________________
‘ચંદુ’ શું કરે છે, ‘જોયા' કરો !
૧૮૧
ર્તા થયો તો લાગે દોષ !
‘ફાઈલ નંબર એક’ ખાય, ન્હાય, સંડાસ જાય, ત્યારે જો ત્યાં મોડું થયું હોય તો બૂમાબૂમ કરી મૂકે. ત્યાં ય જો જવા ના દેને, તો વઢવાડ કરે. અલ્યા, સંડાસ જવાનું કંઈ મહત્ત્વનું ? ત્યારે કહે, એ ય મહત્ત્વનું. જ્યારે ના જવા દે, ત્યારે ખબર પડે કે મહત્ત્વનું છે કે નહીં. દાતણ કરે, ખાય, દોડધામ કરે એ બધું ‘જોયા’ કરવું આપણે.
પ્રશ્નકર્તા : આટલી બધી ઉપાધિ શા માટે કરાવવી ? ન કરાવાય તો ના ચાલે ?
દાદાશ્રી : એ છોને કરે ! એ ઉપાધિવાળા જ છે. ચંદુભાઈ તો જન્મ્યા ત્યારથી જ ઉપાધિવાળા !
પ્રશ્નકર્તા : એને કહેવાનું ગ્રૂપ, મને બેસી રહેવા દે, ખબરદાર જો...
દાદાશ્રી : નહીં, ખબરદાર નહીં કહેવાનું. આપણે પોલીસવાળા નથી. આપણે ભગવાન છીએ ! પોલીસવાળા એવું કરે ખબરદાર કે ના ખબરદાર, આપણે તો ભગવાન છીએ, ‘જોયા’ કરવાનું. આપણે આપણા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં અને એ કર્તા સ્વભાવમાં. કર્તા સ્વભાવવાળો ઉપાધિ કર્યા જ કરવાનો. પુદ્ગલ કર્તા સ્વભાવનું છે.
પ્રશ્નકર્તા : આ પુદ્ગલને તો ન્હાવું છે, ધોવું છે, એવું કરવું છે. આપણે ક્યાં એવું કરવું છે ?
દાદાશ્રી : ચંદુભાઈ શું કરે છે એ આપણે ‘જોયા’ કરવાનું. બીજો કશો ધર્મ નહીં. તમે તમારા સ્વભાવમાં, ચંદુભાઈ ચંદુભાઈના સ્વભાવમાં. તારે જ્યાં ફરવું હોય ત્યાં ફર કહીએ, તારો ભટકવાનો સ્વભાવ. તે ભમરડો એનો ટાઈમ થઈ જાય એટલે પડી જશે. ભમરડો તો ફર્યા જ કરે ને ? તે આ યે ભમરડો જ છે.
મન કરે છે બધું, આત્મા કરતો નથી.
પ્રશ્નકર્તા : મનથી દોષ લાગે ને ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના, ‘હું કરું છું’, એવું માનીએ તો દોષ લાગે. ‘હું કર્તા છું, આ શુભનો કર્તા હું છું, અશુભનો કર્તા હું છું' ત્યાં સુધી દોષ લાગે. ત્યાં સુધી કર્મ બંધાય. પણ પોતાનાં સ્વરૂપમાં આવી ગયો, પછી કર્તાભોક્તા મટ્યો. ત્યારથી પછી દોષ ના લાગે, પછી સંવર રહે ! આમ ખાલી થાય મમતા !
૧૮૨
પ્રશ્નકર્તા : મન-વચન-કાયાની મમતા ખલાસ કરવી હોય તો શું કરવું ?
દાદાશ્રી : એ મમતાને ‘જોવી’. તેં જોયેલી હોળી ? હોળીમાં હાથ ઘાલીએ તો આનંદ રહે કે ‘જોઈએ’ તો આનંદ રહે ?
પ્રશ્નકર્તા : ‘જોઈએ' તો આનંદ.
દાદાશ્રી : તો ‘જોવાની’ આપણે આ. ચંદુભાઈની મમતાને ‘જોવી’. પ્રશ્નકર્તા : પણ આમાં ખરાબ કર્મનો ઉદય આવે તો પાછો પલટો ના થઈ જાય ?
દાદાશ્રી : ના. કશું થાય નહીં. જે ઉદય આવે એને ‘જોયા’ કરવાનું. ચંદુભાઈ ગાંડાં કાઢતા હોય તો ય તમારે ‘જોયા’ કરવાનું. તેથી કંઈ આપણને નુકસાન નથી. મહીં જે ભરેલો માલ છે તે એવા ગાંડાં કાઢે વખતે. સારો ભર્યો હોય તો ડાહ્યાં યે કાઢે !
તમે શુદ્ધાત્મા છો અને બીજું કશું કરવાનું નથી. મૂળ વસ્તુ પામી ગયા પછી કશું રહ્યું જ નહીં. હવે ચંદુભાઈ શું કરે છે, કોના છોકરાં ચંદુભાઈ રમાડે છે, એ બધું આપણે ‘જોવાનું’. ‘કોના છોકરાં ? તમારા છોકરાંને રમાડો છો ?’ એટલે એવું કહેવાનું, પણ આ બધું ‘જોવાનું’ આપણે.
પ્રશ્નકર્તા : પણ એ ‘જોવામાં’ નથી રહેવાતું.
દાદાશ્રી : એ તમારે પૂરું ના રહેવાય. અમે કરીશું એનો પાછો રસ્તો. પણ ‘જોવાનું’ જ આ ખાલી.