________________
ચંદુ' શું કરે છે, ‘જોયા’ કરો !
૧૭૯
૧૮૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એવું છે ને, અનુભવ જેમ જેમ ફરતા જાય છે એમ બધો ભેદ ફરતો જાય. અનુભવ એક જ પ્રકારનો હોતો નથી. પાંચ વર્ષે એને આ રમકડામાં જ્યાં પ્રેમ હતો ત્યાં અનુભવ એમાં જ હતો કે આના વગર સુખ જ નથી. એટલે ત્યાં આગળ જોતો હતો. હવે વીસ વર્ષનો થાય એ એવું ના જુએ. એટલે અનુભવ જેમ જેમ ફરતો જાય તેમ તેમ એ જોનારની દ્રષ્ટિ બદલાતી જાય.
પ્રશ્નકર્તા : ના, પણ એમાંથી અનુભવ થાય ને એમ કહે કે આ નકામું છે. એટલે વીસ વર્ષે જે કામનું લાગતું હોય, એ ચાલીસ વર્ષ નકામું લાગે.
દાદાશ્રી : નકામું જ લાગે.
પ્રશ્નકર્તા: પણ આત્મા જે છે, એ તે વખતે ય જોનારો હતો, જ્ઞાતા-દ્રષ્ટા હતો. વીસ વર્ષ એ ય જ્ઞાતા-દ્રષ્ટા છે. ચાલીસે ય એ જ...
દાદાશ્રી : અને જતી વખતે ય તે જ્ઞાતા-દ્રષ્ટા જ છે. એમના જ્ઞાનદર્શનમાં ફેર નહીં. કારણ કે પોતે ફેરફાર રહિત છે.
કુચારિત્રનું જાણપણું એ જ ચાસ્ત્રિ ! પ્રશ્નકર્તા : ચારિત્રમાં આ બધું આવવું જોઈએ ને ?
દાદાશ્રી : ચારિત્રમાં લાવવાની જરૂર નથી. કુચારિત્ર જાણે, એનું નામ ચારિત્ર. સારા ચારિત્રની મસ્તી આવે એ કુચારિત્ર, એ ભયંકર જોખમદાર.
પ્રશ્નકર્તા : તો અમારે ક્ષાયક સમકિતનો અહંકાર આવે તે...
દાદાશ્રી : જ્ઞાન આપીએ તો અહંકાર તો ના આવે પણ મસ્તી આવે, એય ખોટું પાછું !
પ્રશ્નકર્તા: તે પછી તમે તો પછી કોઈ જાતનો આનંદ રહેવા જેવી જગ્યા જ નથી રહેવા દેતા.
આભાસી આનંદ શું લેવાનો ? મસ્તીઓ લેવાની હોય ? મસ્તી તો, આ બહારના લોકો લૌકિક ધર્મને ધર્મ માને છે, એ લોકો મનની મસ્તીમાં, દેહની મસ્તીમાં, વાણીની મસ્તીમાં, આખું જગત મસ્તીમાં ભમી રહ્યું છે. બાવા-બાવલી, સાધુ-સંન્યાસીઓ બધાં મસ્તીમાં જ પડ્યા છે. તે ય આખો દહાડો મસ્તી ના રહે. થોડીક વાર, પછી પાછું હતું તેનું તે. પછી મસ્તી આવે ! અને અહીં તો મસ્તી ના હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : પણ અમે તો બીજી બધી મસ્તી છોડી અને અમે હવે દાદાની મસ્તીમાં રહીએ છીએ.
દાદાશ્રી : એ મસ્તી ના ગણાય. બાકી, સારા ચારિત્રની મસ્તી હોય, તે ઊલટું નુકસાન કરે છે. એના કરતાં કુચારિત્રનું ‘જાણપણું’ એ ફાયદો કરે છે. કુચારિત્રને ‘જાણે” એ આત્મચારિત્ર.
પ્રશ્નકર્તા : અમે કુચારિત્રને ‘જાણ્યું તો ખરું, પણ પોઝિટિવ ચારિત્રનાં કોઈ જાતનાં આનંદ વગર જીવવાનું ?
દાદાશ્રી : “જાણે” તે ઘડીએ આનંદ હોય જ, ને ‘કરે’ તે ઘડીએ દુ:ખ હોય.
પ્રશ્નકર્તા: હવે અમારું કુચારિત્ર “જાણું', તે વખતે તો આનંદ શેનો હોય ? એ તો દુઃખ-વૈરાગ થાય કે આ કુચારિત્ર ‘જાણ્યું'.
દાદાશ્રી : કુચારિત્રનો સ્વભાવ જ એવો છે કે પોતાનું એ જાણપણું ખોવાઈ જાય. જો એટલી બધી જાગૃતિ થયેલી હોય અને કુચારિત્રમાં જ્ઞાન હાજર રહે, ‘જાણપણું', તો એ ઊંચામાં ઊંચું ચારિત્ર છે.
પ્રશ્નકર્તા : પણ વંકાયેલું દેખાય તે વખતે દુઃખ તો થાયને?
દાદાશ્રી : એ હોય વંકાયેલું. ભગવાનને ત્યાં વંકાયેલું નથી, સમાજમાં વંકાયેલું છે. સમાજ શું કહે છે ? એટલે આ વાંકો ને આ સીધો, આ નાલાયક ને આ લાયક એ બધાં દ્વન્દ્રવાળો સમાજ છે. ભગવાનને ત્યાં એક જ વસ્તુ છે. બધા જોય જ છે.
દાદાશ્રી : બળ્યું, આનંદ તો, પોતાના સ્વરૂપમાંથી આનંદ લો ને !