________________
‘ચંદુ’ શું કરે છે, ‘જોયા’ કરો !!
૧૮૭ પ્રશ્નકર્તા : પણ એના કંઈ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો એમાં કરવાનું હોતું નથી. ફક્ત ‘જોવાનું’ ને “જાણવાનું' જ રહે છે. પ્રતિક્રમણ તો કોઈ માણસની જોડેની ભાંજગડ હોય તો પ્રતિક્રમણ કરવાં પડે.
પ્રશ્નકર્તા: આપણે ‘જોઈએ’ કે આ આપણે ભૂલ કરેલી, એનું પરિણામ છે.
દાદાશ્રી : ભૂલ, એ તો છૂટકો જ નહીં ને ! બધી ય ભૂલો જ છે ને આપણી. એટલે આ આને તમારે ‘જોવાનું” ને ‘જાણવાનું', એ નિર્જરા થયા કરે.
ડખોડખલતે ય “જાણો! પ્રશ્નકર્તા : દાદાની આજ્ઞા બરાબર પાળીએ છતાં ય સંસારમાં ડખોડખલ થઈ જાય, તો તેનું શું કારણ ?
દાદાશ્રી : એ થઈ જાય, તેને ‘જાણવી’ જોઈએ આપણે. જાણવાની વસ્તુ એ જોય છે. સંસારમાં જે બધી વસ્તુઓ થાય છે એ જોય છે અને તમે જ્ઞાતા છો. એ દ્રશ્ય છે અને તમે દ્રણ છો. પોતાના સ્વભાવમાં રહેવાનું.
પ્રશ્નકર્તા : આપણે શુદ્ધાત્મા છીએ એવું આપણે જાણીએ છીએ, પણ આપણી ફાઈલ હોય, એ આ જ્ઞાન ના જાણતી હોય અને ડખોડખલ કરે તો આપણે શું કરવું ?
દાદાશ્રી : ડખોડખલ ‘જોયા’ કરવાની. જે થાય એ ‘જોયા’ કરવાનું. સહન કરવું પડે, એને “જોયા’ કરવાનું. આપણો હિસાબ છે બધો. પારકા માણસની ડખલ નથી કોઈની.
૧૮૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) એમાં બે જણ ઝઘડતા હોય ને એક જણ ખોટો હોય, તો આપણે મૌન રહેવું ? કારણ કે આપણે પેલાને કહીએ એટલે સાચું માને નહીં.
દાદાશ્રી : મૌન રહેવા-કરવાનું નહીં. શું થાય છે એ ‘જોવું'. મૌન રહેવાનું કહીએ તો ય બગડ્યું અને કહેવાનું કહીએ તો ય બગડ્યું. ચંદુભાઈ એની મેળે જ કૂદશે, તમે જો જો તો ખરાં. એ ઘડીએ ચંદુભાઈ શું કરે છે એ ‘જોવાનું'.
પ્રશ્નકર્તા : ખોટું થઈ રહ્યું છે છતાં ચંદુભાઈને એમ લાગે કે નથી બોલવું, તો ?
દાદાશ્રી : ના. એ ખોટું થઈ રહ્યું છે જેને લાગેને તે જ બોલે. ચંદુભાઈ શું કરે છે એ ‘જોવું'. ચંદુભાઈને આપણે દોરવણી નહીં આપવી કે આમ કરો કે તેમ કરો. તમે ઉત્તરમાં જાવ, દક્ષિણમાં જાવ. આપણે કહેવાની જરૂર નહીં. એ ઉત્તરમાં જાય છે કે દક્ષિણમાં જાય છે એ ‘જોવું'. એટલે પેલા બેમાંથી એક જણને ધોલ મારી દેશે તો તેય ‘જોવું'. ધોલ માર્યાનો ય વાંધો નથી, પણ શું કરે છે એ ‘જુઓ'.
પ્રશ્નકર્તા વચ્ચે ધોલ એવી કોઈ આપણને મારી જાય તે ય ‘જોવું ?
દાદાશ્રી : તે ય ‘જોવું'. પણ તો જ અભ્યાસ કરતાં કરતાં થાયને ! છેવટે તો એ અભ્યાસ ઉપર આવવું પડશેને ? આજે નહીં ને આવતા અવતારમાં પણ એવો રોજ અભ્યાસ તો કરવો પડેને ? અત્યારથી જ કરી રાખ્યો હોય થોડોઘણો તો શું ખોટો ?! અભ્યાસ પણ કરી રાખ્યો હોય તો સારુંને ? થોડોઘણો જેટલો થાય એટલો. ત્યાં ચંદુભાઈ શું કરે છે એ ‘જોયા” કરવાનું. અમેય ‘આ પટેલ' શું કરે છે એ ‘જોયા’ કરીએ. શું ખાય છે ? શું પીવે છે ? શાનો શોખ છે ? એ બધું ‘જોયા’ કરીએ. શોખ હોય તો મારે વઢીને બંધ કરાવવો નથી, જે હો તે ભલે હો.
આ તો કો'ક ફેરો એવું આઘુંપાછું થઈ જાય, બાકી જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવ્યા એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા ચંદુભાઈનો દોષ દેખાડે અને ચંદુભાઈ પેલા સામેવાળાનો દોષ દેખાડે.
બે ઝઘડે ત્યારે શું કરવું ? પ્રશ્નકર્તા : વ્યવહારમાં આપણે જ્ઞાતા-દ્રષ્ટાભાવ કેળવવાનો. હવે