________________
શાતા-દ્રષ્ટા
૧૬૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ભલેને દેહ હોય પણ છતાં નિર્વાણ છે, કહે છે. પ્રશ્નકર્તા : દાદા, અખંડ થવું બહુ અઘરું છે.
દાદાશ્રી : અરે, ખંડ થયું તેને અખંડ થતાં વાર ના લાગે. ખંડ જેને થયું, તેણે અખંડ થવાની ભાંજગડ નહીં કરવાની. એ અખંડ થવા માટે જ ખંડ થયું છે.
પ્રશ્નકર્તા : દાદા, આમાં એવું થાય છે કે પ્રવૃત્તિ કરતાં હોય તો શરૂ કરતાં પહેલાં એ ધ્યાન રહે. પછી પ્રવૃત્તિમાં પડ્યા એટલે ભૂલી જાય અડધો કલાક. પ્રવૃત્તિ પૂરી થાય એટલે પછી પ્રતીતિ થાય.
દાદાશ્રી : એવું છે ને, આ શેના જેવું છે ? તમને સમજાવું કે આપણે અહીં આગળ એક જગ્યાએ આ કોઠીનાં ઢાળ ઉપર, ચાર રસ્તા ઉપર એક મોટી ખુરશી નાખીને બધાં બેઠાં ત્યાં આગળ. તે આપણે સામી બાજુ જોવું હોય તો બસ આવે તો પેલું દેખાય ? એટલે બસો આય-જાય કરે ત્યાં સુધી પેલું અખંડ ના દેખાય. અરે, બસો આવતી-જતી બંધ થઈ જશે. રાત પડી એટલે એની મેળે જ બસો બંધ થઈ જવાની, હડહડાટ.
પ્રશ્નકર્તા : દાદા, બાળપોથીનો દાખલો એકદમ કેમનો બધાને આપી દીધો ?
- દાદાશ્રી : હા, પણ શું થાય ? કામ લાગી જાયને ! એને ભય લાગે છે કે હવે આ અખંડ ક્યારે થાય ! નથી ભય રાખવા જેવું. તે આ બધી બસો બંધ થઈ જશે એટલે આખું જ રહે, અખંડ જ. તારું જ્ઞાન તો અખંડ જ છે. આ બસો વાંધો ઊઠાવે છે અને બસોનો સંયોગ છે. તે સંયોગ પાછાં વિયોગી સ્વભાવના છે. એ ઝપાટાબંધ જતાં રહેશે. હવે તું નવા સંયોગો ઊભાં કરતો નથી.
પ્રશ્નકર્તા : દાદા, દસ દહાડા બેસવું પડે આ બધું સમજવા માટે, તો આપે એક લીટીમાં સમજાવ્યું કે વચ્ચે બસો જ દોડે. આનાં ઉપરથી તો અમારે અનુભવ લેવા જેવો કે હવે શું કરવા ખોટું માથું ફોડ્યા કરીએ ?
દાદાશ્રી : બળ્યું, આ તમારો મોક્ષ જ છે. આ તો બસો આય-જાય
કરતી હોય, તેમાં બસોવાળાને કશું ના કહેવાય આપણાથી ? આપણે મોક્ષને લઈને બોલાય નહીં. તે બે માળવાળી યે આવે, એક માળવાળી યે આવે. અને હાથી જતો હોય તો ના દેખાય પાછું. પણ હવે એ સંયોગો છે. એટલે જેટલાં છે એટલાં આવીને જતાં રહે છે અને પછી એ અખંડ જ રહેશે. છે જ અખંડ. એટલે અખંડ નથી રહેતું, પણ કેટલાંકને દાદા તો અખંડ રહે છે ને ?
એટલે આમ સમજણ પડી જાયને, અખંડ ! જુઓને, કેટલો ગૂંચારો હતો કે આ ખંડિત થયું, હવે અખંડ ક્યારે થશે ? તે કોની બાધા રાખવી હવે ? અખંડ જ છે આ. તમને સમજાઈ ગયું અખંડ હવે ? અઘરું લાગતું'તું અને બહુ અઘરું, ઓહોહો ! આનો ક્યારે પાર આવશે ને ક્યારે એ થશે ! આવી ગયેલો પાર ! એના અભ્યાસની જરૂર છે અહીં. આ અક્રમ વિજ્ઞાન છે તે એટલે ટચમાં આવવાની જરૂર. એક ફેરો મળે છે. તેની જાગૃતિ જતી નથી આ. એક ફેરો મને ભેગો થયો ને જ્ઞાન લીધું હોય તો એની જાગૃતિ જતી નથી.
હવે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે જ ચારિત્ર. પણ એ તમારાથી રહેવાય નહીં. કારણ કે તમારે તો હજારો લફરાં. વચ્ચે બસો આય-જાય કર્યા કરતી હોય, એમાં શી રીતે જ્ઞાતા-દ્રષ્ટા રહો ?! તમે કહો કે આ બસોને લીધે નથી દેખાતું કશું, છે ખરું પણ દેખાતું નથી બસોને લીધે. ત્યારે હું કહું કે ‘બસો તમારી ગોઠવણી છે કે બીજા કોઈની ?” ત્યારે કહે, “હા, એ તો મારી જ ગોઠવેલી.” મેં કહ્યું, ‘બે માળની હઉ ગોઠવેલી ?” ત્યારે કહે, ‘હા. બે માળની હઉ ગોઠવેલી.” તમે જ આ ગોઠવેલી બાજી. મારી બસો બધી બંધ થઈ ગઈ હોય ને તમારી તો ચાલુ જ છે ને !
પ્રશ્નકર્તા : પેલી બસનો ટ્રાફિક આવે એટલે દેખાતું બંધ થઈ જાય, તો હવે જોવાનું શું ?
દાદાશ્રી : શેય દેખાય. આ આત્મા અરીસા જેવો છે. અરીસાની જગ્યાએ આત્મા મૂકો, તો અરીસામાં છે તે જ પેલું સામે હતી જે વસ્તુ. સામો આમ શણગાર કરેલો થાંભલો હતો. તે અરીસામાં દેખાતો કેમ બંધ