________________
શિાતા-દ્રષ્ટી
૧૬૭
૧૬૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : વાણી નીકળે તો ય ‘જોયા’ કરવું ?
દાદાશ્રી : વાણી નીકળે તો ય ‘જોયા’ કરવું. એ નીકળે તોય જુદા રહેવું. થોડીવાર પછી જુદા થાય પણ તે થવું જોઈએ. થોડીવાર પછી જુદું થાય પણ સ્ટેપિંગ લે. એટલે બીજા સ્ટેપે ખલાસ થઈ જાય. અને એમાં તો જોઈએ તો ય અંબાલાલ, આ જ્ઞાની પુરુષ વાતો કરતાં હોયને, તે એમને દેખાય બધું. જે જે કરતાં હોય એ બધું દેખાય. એટલે તમારે છે તે આ કરવાનું છે, આ ભાવો કરવાના છે. અત્યારે પહેલે સ્ટેપ દુર ના થાય એકદમ એટલે એકાદ સ્ટેપ વધારે, એટલે બે-ત્રણ અવતાર કહીએ છીએને !.
નિકાલ કરે એ પુદ્ગલ ધર્મ ! પ્રશ્નકર્તા : કોઈ વખત તો ફાઈલોનો સમભાવે નિકાલ થતો નથી.
દાદાશ્રી : સમભાવે નિકાલ નથી થતો એ જેણે “જાણું” એ આત્મધર્મ અને સમભાવે નિકાલ થવો - ના થવો એ પુદ્ગલધર્મ. બેનાં ધર્મ જુદા છે. પુદ્ગલનો ધર્મ ના થાય, તેમાં આપણે શું લેવાદેવા ? આપણે તો ‘જાણું ખરું ને ? ‘જાણું” એ આપણે આપણા ધર્મમાં છીએ. પુદ્ગલનો ધર્મ હોય કે ના ય હોય. આપણે લેવાદેવા નથી. પુદ્ગલ ધર્મ જુદો, આત્મધર્મ જુદો. આત્મધર્મ એટલે નિરંતર ‘જાણ્યા’ કરવું, સંપૂર્ણ જાગૃતિ. એક પરમાણુ ઊડ્યું હોય તો ખબર પડે, એનું નામ આત્મા. પારકી પુદ્ગલ પીડામાં પડશો નહીં. પુદ્ગલ તો ઘડીમાં ઊંચું થાય, નીચું થાય. ‘જાણ્યા’ કરવું એ આપણો ધર્મ ને ઊંચા-નીચા થવું, મતભેદ થવો એ તો જુનો પરિચય, વધે તો ગમે અને ઘટે તો ના ગમે. એ ધર્મ ના રહેવો જોઈએ આપણો. એ પરિચય પહેલાંનો છે. એટલે આપણે કહી દેવાનું કે આમ નથી આપણું, આ આપણું હોય. એ પાડોશીનાં પરિણામ છે. દાદાએ ના કહ્યું, છતાં આપણું માનીએ તેને પછી દાદા શું કરે ?
એટલે આપણે સમભાવે નિકાલ આ રીતે કરવાનો છે. એટલે છૂટકો થઈ ગયો. પછી એ ખરાબ હોય, દુનિયા વગોવી નાખે એવું હોય તો ય પણ આપણને બાધક નથી, એને ‘જોઈએ” જ. ‘જોનાર’ને જોવાની વસ્તુ સાથે કોઈ સંબંધ હોતો નથી. જોવાની વસ્તુ ગમે એવી ખરાબ હોય તો ય મહીં ‘જોનારને, દ્રષ્ટાને કંઈ રાગે ય નથી થતો ને એ ય નથી થતો. ‘જોનારને કંઈ લેવા-દેવા નથી. મહીં ખરાબમાં ખરાબ આખું જગત નિંદા કરે એવાં ભાવ ઉત્પન્ન થયા હોય, ડિસ્ચાર્જમાં આવ્યા હોય તોય એને આપણે જોયા કરવાં. “ઓહોહો ! એવું કેવું ચંદુભાઈ ? તમને તો હું લાયક જાણતો’તો પણ તમે છો નાલાયક', એમ કહેવું જરા.
પ્રશ્નકર્તા : બરોબર છે. પણ ખરાબ ભાવ થાય તો ?
દાદાશ્રી : ખરાબ ભાવ થાય તો ય ‘જોયા” કરવાનું. ખરાબ વર્તન થાય તે , ‘જોયા કરો.
બોલતારતે “જાણે' તે છેલ્લે જ્ઞાત ! ‘ચંદુભાઈ” જ્યારે વાત કરતા હોય અને ‘તમે’ ‘જોયા’ કરો, એ ચંદુભાઈ શું બોલે છે, ત્યારે એ કરેક્ટ જ્ઞાન, છેલ્લું જ્ઞાન. એના પછી બે પગથિયાં રહ્યાં, તે તો એકદમ નાના છે. ચંદુભાઈ શું બોલી રહ્યા છે, એને પોતે ‘જાણે'. એટલું આવે તો બહુ થઈ ગયું.
ભગવાન કૃષ્ણ આવું કરતા હતા કે કૃષ્ણ શું કરે છે એ ‘જોયા કરે. મહાભારતમાં લડાઈ થઈ ત્યારે કહે છે, કૃષ્ણ ભગવાને છે તે જાતે કર્યું ? ત્યારે કહે, “ના, કૃષ્ણ ભગવાન ‘જોયા કરતા હતા કે કૃષ્ણ શું કરે છે !” આટલું જ “જોવાની’ જરૂર છે.
આને કહેવાય જ્ઞાતા-દ્રષ્ટા ! જ્ઞાતા-દ્રષ્ટાનો શો અર્થ છે, કે ઊંચામાં ઊંચો અર્થ પેલો છે કે પોતે અંદરખાને શું કરી રહ્યો છે ? મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું શું કરી રહ્યું છે, એ બધાને સર્વ રીતે જાણે અને જુએ બસ, બીજું કશું નહીં. અને તમારે કયા પદમાં આવવાનું છે ! કે ચંદુભાઈ હરતાં-ફરતાં દેખાય. ચંદુભાઈ ફરતાં હોય તે તમે પછી બેસીને જુઓ તો આ ચંદુભાઈ તે ઘડિએ દેખાય. કેવી રીતે ફર્યા તે તમારે ચંદુભાઈનું આખું શરીર દેખાવું જોઈએ. બહારનો ભાગ દેખાવો જોઈએ, અંદરનો ભાગ વાર લાગે. જ્યારે બહારનો ભાગ દેખાય જુદો, તે વીતરાગ થવા માંડે, પછી સંપૂર્ણ વીતરાગ થવાય.