________________
આપ્તવાણી-૧૧
મહેનત કરાવે છે અને ચિંતાનો પાર નહીં.
બધા માર્ગે છે તે ઉપાય જ કરાવ કરાવ કરે, એ પોતે ઉપાયમાં ને બીજાની પાસે ઉપાય કરાવડાવે. છતાં ય એ કુદરતી હિસાબ જ આવો છે અને એ થઈ રહ્યું છે, એ ગણ્યું નથી. બહાર જે બધે થઈ રહ્યું છે એ કુદરત કરે છે. ને પેલા લોકો કહે છે, ‘અમે કરીએ છીએ’, એટલું જ. અને તમને અહીં કુદરત જ તેડી લાવી છે.
૧૫૭
આવો વૈભવ તો ના જ મળેને ? ચિંતા વગરનો દહાડો કોઈને જાય નહીં. આખી દુનિયામાં કોઈ એવો સાધુ-સંન્યાસી નથી કે જેને ચિંતા વગરનો દહાડો ગયો હોય અને ભય, ભય ને ભય ! ‘આમ થઈ જશે,
ને તેમ થઈ જશે !' ને તમને ભય રહે છે ?
પ્રશ્નકર્તા : જરાય નહીં. સ્વરૂપનું ભાન થાય નહીં ત્યાં સુધી નિર્ભય કેવી રીતે થવાય ?
દાદાશ્રી : હા. એટલે બધું એ ઉપાય ભાવમાં છે અને સ્વરૂપની પ્રાપ્તિ ખોળે છે અને સ્વરૂપ પ્રાપ્તિ કરવાનો ઉપાય કરે છે. એટલે ત્યાં સુધી નિર્ભય થાય નહીં.
તથી આ જ્ઞાત, પણ છે વિજ્ઞાત !
આપણું તો આ તો વૈજ્ઞાનિક છે. આ જ્ઞાન નથી, વિજ્ઞાન છે. એટલે તરત ફળ આપે. અને આપણે કરવું ના પડે કશું. એની મેળે જ્ઞાન જ કામ કર્યા કરે. જ્યાં આગળ જરૂર હોય ત્યાં તે વખતે હાજર થઈ જાય. એટલે આ જ્ઞાન જ કામ કરે છે ને ! અને પેલા જ્ઞાનમાં છે તે પોતાને કામ કરવું પડે. આ વિજ્ઞાન એની મેળે હાજર થાય અને જ્ઞાન છે તે પોતાને કરવું પડે. તેથી બધાં કહે છે ને, ‘કરવું હોય તો પણ થતું નથી. જાણીએ છીએ બધું, પણ થતું નથી.’
પ્રશ્નકર્તા : જ્ઞાનમાં કરવું પડે એટલે કઈ રીતે ? આ ક્રિયાઓ કરી કરી ને ?
દાદાશ્રી : હા, જેટલું જાણ્યું એટલું કરવું પડે. આરંભ-પરિગ્રહ
આપ્તવાણી-૧૧
છોડવાની વાતો કરે, તે આરંભ-પરિગ્રહ છોડવા પડે. પણ છૂટે નહીં. શી રીતે છૂટે ? પોતે કર્તા છે જ નહીં. પણ એ તો પોતાનું કર્તાપણું માને છે. એટલે કર્તાપણું ચલાવી લેવાય ક્યારે ? મનમાં હોય, એવું વાણીમાં બોલે, ને એવું વર્તનમાં આવે, તો કર્તાપણું ચલાવી લેવાય. આ ભવમાં કશો ફાયદો ન થાય, પણ આવતાં ભવમાં ફાયદો કરે. પણ આ કાળમાં તો મનમાં જુદું, વાણીમાં જુદું, ને વર્તનમાં ય જુદું જ થઈ ગયું છે ને ? હવે કશું રહ્યું જ નથી ને ! તેથી ક્રમિક માર્ગ ફળ આપતો નથી.
‘અહીં” સંયોગથી આત્મા જ જુદો !
૧૫૮
આત્માની ક્રિયા હોય તો સ્વભાવિક ભાવ અને વિભાવિક ભાવ ! વિભાવિક ભાવથી આ જગત ઊભું થયું છે. સંયોગોનું દબાણ થયું એટલે વિભાવિક દશા થઈ. અને સંયોગોનું દબાણ ઓછું થયું એટલે પરિગ્રહ ઓછો થતા થતા છેલ્લે સંયોગોનું દબાણ ઓછું કરવાનું, એ ક્રમિક માર્ગ ! જ્યારે આપણે અહીં ‘અક્રમ’માં આત્મા અને સંયોગો જુદા જ પાડી દઈએ છીએ. આખુ સમસરણ માર્ગનું આવરણ ઉડાડી મેલીએ છીએ. આવરણ સમસરણ માર્ગનું !
બે જાતના આવરણ : એક ક્રિયાના આવરણ છે. અને બીજું સમસરણ માર્ગનું આવરણ છે. આખું જગત સાયન્સ છે. પરમાત્મા છે અને સાયન્સ છે.
સમસરણ માર્ગનું આવરણ એટલે શું કહેવા માગીએ છીએ, કે અગિયારમા માઈલમાં આવરણ જુદી જાતનું આવરણ હોય, સાડા અગિયારમા માઈલમાં જુદી જાતનું આવરણ હોય. સમસરણ માર્ગ આખો છે, એમાં ફર્સ્ટ માઈલમાં આવરણ જુદી જાતનું. તેનાં ફર્લીંગે-ફર્લીંગે, અરે, પગલે-પગલે આવરણ જુદી જાતના હોય. એ બધી જ જુદી જુદી શ્રેણી. ગયા અવતારે જે જોયેલું તે જ્ઞાન અને તે મન સ્વરૂપે હાજર છે. અને આજે નવું આ જ્ઞાન જુદું જોઈએ છીએ. એટલે પાછલું જ્ઞાન એને આજ મુંઝવે છે. આજનું જ્ઞાન એને એડજસ્ટ થઈ શકતું નથી.