________________
૧૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
‘ચંદુ’ શું કરે છે, ‘જોયા’ કરો !
૧૮૯ પ્રશ્નકર્તા ઃ અંદરથી એવું થાય કે આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું છે, કશું કરવું નથી અને બહારથી વર્તન એવું થાય કે પેલાને લાફો મારી દઈએ.
દાદાશ્રી : ચંદુભાઈ શું કરે છે એ “જુઓ', પછી આપણે કહેવું, ‘ચંદુભાઈ, આવું શા સારુ કરો છો ? આનાં પ્રતિક્રમણ કરો” એટલું કહેવું.
પ્રશ્નકર્તા : એટલું કહીએ તો પહોંચી જાય ?
દાદાશ્રી : બધું જ પહોંચી જાય. ટકોર જ કરવાની. ઓછા ચંદુભાઈ અભણ હતા. બધું જાણતા હતા. પણ પ્રકૃતિને આધીન થઈ ગયું !
પ્રશ્નકર્તા : જ્યારે આવું થાય ત્યારે દરેક વખતે પેલો અંદરથી વિચાર આવે છે કે આ ખોટું થાય છે. આવું કેમ થાય ?
દાદાશ્રી : ખોટું થાય છે ને ખરું થાય છે, એની ભાંજગડમાં આપણે ઉતરવાનું નથી. એ એની મેળે ચંદુભાઈ કરશે, ચંદુભાઈ શું કરે છે, તે આપણે ‘જોયા” કરવાનું. ડિસ્ચાર્જ એટલે જે માલ ભર્યો છે તે જ નીકળે, ગલન થાય છે. એટલે અત્યારનું જ્ઞાન એમ કહે છે ડખો નથી કરવો. પહેલાનાં આધારે ડખો થઈ જાય છે અથવા એના પક્ષમાં પડી જવાય છે. એ બેની વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરે છે. એ ચાલ્યા જ કરે ! પણ ડખો નથી કરવો, એ તો આજે આપણું જ્ઞાન કહે છે. પણ તે તો આત્માનો ભાગ છે અને ડખો થઈ જાય છે તે ચંદુભાઈ જ કરે છે.
પ્રશ્નકર્તા ઃ એટલે આપણે એમાં એવું ખંખેરી નાખવાનું કે આપણે એમાં કંઈ લેવાદેવા નથી.
દાદાશ્રી : લેવાદેવા નથી અને આપણે એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. વધારે પડતું કંઈક કોઈને મૂંઝવણ કરે ને કોઈને દુઃખ થઈ જાય તો આપણે કહેવું, ‘તમે શા સારુ આમ કરો છો વગર કામના ? તે હવે કેટલા દહાડા બંધાવું છે ?” આમતેમ જરા કહી છૂટવું. તે ય ચીડાવું નહીં એની જોડે. એની જોડે ચીડાયા તો શો અર્થ ? પ્રકૃતિ, જેમ પમ્પ મારી મારીને ચેતન ભરેલું. એમાં શું ખોળો છો ? અને થઈ જાય તો એને વઢવાથી શું વળે ?
પ્રશ્નકર્તા : તે આ જે મહીંથી રહ્યા કરે છે એ ડખો નથી કરવો. અત્યારનું જ્ઞાન એવું બતાવે અને....
દાદાશ્રી : એ નથી કરવો એ આજનું જ્ઞાન કહે છે. જ્ઞાન એટલે આત્મા. આ જે પ્રાપ્ત થયેલો આત્મા. ડખો નથી કરવો એ જ્ઞાન છે. ડખો થઈ જાય છે એ પ્રકૃતિ, એ અજ્ઞાન છે. જે ડખો થાય છે અને આત્મા ‘જુએ છે, બસ. જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં આવી ગયો છે. એ ભૂલ થયેલી જાણેને તો એ આત્મા. પોતાની ભૂલને જુએ અને જાણે, એનું નામ આત્મા. ડખો થઈ ગયો એ ભૂલ, અને તમે જુઓ એટલે એ ભુલ નીકળીને ચાલી ગઈ. ભૂલ ‘જોયા’ સિવાય, ‘જાણ્યા’ સિવાય એ જાય નહીં. પકડાવી જોઈએ. ‘દીઠા નહીં નિજદોષ તો તરિકે કોણ ઉપાય ?” તને તો દોષ દેખાય છે ને બધા ?
પ્રશ્નકર્તા : દેખાય છે.
દાદાશ્રી : બધાય દેખાય છે ને ? એને જ વિજ્ઞાન કહ્યું. કોઈ વિજ્ઞાન એવું નથી કે પોતાના દોષ દેખાડે.
પ્રશ્નકર્તા: હા. એ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ દેખાડે છે.
દાદાશ્રી : સૂક્ષ્મમાં સૂક્ષ્મ, નાનામાં નાનો. મહીં પ્રતિક્રમણ હઉ ચાલુ કરાવે !
ઈફેક્ટ માત્ર શેય ! પ્રશ્નકર્તા : આપે પેલું કહ્યું ને કે ગમે તે થાય તો “જોયા’ કરવું, દાખલા તરીકે કોઈ માણસ આપણને ટાંકણી મારે તો સામાન્ય રીતે તો સામો એને લાફો મારવાનું જ મન થઈ જાય.
દાદાશ્રી : તમારે તે “જોવું'. સામો એને લાફો મારે તો આપણે ‘જોયા” કરવું અને ના મારે તો તેય ‘જોવું'.
પ્રશ્નકર્તા : પછી પસ્તાવો થાય એનું શું ?
દાદાશ્રી : તેય બરોબર છે. તેય આપણે ‘જોવું” કે પસ્તાવો થયો અને પસ્તાવો ના થયો ને મનમાં એમ થાય કે ફરી મારીશ, તેય “જોવું' આપણે. પણ ફરી મારીશ કહે, તો કહીએ, ‘કેમ અવળું ચાલ્યા, પ્રતિક્રમણ