________________
જ્ઞાતા-દ્રષ્ટા
૧૬૫
પ્રશ્નકર્તા : ના ગમે, દાદા.
દાદાશ્રી : હું. ફિલ્મમાં ઘડીકવારમાં લગ્ન આવે. ઘડીકમાં મારામાર થતી હોય, ઘડીકમાં હરણ કરી જતા હોય, ત્યારે જોવાની ગમેને ! આખી ફિલ્મમાં લગ્ન ચાલ્યા કરે તો ના ગમે ને ? એટલે બધી આ ફિલ્મ જોવાની છે. જરાય આનંદ ના જાય એ આપણું વિજ્ઞાન.
શક્તિ તો આખી જ છે મહીં, પણ અવ્યક્ત રૂપે રહેલી છે. કેમ અધૂરી રહે છે ? આપણને હજુ આ બધું ગમે છે. છતાં આ જ્ઞાન પછી ઘણું ખરું ઓછું થઈ ગયુંને ? જેમ જેમ ઓછું થશે તેમ તેમ શક્તિઓ વ્યક્ત થશે. ગમે છે એનો અર્થ તિરસ્કાર નથી કરવાનો એનો. પણ એની મહીં તન્મયાકાર થઈ જાય, ભૂલી જાય પોતે, પોતાની શક્તિ ભૂલી જાય અને આમાં તન્મયાકાર થઈ જાય એટલે એનો અર્થ ગમે છે કહેવાય. ખાઓ-પીઓ પણ તન્મયાકાર ના થાવ. જુઓ, સિનેમામાં જાવ છો તો કંઈ કોઈ સારી બઈ કે સારો ભઈ હોય, તો ભેટે છે એને ? અને કોઈ કોઈને મારતો હોય તો ત્યાં બૂમ પાડે છે કે એ કેમ મારું છું ? ‘ના મારીશ’ એવું કહે છે કંઈ ? મનમાં સમજે છે કે જોવાનું જ છે આ, બોલવાનું નથી.
કેટલા વર્ષ પહેલાં સિનેમા જોવા ગયેલા ? તે દહાડે જોયેલું ખરું ને પણ ? તે કંઈ બોલતા નહોતા ને કે કેમ મારું છું તે ? હું, જોવાનું જ છે ત્યાં આગળ ! એ ફિલ્મ એવું નથી કહેતી કે તમે અમને માથે લઈ જાવ જોડે. ફિલમ તો કહે છે કે જોઈને જાવ. પછી તમે ઊંધું કરો, તેનું ફિલમ શું કરે બિચારી ? પણ પોતે ગુંદર ચોપડીને જાય એટલે પછી શું થાય ? એ ગુંદર ધોઈને જવું પડે. પોતે ગુંદર ચોપડીને જાય એટલે જે
હોય તે અડે ને ચોંટે !
‘જોવા'થી થાય હિસાબ ચોખ્ખા !
પ્રશ્નકર્તા ઃ કંઈ ભૂલ થતી હોય ને ત્યારે ખબર પડે, આપણે અંદર વઢીએ પણ ખરા કે ચંદુભાઈ, આ તમે કરો છો એ સાચું નથી. તો ય પાછાં એક બાજુથી ચંદુભાઈ માને નહીં ને કરે જ.
દાદાશ્રી : એનો વાંધો નથી. કારણ કે ‘જોનાર’ શુદ્ધ છે. જેને ‘જુએ’
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
છે, એમાં શુદ્ધિ છે અને અશુદ્ધિ છે, પણ તેય સાપેક્ષ દ્રષ્ટિથી. બાકી, જોનારને માટે શુદ્ધિ-અશુદ્ધિ હોતી નથી. ‘જોનાર’ને તો બધું સરખું જ છે. આ બધું લોકોના મનમાં સારું-ખોટું છે. બાકી ભગવાનની દ્રષ્ટિએ સારુંખોટું છે નહીં. સમાજને સારું-ખોટું છે. ભગવાન તો કહે છે, ‘જોઈ’ ગયા એટલે છૂટા થઈ ગયા. એ ય છૂટા અને આ ય છૂટા. એટલે શું થયું ? અજ્ઞાને કરીને બાંધેલા હિસાબ એ ‘જોઈને’ કાઢો એટલે તમે છૂટા અને એ ય છૂટું. ‘જોયા’ વગર બાંધેલો હિસાબ, ‘જોઈને’ કાઢો એટલે છૂટા ! ત થાકે ફિલ્મ કે પ્રેક્ષક !
૧૬૬
આ બધું જે આવે છે ને, આ જ્ઞેય છે ને તમે જ્ઞાતા થશો, ત્યારે પૂર્ણાહુતિ થશે. આ જાણવાની વસ્તુઓ રહી હવે. મહીંથી જે વાવ્યું’તું ને તે ઊગે છે હવે. ઊગે છે ને એને ‘જોયા’ કરવું આપણે. અને જો તન્મયાકાર થઈ ગયા તો આ મોક્ષમાર્ગ જતો રહેશે. આ મોક્ષ તમારા હાથમાં આપેલો છે. હવે પ્રશ્ન ઊભો નહીં થાય. કમ્પ્લિટ સોલ્યુશન રહેશે. આ જે પ્રશ્ન ઊભા થાય છે. આ તો મહીંથી ઊગે છે. તેને તમે છે તે મહીં અંદર પ્રવેશ કરો છો. ઊગે છે તેમાં આપણે શું ? સામું ફીલ્મ દેખાય છે. ફીલ્મ એવું નથી કહેતી કે તમે મારી જોડે ભેગાં થઈ જાવ. આપણે ‘જોવાનું’ છે. પણ આ ‘જોશો’ એટલે છૂટી જશે. આપણે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી થયા. આખી જિંદગી દરેક કાર્યો ફિલ્મની પેઠ ‘જોવા’માં આવે તો કોઈ કાર્ય એને અડે નહીં. ફિલ્મને જોનારો અને ફિલ્મ બે જુદા હોય હંમેશાં કે એક જ હોય ?
પ્રશ્નકર્તા : જુદા હોય.
દાદાશ્રી : ફિલ્મમાં ઉતરેલો ફિલ્મ જોઈ શકે ? ના. ફિલ્મને જોનારો હોય તે ફિલ્મ જુએ. પણ જગત ફિલ્મમાં ઉતરેલું છે અને તમે ફિલ્મ જોનારા છો, એટલે ફિલ્મ જોઈએ કે ભઈ, આ જગત ચાલે છે એ ફિલ્મ દેખાય છે. આ બધી ફિલ્મ જ છેને બધી. એટલે વાત સમજવાની ટૂંકી ને ટચ છે. બીજું કશું ય છે નહીં ! ફિલ્મ અને ફિલ્મને જોનારો બન્નેને થાક ના લાગે. જોનારને થાક ના લાગેને ! ફિલ્મને થાક ના લાગે.