________________
‘ચંદુ’ શું કરે છે, ‘જોયા’ કરો !
એટલે ગયું. એ રોંગ માન્યતા હતી. તેથી તો લોક કહે, ‘હું અસંગ કેવી રીતે કહેવાઉં ?’ એમ ના કહે લોકો ? અને તમને તો પોતાને સમજાય કે આ રોંગ માન્યતા તૂટી.
૧૭૫
પ્રશ્નકર્તા ઃ આપણી ફાઈલ નંબર એક છે, એના માટે એકાંત કામનું ખરું કે નહીં ?
દાદાશ્રી : હોય તો લાભકારી. એકાંત તો બહુ લાભકારી. આ અમે બધાં બેઠાં હોયને તો સૂઈને આંખો મીંચીને એકાંત ખોળીએ. નહીં તો આંખ ઊઘાડી હોય ને મારા સામું કોઈ જુએ તો પછી એકાંત રહે નહીં ને ! અનુભવમાં આવે એવું ?
તન્મયાકાર થાય તેને જોવાતું !
પ્રશ્નકર્તા : અજ્ઞાનીને આ બાજુ લક્ષ જ નથી એટલે એ ‘જોઈ’ નહીં શકે.
દાદાશ્રી : ના, એમ નહીં. એ તો સારો વિચાર આવ્યો એટલે ‘મને જ આવ્યો’ એમ એ કહે. તન્મયાકાર જ હોય હંમેશાં. બહુ ના ગમતો હોય, અપ્રિય વિચાર આવે ત્યારે એ છેટો રહે ! જેલમાં જઈશ તો શું થશે ?!’ એવા વિચાર આવે કે છેટો રહે, નહીં તો ગમતા વિચારોમાં તન્મયાકાર થયા વગર રહે જ નહીં. અને આપણને મનના બધાં ‘શેય દેખાય'. મનની બધી અવસ્થા ‘જોઈ’ શકે, ચિત્તની બધી અવસ્થા ‘જોઈ’ શકે, બુદ્ધિની અવસ્થા ‘જોઈ’ શકે, અંતઃકરણની અવસ્થા ‘જોઈ’ શકે, અહંકારની અવસ્થા ‘જોઈ’ શકે. અહંકાર ઊંચો ચઢ્યો છે કે નીચે ઊતર્યો છે તે ‘જોઈ’ શકે. સાધારણ માણસો, જ્ઞાન વગરનાં માણસો કોઈ ‘જોઈ’ શકે નહીં.
પ્રશ્નકર્તા : કોઈ ખરાબ વિચાર આવે ને તરત જતો રહે. બસ, બીજું કંઈ નહીં, તો એ શું કહેવાય ?
દાદાશ્રી : આ તો બધા જતાં જ રહે. આ ગાડી આવતી હોય ને આમ જતી હોય તો એવો ભય લાગે કે મારી પાસે આવશે તો શું કરીશ ? અંદર ચાલ્યા જ કરે, એ આપણે ‘જોયા’ કરવાનું. મનમાં જે થાય, ઉદ્વેગ
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
થાય કે અધોવેગ થાય, જે વેગ થાય તે ‘જોયા’ કરવાનું. આપણે જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમાં રહેવું. બીજી બધી જડ વસ્તુઓ છે. ચેતન જેવી દેખાય છે પણ છે જડ. હવે જે મનમાં આવે છે ને, એ વિચારો બધાં ‘જોયા’ કરવાના. ‘જોયા’ કરશોને એટલે બધું રાગે પડી જશે. એ તો આપણને એવું લાગે કે અવળું-સવળું થઈ ગયું. કંઈ અવળું-સવળું થયું જ નથી.
૧૭૬
પ્રશ્નકર્તા : વિચાર આવે ને પછી તન્મયાકાર થાય, ચિત્ત ફોટો બતાવે તે તન્મયાકાર દશા કહેવાય ને ?
દાદાશ્રી : એ તો ડિસ્ચાર્જ છેને, એનો વાંધો નહીં. એ તો આપણે ‘જાણ્યું’ કે આ ચિત્ત બતાવે છે. જાણનારો છૂટ્ટો જ છે. કરનારો ભાંજગડવાળો હોય, પણ જાણનારો છૂટ્ટો જ હોય ને ! આપણે છૂટ્ટા ને છૂટ્ટા ! તડે કર્તાપણું, નહીં કે કુક્રિયા !
આ તો સમજીને શમાવાનું છે. ઉદયકર્મનાં જે દોષ હોય, તે દોષને ‘જાણે’ ત્યારથી છૂટ્યો. તે પછી સુટેવ હોય કે કુટેવ હોય, તેની સાથે આપણે લેવાદેવા નથી. ‘જાણકાર’ હોવો જોઈએ. તે મહાત્માને આ કુટેવે ય નથી ને સુટેવે ય નથી. આ સુટેવ-કુટેવ એ ભ્રાંતિના સ્વભાવની છે. ચંદુભાઈ જ ભ્રાંતિના સ્વભાવથી છે. આ જે જજમેન્ટ છે તે ભ્રાંતિનાં હિસાબે છે. અહીં આગળ ખોટાં પડે છે. એટલે સુટેવ-કુટેવ બેઉ બાજુએ મૂકાવી દીધી ને આપણે જ્ઞાન આપીએ ત્યારે બોલીએ છીએ ને, પુણ્યાચાર-પાપાચાર બંનેથી જુદા, દ્વંદ્વથી તદ્દન જુદા, એટલે દ્વંદ્વાતીત દશા છે. અને ગમે તેવા ખરાબમાં ખરાબ દોષ દેખાય પણ જો એના તમે જ્ઞાતા છો તો તમને કશો વાંધો નથી. પારકાનાં ઘેર કશું થાય, એમાં આપણે શું ? પાડોશીને ઘેર રાંડે, તેમાં આપણે કંઈ રડવાની જરૂર છે ? આપણે ત્યાં જઈને આશ્વાસન આપીએ કે ભઈ, જરા શાંતિ રાખજે. ઉદયકર્મ ભગવાન મહાવીરે ય જાણ્યા કરતા હતા. માંકડ કૈડતા હતા, તેને પોતે જાણ્યા કરતા હતા, કે દેહ આખી રાત પાસાં ફેરવે છે. દેહ તો સહન ના કરી શકે. એ તો અહંકારી જ સહન કરી શકે. એ કહે કે મને કશું કૈડે તો હું કંઈ હાલું નહીં. એટલે એવું નક્કી જ કરી નાખે. પણ ભગવાનમાં તો કશો અહંકાર હોય નહીં ને ! બિલકુલેય અહંકાર હોય નહીં.