________________
‘ચંદુ’ શું કરે છે, ‘જોયા' કરો !
પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈથી જુદા તો છીએ, પણ વર્તનમાં એવું દેખાતું નથી હજી.
૧૮૩
દાદાશ્રી : વર્તનમાં ના હોય એ તો. આપણે ‘જોવાનું' જ હોય ફક્ત. મનમાં ખરાબ વિચાર આવે તો ખરાબ ખબર પડે અને સારો વિચાર આવે તો સારી ખબર પડે. એ બધું ખબર ના પડે આપણને ? પ્રશ્નકર્તા : એ પડે.
દાદાશ્રી : તો એ જ ‘જોનારો’. એ આત્મા ‘જોનારો’. તમને રાગદ્વેષ કોની કોની પર થાય છે ?
પ્રશ્નકર્તા : નથી થતા.
દાદાશ્રી : ત્યારે એ જ આત્મા. અને તે ‘જોયા’ જ કરે છે બધું, મનમાં ખરાબ વિચાર આવ્યો તો ય. સારો વિચાર આવ્યો હોય, બીજું થયું હોય, ત્રીજું થયું હોય, તરત જ ‘જોયા’ કરે બધું. કો’ક વાણી શું બોલ્યો, કોઈ ખરાબ વાણી બોલ્યો હોય કે સારી બોલ્યો હોય તો ય પણ રાગદ્વેષ ના થાય, એનું નામ આત્મા. અને રાગ-દ્વેષ થાય, એનું નામ સંસાર.
‘જુઓ', ક્રિમિતલ કે સિવિલ ગુતાઓને ?!
પ્રશ્નકર્તા : પહેલાનો જે ભાસ થઈ ગયો છે, એને કાઢવા માટે શું કરવું ?
દાદાશ્રી : એને લેવા-દેવા નહીં, ચંદુભાઈને શું થઈ ગયું છે એ આપણે ‘જોવાનું’ છે. તમે જુદા ને ચંદુભાઈ જુદા. પછી ચંદુભાઈ ચીડાતા હોય, તે ય ‘જોયા’ કરવાનું અને ચંદુભાઈ છે તે ફૂલહાર ચડાવતા હોય તે ય ‘જોયા’ કરવાનું. તમે જ્ઞાતા-દ્રષ્ટા અને ચંદુભાઈ કર્તા, એવી રીતે રહો તો ફિટ થશે ને રહે કાયમનું. તમે છૂટા પડ્યા પછી હવે તમે જ્ઞાતા-દ્રષ્ટાના ધર્મમાં જ આવી ગયા. ચંદુભાઈને જુદા પાડ્યા એટલે જુદો ને જુદો જ ભાવ રાખવો પડે.
વર્તમાનમાં શું કરવાનું ? ત્યારે કહે, જે કંઈ કરે તે ચંદુભાઈ કરે,
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
તેનો આપણને વાંધો હવે નથી. ક્રિમિનલ કે સિવિલ છે ? એ બધું ખરાબસારું જોવાની જરૂર નથી આપણે. લોક આને ભાગ પાડતા હોયને, બહાર તો જ્યાં સુધી જ્ઞાન ના હોય ત્યાં સુધી ભાગ પાડેને, આ સિવિલ આવ્યું ને આ ક્રિમિનલ. હવે ડિફોલ્ટર હઉ થાય. આપણે તો ડિફોલ્ટરને ‘જાણવાનો' છે, ફક્ત. તમે જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવ્યા, શુદ્ધ જ સ્વભાવમાં આવ્યા. બીજું કંઈ જ તમારે હોય નહીં હવે. ડિફોલ્ટર છે કે શું છે એ જોવાનું ને જાણવાનું. અને વ્યવહાર છે ત્યાં સુધી હિસાબે ય કાઢવો પડે કે આ અહીં જરા હજુ કાચું છે. અહીં આગળ બરોબર થયું છે. હજુ આ થોડુંક અહીં કરવાનું છે. અહીં પ્રતિક્રમણ કરવાના બાકી છે. વ્યવહાર છે ત્યાં સુધી એ હિસાબ કાઢવો પડે ને ? એ જ જોવાનું છે ને ?
૧૮૪
જોતાં જોતાં સારા-ખોટાના ભાગમાં ના પડી જતાં ? એ તો મૂળથી સરવાળે ખોટ જ છે. એમાં કંઈ કમાયા નથી. ત્યારે આપણે ના કમાયા તો તે ધંધો જ છોડી દેવો. સારા-ખોટામાં કમાયા નહીં ને ?
પ્રશ્નકર્તા : ના. એ ચંદુભાઈ કર્યા કરે.
દાદાશ્રી : હું. ‘આપણે’ ‘જોયા’ કરીએ.
પ્રશ્નકર્તા : દાદાની વાત સાંભળ્યા પછી પણ બીજી બધી વાતો કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ.
દાદાશ્રી : એ તો કરીએ છીએ એવું નથી, પણ બધું તમારું થઈ જાય છે. એમાં તમારે ‘જોયા’ કરવાનું હોય. તમે ‘કરતા’ નથી. તમે કરતા હો તો બતાવો.
પ્રશ્નકર્તા : સામે ચાલીને આવી પડે તે નિમિત્ત કે સામે ચાલીને નિમિત્ત બનવું વ્યવહારમાં, લગ્ન વગેરેમાં ?
દાદાશ્રી : આ વ્યવહારમાં, લગ્ન વગેરેમાં સામેથી આવી પડે, તે ‘આપણે’ ક્યાં જવાનું છે, એ તો ‘ચંદુભાઈ’ને જવાનું છે ને ! તમારે માટે તો કશું કામ જ રાખ્યું નથી. મેં તો કશું કામ તમને સોંપ્યું નથી ને !