________________
જ્ઞાતા-દ્રવ્ય
૧૬૯
૧૭૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એવું દેખાય એ જ્ઞાતા-દ્રષ્ટાપણું, એટલે આત્મા જુદો છે. એની બહુ લાલચ રાખવી નહીં. એ તો બહુ મોટું પદ કહેવાય. આપણે તો આ જેટલું આપ્યું છે, એટલું દ્રઢ થઈ જાય તો બહુ થઈ ગયું. લિમિટ બાંધવા જઈએ તો આય રહી જાય ને તેય રહી જાય.
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે ચંદુભાઈ જુદા દેખાય, હરતાં-ફરતાં, આટલું જુદાપણું હોવું જોઈએ, પણ એમાં દ્રષ્ટા તો ચંદુભાઈની અંદર જ હોયને !
દાદાશ્રી : ત્યારે જ જોવાનું ને ! ચંદુભાઈની અંદર હોય છતાં એને દેખાય જુદા. એ પણ છેલ્લું પદ છે, એ તમારે તો આ મેં કહ્યું છે એટલું જ આવે તો બહુ થઈ ગયું. એ સ્ટેશને ગયા તો બીજા બધા સ્ટેશન ભેગા થઈ જશે.
હવે બહારનો ભાગ એટલે શું ? કે છોકરો જતો હોય આમ અને છોકરાના ગજવામાંથી પૈસા પડે, પડતા હોય તો પાછળ આપણે પહેલાં શું કરતા હતા, કકળાટ કરી મેલીએ, કૂદાકૂદ કરી મેલીએ, ‘ઊભો રહે, પૈસા પડે છે, ઊભો રહે.’ હાલી જાય મહીં બધું. કારણ કે જીવતો હતો. ચંદુભાઈ તરીકે જીવતો હતો. એટલે એવું થાય ને પછી આ જ્ઞાતા-દ્રષ્ટા થયો એટલે પછી પૈસા પડે કે જે કંઈ થવાનું હોય, તે આપણે ચેતવણી અપાય, કે ‘એ ભાઈ, તારા ગજવામાંથી પૈસા પડે છે.” પછી એમાં આપણે આઘાપાછા ના થઈએ કશું. એ તો ચેતવણી ના આપીએ તો ય વાંધો નથી. જાણે જીવતા હોઈએ એવું ખબર ના પડવી જોઈએ.
હજુ આ દ્રષ્ટિ ઊંચી જતી જશે. જીવતા હોય આજે તો મહીં કકળાટ કરી મેલે, હવે તો જે ભૂલ થવાની હોય કે નુકસાન જવાનું હોય તો થાય, આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. મરી ગયા હોય તો પછી શું કરીએ ? પછી ભૂલો થાય તો ? એ બધું આવી રીતે એના જેવું ! છોડીના હાથે ગ્લાસવેર બધા તૂટી ગયા, તો આપણે જોનાર ને જાણનાર. બસ ! અક્ષરેય બોલવું નહીં, જાણે જીવતા ના હોઈએ એવી રીતે રહેવું.
પ્રશ્નકર્તા : દાદા, તમે તો બહુ ટૂંક સમયમાં કૃપાળુદેવની છેલ્લી દશા આપી દીધી !
દાદાશ્રી : હા, તો કલ્યાણ થઈ જાયને, એ સારું. છેલ્લે જ્ઞાતા-દ્રષ્ટા તો, ચંદુભાઈ આવતા-જતા હોય તો તમને આમ દેખાય કે ઓહોહો, આવો ચંદુભાઈ, એવું બધું વાત કરતા હોય તો ય તમને જુદા દેખાય. ચંદુભાઈ દાદાજીના પગે તેલ ઘસતા હોય તે તમને દેખાય. અને ‘તમે” કહો કે “ચંદુભાઈએ બહુ સારું ઘસ્યું’ એ છેલ્લું !
પ્રશ્નકર્તા: આમ આકૃતિ જુદી દેખાય કે આમ સમજણથી જુદું દેખાય ?
દાદાશ્રી : પહેલાં સમજણથી જુદું દેખાય પછી ધીમે ધીમે આકૃતિથી દેખાય. હરતાં-ફરતાં જેમ આ બીજા કોઈ જતા હોય એવાં દેખાય. આ ભાઈ આવતાં-જતાં દેખાય છે એ સમજથી દેખાય છે ?
પ્રશ્નકર્તા : ના, આકૃતિથી.