________________
જ્ઞાતા-દ્રષ્ટા
૧૫૭
દાદાશ્રી : ત્યારે ના કહેવાય ?
પ્રશ્નકર્તા ઃ અને એ ભૂલનું પરિણામ શું આવે ?
દાદાશ્રી : તારે જેટલી ફાઈલો હોય, એમાં સહીઓ કરવાની છે. તે આમ ફાઈલો બે-ચાર ભેગી ગઈ હોય, તો ત્રણ રહી ગઈને ? એનો કકળાટ શો ? નેવું હતી, તેમાં સાઈઠ તો થઈ ગઈ. બાકી રહી એ ફરી આવે.
પ્રશ્નકર્તા : કલાક પછી ખબર પડી કે આ તો જોવા-જાણવાનું રહી ગયું, તો એ પાછું જોઈ લે-જાણી લે, તો છૂટી જાય ને ?
દાદાશ્રી : છૂટી જાય.
પ્રશ્નકર્તા : એટલે આવતો ભવ આવે એવો કોઈ નિયમ ખરો ? દાદાશ્રી : એ તો કેટલાંક આવતે ભવ જતા રહે.
પ્રશ્નકર્તા : કોઈ પણ સંયોગ જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા વગર ચાલ્યો જાય, તો આપણે ફરીથી એને ગમે ત્યારે ભોગવવો પડશે ?
દાદાશ્રી : તે પાછું ફરી ‘જોવું’ પડે.
પ્રશ્નકર્તા ઃ ફરીથી એક કલાક પછી યાદ આવે અને એનું પ્રતિક્રમણ કરે તો ?
દાદાશ્રી : યાદ આવે તો ય ફાયદો થાય જ ને ! એ પછી મોળું થઈ જાય. એની એ વસ્તુ હોય તો પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય.
પ્રશ્નકર્તા : એ નિકાલ પછી આ જન્મમાં જ થઈ જાય કે પાછું બીજા જન્મમાં નિકાલ બાકી રહે ?
દાદાશ્રી : જેટલો ફાઈલોનો સમભાવે નિકાલ કરે, એમાં ઘણીખરી આ જન્મમાં જ નિકાલ થઈ જાય. કોઈ ફાઈલ બાકી રહે, એ તો બીજા જન્મમાં ય આવે. પણ પુરુષાર્થ ધર્મ છે ને ! એટલે બધી બાબતમાં બન્ને છૂટ છે.
૧૫૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ત્યાં બાકી રહી જાય નિકાલ !
ના જોયું ને ના જાણ્યું, એટલે એ ડિસ્ચાર્જ ભાવ ફરી પાછો નિકાલ કરવા આવશે, પણ છે ડિસ્ચાર્જ ભાવ.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી ઉપયોગ ના રહે, તો પાછું ફરી એ ડિસ્ચાર્જ આવે ?
દાદાશ્રી : હા, સહી ના થાય એટલે સહી કરવા માટે ફરી કાગળ આવે, એટલી ખોટ.
પ્રશ્નકર્તા : તો એ ખોટ પાછી બીજી વાર પૂરી થઈ જાય કે પાછી ? દાદાશ્રી : પૂરી થાય જ ને ! બીજું શું થાય, ધંધો શો છે ! અત્યારે તો ઉતાવળને લઈને કાગળ બહુ અને ટાઈમ થોડો, તે થોડા ઘણા રહી જાય કાગળ. એટલે તે ફરી વાર કે ટાઈમ વધારે હોય ને કાગળોનું કામ ઓછું થઈ ગયું હોય. ત્યારે પૂરો નિકાલ થઈ જાય. એ જો નિકાલી સમજે તો એને વાંધો નથી. અને નહીં તો એને ફરી ફરી નિકાલ કરવો પડશે. એમાં ચાલે નહીં ને ! જ્યાં સુધી ફાઈલ ઉપર ‘ચોખ્ખું છે’ એવી સહી નહીં થાય ત્યાં સુધી ફરી ફરી ફાઈલ આવ્યા જ કરશે. એ પુદ્ગલ ચોખ્ખું થયું, એ પછી નહીં આવે !
જાગૃતિ ચઢે, ધ્યાન ડાયવર્ટ કરતાં !
પ્રશ્નકર્તા ઃ ફાઈલ એટલે કોઈ વ્યક્તિગત હોય તેવું ? દાદાશ્રી : ગમે તે હોય.
પ્રશ્નકર્તા ઃ તે વિચારો પણ ફાઈલરૂપે જ ગણાય છે ને ! ફાઈલરૂપે વિચારો હોય તેનું પ્રતિક્રમણ કરવું સારું કે એને ‘જોવી’ પડે ?
દાદાશ્રી : એ વિચારો જ્યારે આવે તે ‘જુએ’ જ. ‘જુએ’ એટલે ચોખ્ખા થઈને ગયા. નથી ગમતા એ ખબર પડે છે ને ? ગમતાં હોય તોય
‘જોવાના’. ગમતાવાળા નહીં કરવાનું, એનું નામ જોવાનું’.