________________
જ્ઞાતા-દ્રષ્ટા
૧૬૩
થઈ ગયો ? થાંભલો મહીં ઝળક્યા કરે. તે ઝળકતો બંધ થઈ ગયો એટલે પેલો બૂમ પાડે કે મારા આત્મામાં આમ મહીં દેખાતું નથી હવે. ત્યારે કહે, ભઈ, વચ્ચે આ બસો જાય છે એટલે.
આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. એટલે આમ આ આંખોની પેઠ નથી જોતો,
આમ મહીં ઝળકે. જ્ઞાતા-દ્રષ્ટામાં તે કંઈ ક્રિયા કરવી પડે ? ઝળકે એટલે તો આ અરીસાને કશું મહેનત કરવી પડે ? અહીંથી આમ ગયો તે મહીં દેખાય. ત ખોળો ટ્રાફિક ક્લિયરન્સને !
પ્રશ્નકર્તા : તે બસો જતી બંધ કેવી રીતે કરવાની ?
દાદાશ્રી : બંધ નહીં કરવાની. એ તો જેટલી છે, ડીસાઈડડ થઈ છે એટલી જવા જ દેવાની. કશું બંધ કરવાની નહીં. બસો જતી વખતે આપણા લક્ષમાં રહે કે પેલી બાજુ છે જ. આ તો પહેલાનો હિસાબ છે. જે આ બસો જાય છે તે કાયદાના દરે જાય છે.
પ્રશ્નકર્તા : હું તો એ શોધું છું કે બસો કેવી રીતે બંધ કરવી મારે ? દાદાશ્રી : ના, એ બંધ નહીં કરવાની. બંધ કરવા જઈએ તો કોણ બંધ કરે એ ? આપણે તો શુદ્ધાત્મા થયા.
પ્રશ્નકર્તા : પણ એ ગમતું નથી પાછું અંદર કે આ બસો જઈ રહી છે. એમ થાય છે કે આ બસો ચાલી હવે, બંધ કરો.
દાદાશ્રી : હા. એ ના ગમે એ ચંદુભાઈને નથી ગમતું. તમને તો ગમે જ છે ને ! એટલે ચંદુભાઈને કહેવું કે આ બધો હિસાબ છે. માટે ગભરાશો નહીં. બસો બધી કેવી કેવી આવે છે, નહીં ?
પ્રશ્નકર્તા : ભારે.
દાદાશ્રી : એમ ? હવે અમારે બસો ના આવે. અમારે તો બધું આવી ગયું, થઈ રહ્યું. એ ડીઝાઈન પૂરી થઈ ગયેલી. હવે પૂરણ કરેલું તે ગલન થાય છે. તે વહેલું થાય તો સારું એમ ઉકેલ આવી જાય એવી
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ભાવના હોવી જોઈએ. તમે કહો છો, બંધ કેવી રીતે કરવી ? બંધ કર્યા પછી બગડી જાય બધું.
પ્રશ્નકર્તા : ના. એ ચંદુભાઈને જ આવે છે, પણ આ ઉકેલ આવવો જોઈએ. ઉકેલાઈ જાય તો પછી શાંતિ થઈ જાય.
૧૬૪
દાદાશ્રી : એક વખત એવો આવી જશે, ખરેખરો આવી જશે. બસ જશે એટલે પાછું દેખાઈ જશે. ત્યાં સુધી પ્રતીતિમાં રહે. જ્યારે દેખાય ત્યારે લક્ષમાં આવે. જ્યારે ફાઈલ આવે, બસ જતી હોય વચ્ચે ત્યારે પ્રતીતિમાં રહે કે છે જ !
આખી ફિલ્મ લગ્નતી જ ગમે ?
પ્રશ્નકર્તા : જોવા ને જાણવામાં સંઘર્ષ બહુ ચાલે છે. એટલે જે જે સંયોગો ભેગા થાય એમાં તણાઈ જવાય છે.
દાદાશ્રી : એ તણાઈ જાય તો કોણ તણાઈ જાય ? તમે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા શી રીતે તણાય ? ચંદુભાઈ નામનું પુદ્ગલ તણાય.
પ્રશ્નકર્તા : એ જોવા-જાણવામાં સ્થિરતા રહેવી જોઈએ ને ?
દાદાશ્રી : ના, એ સ્થિરતા રહે નહીં. સ્થિરતા રહે તો ઊલટી ઉપાધિ થઈ પડે. આ સિનેમાની ફિલ્મ સ્થિર થઈ જાય તો શું ‘જોવાનું’ પછી ? એ તો ચાલુ જ રહેવી જોઈએ.
પ્રશ્નકર્તા ઃ નહીં, એ તો ચાલુ રહે, પણ આપણે એની સાથે ચાલુ ન થઈ જઈએ અને આપણે સ્થિર રહીએ એ જ.
દાદાશ્રી : નહીં, આપણે ‘જોયા’ કરીએ. ‘જોનાર’ તો હંમેશાં સ્થિર જ હોય. ‘જોનાર’ તણાય નહીં હંમેશાં ય. ‘જોતાં’ નથી આપણે એટલે એની મહીં ઊંધો અભ્યાસ થઈ જાય. જ્ઞાયકભાવમાં રહ્યા એટલે પછી કોઈ દહાડો તણાય નહીં અને લાગણીવશ થયો કે તણાયો. લાગણીવશ થાય એટલે સિનેમામાં ય તણાઈ જાય લોકો. રડે છે હું કે ! અરે પણ જોવાનું'તું ત્યાં રડું છું શું કરવા ? જોવાનું હોય ત્યાં રડે મૂઓ ! રડે ખરો ?! અને ફિલ્મ તો એક જ પ્રકારની હોય તો જોવાની ગમે ?