ્ટિ ખુલતી જાય છે !
[૧.૫] સીટનું સિલેક્શન સ્વ-પરતું ! વ્યવહારમાં ચંદુભાઈ ડખો કરી નાખે તે શાથી ? શુદ્ધાત્માની સીટને બદલે ચંદુભાઈની સીટ પર બેસી જાય છે. ચંદુની સીટ પર શૉક લાગે છે તોય ઊઠે નહીં જલ્દી ! તે ચંદુભાઈને ભોગવવું પડે. તમારે જોયા કરવાનું ! ચંદુભાઈ કચકચ કરે તે જોવાનું ને તેમની બધી જ ક્રિયાઓને જોયા કરવાની ! બધી સીટો પર બેસતાં જાય, અનુભવ લેતાં જાય ને ચોકડી મારતા જાય. અંતે શુદ્ધાત્માની જ સીટ સર્વશ્રેષ્ઠ છે એ સંપૂર્ણ અનુભવમાં આવે ત્યારે પછી સીટ ન બદલે ! એમ ને એમ ના ચાલે. બધું જ અનુભવ સિદ્ધ થવું જ જોઈએ. ‘મારાથી સહન થતું નથી’ થયું કે પારકી સીટ પર બેસી ગયા ! પારકી સીટમાં મીઠાશ લાગે, તે સીટ પર જ બેસી રહે. સ્ત્રીઓ તો ખાસ ! દાદાશ્રી નિજ અનુભવ કહે છે, ‘જ્ઞાન થતાં પહેલાં મને એક ક્ષણ પણ સંસારમાં સુખ લાગ્યું નથી. બધું કડવું જ લાગે ! પોતાપણું એક સેકન્ડેય સહન નહતું થતું. તે જ્ઞાન થતાંની સાથે જ બધું ઊડી ગયું ! આ સીટ બદલાઈ તેય એની મેળે જ ! મને કંઈ જ ખબર નહતી પહેલાં !' પરમ પૂજય દાદાશ્રીની ભૂમિકા કેવી જબરજસ્ત હશે ?! એક જણ કહે, “દાદા, તમારી વાત સાંભળી. ઘણું સારું લાગ્યું.’ ત્યારે દાદાશ્રીએ કહ્યું, ‘હવે આના પર ખ્યાલ રાખજો. સાંભળનારો જુદો, ખ્યાલ રાખનારો, નહીં રાખનારો જુદો ને તમે પાછા જુદાં !” આ બધું કહેનારો એનો એ જ ! ચંદુભાઈને કહીએ, ‘અમે જોઈએ અને તમે દાદાના કહ્યા પ્રમાણે ખ્યાલ રાખજો !” અને એવો સતત ખ્યાલ રાખે, તે મહાત્મા પર દાદાશ્રી કેવા રાજી રાજી થઈ જતાં હશે ?!
[૧૬] પોતે પોતાને ઠપકો પ્રાકૃતિક અટકણની સામે મહાત્માઓ અબળાપણું અનુભવે છે. ખૂબ ખૂબ પુરુષાર્થ, પ્રતિક્રમણ, દ્રઢ નિશ્ચય-નિર્ણય વિ.વિ. કર્યા છતાંય પ્રકૃતિ, ફાઈલ નં. ૧ ગુલાંટ ખવડાવી જ દે છે ને ચલણ એનું જ ચાલી જાય છે ! મહીં ખબર પડે છતાંય ક્યારે, કઈ ઘડીએ પાછલે બારણેથી અટકણ ઘૂસી જાય ને તેનું ચલણ ચલાવી દે ને ભટકણ નોતરે ! ત્યાં આગળ જ્ઞાનનાં તમામ
23