________________
‘ચંદુ’ શું કરે છે, ‘જોયા’ કરો !
૧૭૭
૧૭૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
અત્યારે આ કસાઈ હોયને, એને હું જ્ઞાન આપું ને એ જો જ્ઞાનમાં રહે ને આત્મદ્રષ્ટિથી ‘જોયા” જ કરે બધું, બીજામાં ડખો ના કરે, મારી આજ્ઞામાં રહે તો એ મોક્ષે જાય. કસાઈની ક્રિયા નડતી નથી, ‘હું કરું છું” એ નડે છે. એક અવતાર ગમે તે થાય પણ તમે ‘જોયા જ કરો ને આજ્ઞામાં રહો તો એક અવતારમાં મોક્ષે જવાય તેવું આ જ્ઞાન છે.
પ્રશ્નકર્તા: જીવ બચાવવા દવા કરવી, એના કરતાં ‘હું શુદ્ધાત્મા છું', એમ કરતાં કરતાં દેહ છૂટી જાય તો એમાં સારું કર્યું?
દાદાશ્રી : એ તો શું બને છે એ “જોવું', એ સારું કહેવાય. એટલે આત્મા પોતાના ધર્મમાં આવી ગયો. મન મનના ધર્મમાં છે. આંખો આંખના ધર્મમાં, કાન કાનના ધર્મમાં છે. (વ્યવહાર)આત્મા બીજા ધર્મોને પોતાના ધર્મો માનતો હતો. મેં સાંભળ્યું, મને વિચાર આવ્યો, તે આત્મા આત્માના ધર્મમાં, જ્ઞાતા-દ્રષ્ટા ધર્મમાં આવી ગયો. જ્ઞાયકભાવમાં આવ્યો એટલે થઈ ગયું, પૂરું થઈ ગયું કામ.
પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એવું લક્ષ રહે અને ખોળિયું છૂટી જાય તો સુખી થઈ જઈએ ?
દાદાશ્રી : આપણે છોડવાની દાનત નહીં કરવાની અને નહીં છોડવાની ય દાનત નહીં કરવાની. આપણે ‘જોયા’ કરવાનું. જ્યારે છૂટવું હોય ત્યારે છૂટછે. જ્ઞાતા-દ્રષ્ટા કોનું નામ કહેવાય કે દારૂખાનું ફૂટતું હોય તો ફૂટે, તે જુએ. જ્ઞાતા-દ્રષ્ટા એને “જુએ'. અને પોતાનું ધોતિયું બળી ગયું તે ય જુએ. ઓહોહો, આ ય બળ્યું !
આત્મજ્ઞાત વિતા તહીં જ્ઞાયક ! આ ચંદુભાઈનું શરીર છે એ બધું જોય છે અને તમે જ્ઞાતા છો. જ્ઞાતા-દ્રષ્ટા બન્ને છો અને જ્ઞાયક એટલે જાણવાનો ને જોવાનો એ સ્વભાવ જ પોતાનો છે, બીજો કોઈ સ્વભાવ નથી. તે આ ચંદુભાઈ દ્રશ્ય અને શેય છે. આ ચંદુભાઈના દરેક સ્પેરપાર્ટય બધું દ્રશ્ય અને શેય છે. એવું મન એ પણ દ્રશ્ય ને શેય છે. મન શું વિચારે છે તે જાણવાનું જ ખાલી. એમાં પછી મહીં હાથ ઘાલવાનો નહીં. હાથ ઘાલે તો દઝાય.
- હવે જ્ઞાન વગર માણસ મનને શેય કરી શકે નહીં. આપણું જ્ઞાન ના આપ્યું હોય તો મન સાથે એકાકાર થઈ જ જાય, એના કહ્યા પહેલાં થઈ જાય અને આ જ્ઞાન પછી પોતે જુદો રહી શકે. એને ‘જોયા કરવાનું, બસ !
આ શરીર શું કરી રહ્યું છે, એને “જાણવું જોઈએ. આપણે જજ સાહેબ જજમેન્ટ આપતા હોય તો પણ એમને જાણવું જોઈએ કે આ જજ શું કરી રહ્યા છે. એ આપણું જ્ઞાન અને જજ શું કરી રહ્યા છે એ એમનું. બન્ને પોતપોતાની છે તે ફરજ બજાવે છે. આત્મા આત્માની ફરજ બજાવે અને સાહેબ સાહેબની ફરજ બજાવે. તમે સાહેબને ઓળખો કે ના ઓળખો ? માણસ સારા છે ને કે થોડા ખરાબે ય છે ?
પ્રશ્નકર્તા: થોડા ખરાબે ય છે.
દાદાશ્રી : જુઓ, ઓળખે ને ! ‘હું જ છું સાહેબ', કહે તો આવું નિષ્પક્ષપાતી બોલે ?
જ્ઞાન લીધેલાનું ફળ શું? જ્યાં આગ્રહ છે ત્યાં જ્ઞાન નથી. જ્ઞાન છે ત્યાં આગ્રહ ના હોય. જ્ઞાન એટલે નિરાગ્રહી.
પ્રશ્નકર્તા : નિરાગ્રહી.
દાદાશ્રી : તે ચંદુભાઈ આગ્રહ કરે, દુરાગ્રહ કરે તેને જાણવું, એનું નામ જ્ઞાન. તમે જાતે જ ચંદુભાઈ થઈ જાવ પછી જ્ઞાન ક્યાં રહ્યું છે ?! ‘હું મંદિરમાં દર્શન કરું છું કે હું આમ કરું છું' એવું બધું તમારે કરવાનું હોય નહીં. તમારે તો ચંદુભાઈ શેના દર્શન કરે છે એ બધું ‘જોયા’ કરવાનું.
જોતારો જંગી આખી ય સરખો ! પ્રશ્નકર્તા : એક દ્રશ્ય, એક પરિસ્થિતિ, એક વસ્તુ નાનપણમાં જે જોઈ હોય દસ-બાર વર્ષની ઉંમરે. એ બત્રીસ-તેત્રીસ વર્ષની ઉંમરે જુએ, સાઈઠ-બાસઠ જુએ, નેવું વર્ષે એ જુએ, જોનારો એક જ છે.
દાદાશ્રી : જોનારો એક જ. પ્રશ્નકર્તા : પણ એમાં જોનારાને આખો ભેદ કેમ લાગે છે ?