________________
હથિયારો બુઠ્ઠાં થઈ જાય છે. એના માટે પૂજ્ય દાદાશ્રીએ અનોખો પ્રયોગ મહાત્માઓ માટે મૂક્યો છે જે જબરજસ્ત અસરકારક નીવડે છે. એકાંતમાં અગાશીમાં એકલા બેસીને પોતાની ફાઈલ નં. ૧, એટલે કે પોતાની જાતને ખૂબ મોટે મોટેથી ટૈડકાવવી. ફાઈલ નં. ૧ એક્ઝક્ટ જુદી જ દેખાય, રડે તેય દેખાય, આપણે જે ઠપકારીએ છીએ તે બધુંય જુદું દેખાય. ખૂબ વઢીએ કે ‘નાલાયક, બદમાશ, આના માટે મેં દૂધ પાયું ! સાપ બનાવવા ?’ આમ ચંદુને વઢાય તો વિરોધપક્ષવાળા બધા જુદા પડી જાય અને આપણે આત્મપક્ષમાં મજબૂત થયા ! આમાં કોણ કોને ઠપકો આપે છે ? પ્રજ્ઞાસમિતિ, અજ્ઞાસમિતિને ઠપકો આપે છે અને આ બધાને જાણે છે એ શુદ્ધાત્મા ! આવો ઠપકો અપાય ત્યારે ફાઈલ નં. ૧ને શરૂઆતમાં બહુ ડિપ્રેશન આવે. પછી ધીમે ધીમે એ જતું રહે ને અંદર જબરજસ્ત આનંદ અનુભવાય ! એટલે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા લઈને જ આ ઠપકા સામાયિકનો પ્રયોગ કરાય. એમ ને એમ ના કરાય. નહીં તો ઊંધી અસરેય થઈ જાય. બહુ ડિપ્રેશ થઈ જાય તો અરીસામાં ખભો ઠોકીને આશ્વાસન આપવું. ‘અમે છીએને તમારી જોડે !' વળી બહાર ડિપ્રેશન ને અંદરખાને ખુશ થવું કે હવે ઠેકાણે આવ્યા. આમ દાદાશ્રીનો સંપૂર્ણ સાયન્ટિફિક એપ્રોચ છે, આ કાળને અનુરૂપ ખેંચ એક રોગ છે. એનાથી છૂટવા ચંદુલાલથી છૂટા પડી જવું. ખેંચ કરે છે ચંદુલાલ ને આપણે જ્ઞાતા. એટલે ખેંચ ખરેખરી ખરી પડી એની મેળે ! દાદાશ્રી પોતાના લગ્નના મોહનું વર્ણન કરતાં કહે છે કે મને લગ્નનું માહ્યરું હઉ દેખાય. માથેથી પાઘડી ખસી ને મોહ ખસેલો દેખાયો. ‘પછી રાંડવાનો વિચાર આવેલો તમને’ એમ પોતાની જાત જોડે વાતો હઉ થાય ! આપણે આપણી જાતને ઓર્ગેનાઇઝ કરવાની એ આપણું કામ. ક્યારેક ઠપકારવું, ડિપ્રેશન આવે ત્યારે પાછું નવી રીતે થાબડવું – એમ અંદર જોતા રહેવું ને ગોઠવણી કરતાં રહેવું !
[૧૭] ડિપ્રેશન સામે જુદાપણાતી જાગૃતિ અપમાન મળે, ભયંકર નુકસાન થાય ત્યારે ડિપ્રેશન આવી જાય. ત્યારે જાતને સંભાળવી પડે. ચંદુભાઈને જરા એલિવેટ કરી આપવા પડે, ‘તમે તો પુણ્યશાળી, જ્ઞાની તમને ક્યાંથી મળે ? મોક્ષનો સિક્કો લઈને બેઠા, હવે શેની ચિંતા ?” તો આખું બેલેન્સ રહે, જુદાપણાની જાગૃતિ સાથે !
ડિપ્રેશનમાં સમતા રહે તો આત્મા જડે ને ડિપ્રેશનનો ઉપાય કરે તો સંસારમાં ખપે. ડિપ્રેશન એટલે એક પ્રકારનું તપ કહેવાય. એમાં આત્મા જડે. ચોગરદમ ઉપસર્ગ-પરિષહ હોય ત્યારે આત્મા પ્રગટ થાય ! એટલે ડિપ્રેશન તો આવકારવા જેવું છે. એના ઉપાય ના કરાય. એટમબોમ્બ પડે તોય આત્મામાંથી ન ખસાય, ડિપ્રેશન ના આવે એવું આ અક્રમ વિજ્ઞાન છે ! સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે ?! જે થશે તે જડને થશે, શુદ્ધાત્માને થોડું કંઈ થાય ? આપણે તો શુદ્ધાત્મા જ છીએ ! ડિપ્રેશનનું મૂળ કારણ શું ? નબળાઈ, દાનત ચોર, નિખાલસ ને ચોખ્ખી દાનતવાળાને ડિપ્રેશન ક્યાંથી આવે ? સદા વર્તમાનમાં રહે, તેને ડિપ્રેશન ના આવે. ડિપ્રેશન વખતે આત્મા જ્ઞાતા રહે તેમ એલિવેશન વખતેય જ્ઞાતા તરીકે જ રહેવાનું છે. જ્યાં સુધી એલિવેટ થાય છે, ત્યાં સુધી ડિપ્રેશન આવ્યા વગર નહીં રહે ! ચંદુભાઈને કોઈ દબડાવે તો આપણે મહી ખુશ થવું ને ચંદુભાઈ જોડે વાતો કરવી, ‘બહુ રોફ મારતા હતા, તે આવ્યું આ ફળ ! કરો હવે પ્રતિક્રમણ !' ડિપ્રેશન ના થાય એ જગ્યા “આપણી’ ! જગતનું જ્યાં કલ્યાણ થાય એ જગ્યા ‘આપણી’ ! આમ વર્તે તે સપાટાબંધ પ્રગતિ કરે !
[૨.૧] જ્ઞાતા-દ્રષ્ટા જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદ એ આત્માનો મુખ્ય સ્વભાવ. જ્ઞાતા-દ્રષ્ટા પદ નથી ત્યાં ભ્રાંતિ છે. નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા પદમાં કોણ રહી શકે ? શાની. જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવા માટે મહાત્માઓને પૂર્વકર્મ નડે છે. એની જોડે શેય-જ્ઞાતા સંબંધ રાખીને છૂટી જવાનું છે ! હવે જે કંઈ આવે એ બધું જ શેય સ્વરૂપ છે. રાગ-દ્વેષ ઘટે છે કે નહીં એટલું જ મહીં તપાસ્યા કરવાનું. આત્મા જ્ઞાતા સ્વભાવનો છે, વીતરાગ છે અને શેય વસ્તુ પણ વીતરાગ જ છે. પણ વચ્ચે અહંકાર રાગ-દ્વેષ કરાવે છે. જ્ઞાન મળ્યા પછી અહંકાર જાય છે. પછી શેય સાથે વીતરાગ રહેવાનું. રાગેય નહીં ને તરછોડેય નહીં. એવું કંઈ દોષ થાય તો પ્રતિક્રમણ કરી લેવાનું. જ્ઞાન મળ્યા પછી જ્ઞાતા-દ્રષ્ટાપણું ન ચૂકે, તેને “ફોરેન'ની કોઈ જોખમદારી રહેતી નથી. છતાં મહાત્માઓને ઊંડો વસવસો રહેતો હોય છે કે જ્ઞાતા-દ્રષ્ટા
24