________________
૧૯૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ચંદુ’ શું કરે છે, “જોયા’ કરો !
૧૯૧ કરો'. બાકી, એ બધી ઇફેક્ટ છે. ઇફેક્ટ બદલાય નહીં. ઇફેક્ટ તો ‘જોયા’ જ કરવાની હોય. અને જ્યાં સુધી જ્ઞાન ના મળ્યું હોય ત્યાં સુધી અહંકાર કર્તા હોય, ત્યાં સુધી બધું બદલાય.
પ્રશ્નકર્તા : આ મારે ના કરવું, આ મારે આમ કરવું એ બધા નિશ્ચય, બધા અહંકારના લેવલ ઉપર છે ?
દાદાશ્રી : આ તો ચંદુભાઈ કરે અને તમારે ‘જોવું'. તમે ‘જોનાર’ છો. ચંદુભાઈ શું કરે છે એ “જોયા’ કરવાનું. ચંદુભાઈ ટીઓપીએસ છે. હા, ભમરડો છે, તે “જોયા’ કરવાનું. ભમરડો ચઢે-ઉતરે. અને અજ્ઞાની અજ્ઞાન દશામાં યે ટીપીએસ છે, ભમરડાં છે. પણ અહંકાર છે એટલે ઊંધું-છતું કર્યા વગર રહે નહીં. ઊંધું-છતું કર્યા કરે, કર્તાપદ ખરુંને ! એ કર્તાપદ તમારે તો ઊડી ગયેલું ! અહંકાર ને મમતા બેઉ ગયેલું.
શું થાય છે તેને “જુઓ' ! પ્રશ્નકર્તા: આ જ્ઞાનથી પોતાને જે આનંદ ઉત્પન્ન થાય છે, પછી એથી આગળ એમ થાય કે આપણે કોઈને આ બાજુ વાળીએ કે જેથી કરીને એને લાભ થાય. તો એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ?
દાદાશ્રી : એ તો શું થાય છે એ જોવું જોઈએ. ના કરવાનો ય સવાલ નથી અને કરવાનો ય સવાલ નથી. શું થાય છે એ ‘જોવ’ જોઈએ. કારણ કે એનો કર્મનો ઉદય અને આપણા કર્મનો ઉદય ભેગું થયા જ કરવાનું બધું. એમાં કરવાપણું રહેતું જ નથી ને ! આપણે ‘જોયા’ કરવાનું શું થાય છે એ.
એવું છે ને જોવું-જાણવું કોને કહેવાય ? ત્યારે કહે છે, આ જગતને જોઈએ-જાણીએ તેને ? ત્યારે કહે, ના. એ તો બધાય જુએ છે ને જાણે છે. પણ બધા જુએ છે તે જાણે છે એનું એ જ જગત આપણે જોવાનું છે. અને બીજું વિશેષ જગત આપણે જાણવાનું છે કે મનના પર્યાય જોઈ શકતા ના હોય પોતે, એ આપણા મનના પર્યાયને, બુદ્ધિના પર્યાયને બધા જોઈ શકીએ. પણ આ જોવું-જાણવું એ કંઈ લોકોના એકલાને માટે નથી, એ
તમારા માટે પણ આ જોવા-જાણવાનું છે. લોકોનું જોવું-જાણવું રાગ-દ્વેષ સહિત છે અને આ તમારું જોવા-જાણવાનું રાગ-દ્વેષ રહિત છે, બસ.
સિનેમામાં કોઈ કોઈને મારી નાખતો હોય, તો તમને ત્યાં મારનારા ઉપર દ્વેષ ના આવવો જોઈએ. અને પહેલાં તો મુશ્કેલી ઊભી થાય. ગમે કે ના ય ગમે, બેઉ રહે એને, રાગ-દ્વેષ બન્ને રહે. કેટલાંકને ના ય ગમતું હોય ને કેટલાંકને ગમતું હોય પણ તમારે ગમો-અણગમો ના રહે. તમારે જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું જોઈએ, જ્યાં જઈએ ત્યાં. એટલે પ્યૉર ‘જોવું” અને પ્યૉર ‘જાણવું'. અને આ જાળવવા જતાં આ દાદાએ આપેલો આત્મા જતો રહેતો નથી. આત્મા દરેકમાં હાજર જ હોય છે તમને. આ બધું ના હોય તો તમે જુઓ શું ? આપણે થિયેટરમાં પેઠા પછી “ધી એન્ડ' લખેલું હોય એમાં શું જુઓ તમે ? તમે મુશ્કેલીમાં મૂકાઓ. ત્યારે જોવાની વસ્તુ નથી તો “જોનાર’ ક્યાં ? ‘જોનાર’ એબ્સન્ટ ! જોવાની વસ્તુ હોય તો ‘જોનાર’ હાજર થાય. એટલે આ બધી ફિલમ છે તો આત્મા હાજર રહે. ફિલમ જ ના “જોવાની’ હોય તો એબ્સન્ટ થઈ જશે. પણ એ અભ્યાસ નથી, તેનો આપણે અભ્યાસ રાખવો જોઈએ. પછી જે કામ કરવું હોય તે કરો ને ! બધું “જુઓ કે ચંદુભાઈ શું કરી રહ્યા છે આ. એ ચંદુભાઈને ‘જોયા કરો, ફાઈલ નંબર વનને.