________________
૧૫૫
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : એ વ્યવસ્થિતને માનતો જ નથી, અહંકાર છે એટલે કર્તાપદ, એ કર્તાપદને માને છે ને !
પ્રશ્નકર્તા : હા, પણ કર્તાપદથી તો શુદ્ધ થાય એવું નથી ને ? દાદાશ્રી : ના, પણ કર્તાપદ એટલે બહુ મુશ્કેલી. પ્રશ્નકર્તા : એટલે જ આ મોડું થતું હશે.
દાદાશ્રી : તેથી જ મોડું થાય ને ! કર્તાપદ તો, જેમ જેમ એને થાય કે આ ખરેખર કર્તા નથી, એટલો ભાગ છૂટે. ને જેટલો કર્તા છું એટલો ભાગ આગળ રહ્યો હજુ. પોતાને સમજાવું જોઈએ કે કર્તા નથી એટલો ભાગ છૂટે અને પાછો ‘આટલો હું તો કર્તા, હું ના કરું તો શી રીતે ચાલે ?’ કહેશે.
પ્રશ્નકર્તા : આખરે તો એને વ્યવસ્થિત સમજાય ત્યારે છૂટે ને ? દાદાશ્રી : વ્યવસ્થિત સમજાય જ એવું નથી.
પ્રશ્નકર્તા : પણ છેવટે શુદ્ધ થાય ત્યારે સમજે તો છૂટો થાય ? દાદાશ્રી : ના, તો ય ના સમજાય એને.
પ્રશ્નકર્તા : ત્યારે કેવી રીતે છૂટતાં હશે ?
દાદાશ્રી : એ સીધું આ શુદ્ધાત્મા જોઈન્ટ થઈ જાય, એક જ થઈ જાય. પછી બધું સમજે પણ પછી શું કામનું ? ‘પૈણ્યા’ પછી બધું સમજે ! પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગે તો ભેદ પાડીને ચાલવાનું છે, તો એ અભેદતામાં કેવી રીતે જાય ?
દાદાશ્રી : જાય છેને પણ, રસ્તો છે ! ગયા છે પણ !
આ જ્ઞાન એટલે દશા થયેલી હોય તેને, બીજા કોઈથી ના બોલાય. આ જૈન પારિભાષિક શબ્દો શું છે ? એ છેલ્લી દશાવાળા જ બોલી શકે. ક્રમિક માર્ગના જ્ઞાની પુરુષો ય ના બોલી શકે. કારણ કે જ્યાં સુધી સાઠ
આપ્તવાણી-૧૧
૧૫૬
ટકાના જ્ઞાની હોય તો ચાળીસ ટકા અહંકાર ખુલ્લો હોય, ચાળીસ ટકા બાકી રહ્યું તેનો અહંકાર હોય. તે ત્યાં સુધી વ્યવસ્થિત ના બોલાય. અહંકાર ડખો કર્યા વગર રહે નહીં. ‘મારે કરવાનું રહ્યું’, એવું કહે. એમને કરવાનું રહ્યું ને ‘અહીં’ કરવાનું ના હોય કશું. ‘વ્યવસ્થિત' તો અહંકાર ખલાસ થઈ જાય પછી વ્યવસ્થિત બોલાય. એટલે આ બધાને આપણે અહંકાર બંધ કર્યા પછી વ્યવસ્થિત આપીએ છીએ.
ક્રમિક માર્ગમાં પુરુષ તરીકે કર્તા થાય નહીં, અને આપણું જ્ઞાન તો બધા પુરુષ તરીકે કર્તા થયેલા. પ્રકૃતિ જુદી અને પુરુષ જુદો, પુરુષ તરીકે કર્તા થયા. જ્યારે પેલામાં પુરુષ થાય નહીંને ! એ તો ઠેઠ પુરું થાય ત્યારે પુરુષ થાય.
ઉપેય પ્રાપ્ત ત્યાં ઉપાય બીતજરૂરી !
કરવાપણાથી મોક્ષ નથી, જ્યાં કરવાપણું નથી, ત્યાં મોક્ષ છે. જગત ઉપાય કર કર કરે છે. એ ઉપાય કરવાપણું રહ્યું છે. અને આ અક્રમમાં ઉપય છે. ઉપેયમાં આવ્યા પછી કોણ પાછો કરે ? દેહના કટકા થઈ જાય તો ય પણ દેહ જુદો ને આત્મા જુદો, પછી ભાંજગડ જ ક્યાં રહી ?
પ્રશ્નકર્તા : ઉપાય અને ઉપેય, એ જરા વિગતવાર સમજાવોને. દાદાશ્રી : આપણે અહીં ઉપાય કરવાની જરૂર જ નથી. અહીં ઉપેય જ પ્રાપ્ત થઈ ગયો. ઉપાય કરવાના રહ્યા નથી.
ઉપાયમાં કર્તાપદ હોય. આપણે અહીં કર્તાપદ જ ઉડી ગયું. એટલે ઉપેય થઈ ગયું. કંઈ કરવાનું રહ્યું નહીં એનું નામ ઉપેય. ફક્ત ‘જાણવા’નું ને ‘જોવા’નું રહ્યું ! ખાલી વાતને સમજવાની રહી. એટલે ઉપાય જ્યાં આગળ કરે છેને, જ્યાં આગળ કંઈ પણ કર્તાપણું છે ને, એ બધાં દળેલાં લોટને ફરી દળાવડાવે છે. પણ આખો રિલેટીવ માર્ગ જ એવો છે, આખો જે ક્રમિક માર્ગ છે, એ દળેલા લોટને ફરી દળાય દળાય કરે છે. તે ઊલટું લોટમાંથી સત્વ હોય તે ય ઉડી જાય. છતાં મોક્ષ ભણી જતા નથી.