________________
જ્ઞાતા-દ્રષ્ટા
૧૫૯
૧૬૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
વિચાર એ તો મનમાંથી ઉદ્ભવ થાય, તે પછી ના ગમે તે પાછું છેટા રહીએ અને ગમે તો ભેગા થઈએ. ના ગમતામાં તન્મયાકાર ના થાય, ના ગમતામાં છેટો રહે એટલે ના ગમતામાં જ્ઞાતા-દ્રા થયા. હવે ગમતામાં જ્ઞાતા-દ્રષ્ટાનું જ્ઞાન આપેલું હોય જ એટલે ફરી ફાઈલ ‘જોઈ’ પછી ચોખ્ખું થઈ જાય. જોવાના પ્રયોગથી જ થાય, બીજો કોઈ ઉપાય નહીં. જોતા ના ફાવે તો બીજો પ્રયોગ ગોઠવી દેવો. ચરણવિધિ બોલવી, પછી વાંચવી.
જે માલ ભર્યો હોય, તેના ઉદય વખતે આપણે ધ્યાન આપીએ નહીં તે માલ યુઝલેસ-નકામો જ જાય. પછી ધ્યાન ના આપીએ બહુ, તો એની મેળે જતો રહે નકામો, છોને પછી કચરો ભર્યો હોય. ધ્યાન આપીએ. તન્મયાકાર થઈએ ત્યારે વિકલ્પ કહેવાય. એટલે એ ‘જોયા’ કરીએ અગર તો બીજું કામ કરીએ મહીં તો પેલો નકામો થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે બેઉ રસ્તા છે ને ? કાં તો એમાં ધ્યાન ના આપીએ અને વિધિમાં કે એમાં કશામાં પેસી જઈએ અથવા તો એની સામે જ્ઞાતા રહીએ.
દાદાશ્રી : જ્ઞાતા રહેવું અને ના રહેવાય તો પેલી રીતે. પ્રશ્નકર્તા : એટલે બેઉ રીતે પેલી ગાંઠો ઓગળે.
દાદાશ્રી : હા, અને જ્યારે મરી જવાનો વિચાર આવે છે તે ત્યાં આગળ તન્મયાકાર થતાં નથી. થાય કશું નહીં પણ એ સમજે છે કે અહીં આગળ નુકસાનકારક છે, માટે ત્યાં છેટો રહે છે. આ તો આને ટેસ્ટ પડે છે, ત્યાં તન્મયાકાર થઈ જાય છે.
પ્રશ્નકર્તા : એ ટેસ્ટવાળું જોખમી સમજાય તો પછી ત્યાં ચેતે ને?
પ્રશ્નકર્તા : આમાં પેલો વિચાર જે આવે છે, એમાં બે વસ્તુ કીધી. એક તો એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું અને બીજું એનાં પ્રત્યે ધ્યાન ન આપવું. તો એ બેઉ પ્રક્રિયામાં કહ્યું કે વિચાર ખરી પડે તો પછી બેઉમાં ફેર કયા ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહે તેમાં વધારે ફાયદો થાય. પેલો ઓછો ફાયદો થાય.
પ્રશ્નકર્તા : ફાયદો એટલે ? વધારે ફાયદો એટલે ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા એ રિયલ પુરુષાર્થ કહેવાય. એની તોલે કંઈ જ ન આવી શકે !
પ્રશ્નકર્તા : પણ તો આ બેમાં ફેર શું છે આમ ? એટલે બીજે ધ્યાન આપે એ શું કહેવાય અને જ્ઞાતા-દ્રષ્ટા રહે એ શું કહેવાય ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા જો ના રહેવાતું હોય તો બીજે ધ્યાન રાખ. નવકાર મંત્ર વાંચે, બીજું કંઈ વિધિ બોલે.
બસોતો ટ્રાફિક ચૂકાવે ‘જોવાતું ! પ્રશ્નકર્તા : જે પણ કંઈ મારું ડિસ્ચાર્જ આવે છે, એને હું ખાલી ‘જોયા’ કરું છું, બીજું કશું કરતો નથી. આ બરાબર છે ?
દાદાશ્રી : હં. બરાબર છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન એકધારું કેમ રહેતું નથી ? ઉતરી જાય છે પાછું, પાછું ચઢે એવું કેમ ?
દાદાશ્રી : ના ઉતરે. એકવાર ચઢ્યા પછી ઉતરે નહીં. જ્ઞાન તો જ્ઞાન જ રહેવાનું. એકવાર જો આંધળો થઈ ગયો તો પછી દેખાતું બંધ થઈ જાય. આ તો પણ ફરી દેખાય છે ને ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : મનમાં વિચાર આવે અને એમાં ધ્યાન ના આપીએ તો એ ખાલી થયું કહેવાય કે પછી ઇફેક્ટ આપીને જાય બીજું કંઈ ?
દાદાશ્રી : હં. ખાલી થઈ જાય.
‘કેવળ નિજસ્વભાવનું. અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.’ – શ્રીમદ્ રાજચંદ્ર