________________
‘ચંદુ’ શું કરે છે, ‘જોયા' કરો !
આ જે ઊંધું આવે છે ને, તે તો ‘જાણ્યું’ને તમે ? એટલે જતું જ રહેવાનું ધીમે ધીમે. થોડા વખત પછી જતું જ રહેશે. એમાં આપણને ખોટ નથી જતી. ના ‘જાણ્યું’ હોય ત્યારે ખોટ જાય.
૧૭૩
કુદરતે એવી કળા મૂકી છે કે આ જગત બંધ થાય જ નહીં. ભગવાનને પણ બંધ કરી દેવું હોય તો ય ના થાય ! એટલે પછી ભગવાને ધીરજ પકડી કે ‘શું બને છે’ એ ‘જોયા’ કરો. અને જેને છૂટવું હોય તે એવી ધીરજ ધરજો. જેને આ જગત પોષાતું ના હોય, તે શું બન્યા કરે છે તે ‘જોયા’ કરો તો છૂટશો. ‘અમે’ પણ એવું જ કરીએ છીએ. સંગ - અસંગ - સત્સંગ
પ્રશ્નકર્તા : આપ જે જ્ઞાન આપો છો તેમાં જુદું તો પડે છે, પણ તેમાં મારી કંઈ કચાશ રહી ગઈ હશે ?
દાદાશ્રી : ના. કશી કચાશ નહીં. ક્યાં ક્યાં વૃત્તિઓ જાય છે અને ક્યાંથી આવે છે ? અને લાવે છે શું ? અને લઈ જાય છે શું ? એ બધું ‘જોયા’ કરીએ. પછી એથી વધારે આગળનું હમણે આ એવી ખોટી આશાઓ રાખવી નહીં. હમણે આ ‘જોવાય' ને તો બહુ થઈ ગયું. ભગવાને કહ્યું હતું કે ‘વૃત્તિઓ ના દેખાય તો ય રાગ-દ્વેષ નથી થતાં ને ?’ ત્યારે કહે, ‘ના’. એટલે ‘થઈ ગયું’ !
હવે ‘જોવાનું’ શું છે ? પુદ્ગલના ઉદયને જ ‘જોવાનું’ છે. પણ ઉદય જ્યારે એવો જોશબંધ ભારે હોય ત્યારે ધૂંધળું ‘દેખાય’. એટલે ‘જોવાનું’ સમજાય જ નહીં, ચૂકી જાય. ઉદય જો હલકો હોય ને તો ઉદય એકબાજુ ચાલ્યા કરે ને ‘આપણે’ ‘જોતા’ હોઈએ. ચંદુભાઈને તમે ‘જુઓ’ એ જ છેલ્લું જ્ઞાન.
પ્રશ્નકર્તા : એ બાજુ જોવામાં જ આપણો નિરંતર ઉપયોગ રહે, માટે આપણે એવી કઈ ક્રિયા કરવી કે જેથી વધારે ઉપયોગ રહી શકે ? દાદાશ્રી : આ બાજુના સંજોગો, સત્સંગ તરફના હોવા જોઈએ. પ્રશ્નકર્તા : મારે સંજોગ એવાં નથી. તો એકાંત હોય તો વધારે સારું ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : તે એકાંત વધારે હિતકારી હોય ને ! પણ એકાંત હોય ક્યાંથી ? એવી પુણ્ય ક્યાંથી હોય સંયોગ વગર ?! આ સંયોગો જ દુ:ખદાયી છે ને !
પ્રશ્નકર્તા : હવે એકાંત શેને કહો છો આપ ?
દાદાશ્રી : બીજા સંયોગો ભેગા ના થાય, કોઈ ડખલ કરનારું ના હોય, આપણું સ્વતંત્ર હોય. અને પછી આપણે ચંદુભાઈ શું કરે છે તે બધું ‘જોયા’ કરીએ. ઉપયોગ મૂકો એટલે દેખાયા કરે બધું.
૧૭૪
પ્રશ્નકર્તા : આપણને ખબર પડે કે મહીં શું આવ્યું ને શું ગયું તો એ... દાદાશ્રી : તો એ જ જ્ઞાન. ચંદુભાઈ આમ આખા ના દેખાય. પણ મહીં શું આવ્યું-ગયું એ બધું દેખાય, એ પહેલું જ્ઞાન. પછી ધીમે ધીમે પેલું આખું થતું જાય. જગતને તો આવ્યું-ગયું એ ખ્યાલ ના હોય. પહેલું એ સ્થૂળ જોવાનું. એમ કરતાં આ પછી એડવાન્સ થતું જાય, સૂક્ષ્મમાં. પછી છેવટે બધું પોતે જુદો જ દેખાયા કરે.
પ્રશ્નકર્તા : એ નથી દેખાતું !
દાદાશ્રી : એ ધીમે ધીમે થાય. એકદમ ના થાય આ. એક કલાકે ય ના થાય કોઈથી. અમને ય સંયોગ હોય ત્યારે એક્ઝેક્ટ ના થાયને ! પ્રશ્નકર્તા : એટલે આપ પણ એકાંત માટે કહો છો ને, કે એકાંત સારી વસ્તુ છે.
દાદાશ્રી : પણ લોકોને ખસેડીને એકાંત ના કરવું. આપણે કોઈને ખસેડીને એકાંત ના કરવું. સંયોગોનો સ્વભાવ જ છે કે એની મેળે વિયોગ થઈ જશે.
પ્રશ્નકર્તા : એમ જુઓ તો કોઈ સંયોગી વસ્તુ આપણને અડતી નથી. જો આપણે અસંગ રહેવું હોય તો બધાંની વચ્ચે અસંગ રહી શકાય છે.
દાદાશ્રી : રહી શકાય, ખુશીથી રહી શકાય. છે જ અસંગ. એવો શુદ્ધાત્મા છે આ. હું અસંગ જ છું. નિર્લેપ જ છું. પેલી માન્યતા તૂટી ગઈ