________________
આપ્તવાણી-૧૧
૧૩૧
ઈંગ્લેન્ડથી અમારે આફ્રિકા જવાનું હતું. ઈસ્ટ આફ્રિકા, તેની બધી ટિકિટોબિકિટો બધી તૈયાર અને કાલે જવાનું હતું અને આજ ખબર આવી કે ત્યાં તો બધું લશ્કર ફરી વળ્યું છે અને પ્લેન અહીંથી પાછા ત્યાં ઉતારવા દેતા નથી અને પ્લેન ઠેઠ દક્ષિણ આફ્રિકામાં લઈ જાય છે સીધાં. મેં કહ્યું, ‘આપણે ત્યાં ક્યાં ફસાઈ જઈએ. આ જાણ્યા પછી હવે જવું નથી’ એટલે
ટિકિટો-બિકિટો એકદમ કેન્સલ કરાવી પછી. અને અહીંની કેન્સલ કરાવીને પછી ફર્યું આવું, બધા સંજોગો ફરે છે. પાછું ઈન્ડિયા ખટપટ કરીને કેન્સલ કરાવેલી ટિકિટો પાછી મેળવી !!! આપણા હાથમાં કંઈ કરવાની શક્તિ નથી. આ તો લોકો ઈગોઈઝમ કરે છે કે મેં આ કર્યું, મેં આ કર્યું”. તે મરતી વખતે કેમ ઈગોઈઝમ નથી કરતો કે હવે નથી જવું. એમાં ક્યાં ચાલે છે. નથી જવું એવી જીદ થાય ? ચાલ્યા જ જાય છે ? પરવારવા માંડ્યા !
હજુ કાલે સવારે પ્લેનમાં શું થવાનું હોય, તે કોણ જાણે છે ? એટલે શા કારણથી આ કુદરત અટકાવે છે ? અગર તો પ્લેનમાંથી
ઊતરીને ગાડીમાં બેસીએ તો એ ગાડીએ ત્યાં અથડાવાની હોય એ ટાઈમે. તો ત્યાં એવું બધું કોઈ પણ આપણને આંતરે. ફલાણી જગ્યાએ જતા આંતરે. એવી રીતે બને ત્યાં આપણું અહિતનું થાય છે એવું કેમ મનાય ?! બધું વ્યવસ્થિત જ છે આ. અને આપણું વ્યવસ્થિત અવળું નીકળે નહીં. કોઈ દહાડો નીકળતું નથીને !
આપણાં વાંકે સામો વાંકો !
પ્રશ્નકર્તા ઃ કોઈવાર એવું બને ને કે પ્રમોશન મળ્યું, બઢતી થઈ હોય નોકરીમાં, કાગળીયા-બાગળીયા બધું તૈયાર સહી-સિક્કા સાથે આવી ગયું હોય. અને પછી અઠવાડિયામાં પાછો બીજો કાગળ આવે કે ભઈ, તમારું પ્રમોશન કેન્સલ થઈ ગયું, તો આ કેવું વ્યવસ્થિત ? સહી-સિક્કા થઈ ગયા એટલે વ્યવસ્થિતમાં તો આવી ગયું. છતાં ય, પાછું ના આવ્યું એટલે આ કેમનું વ્યવસ્થિત ? જરા સમજવું છે !
દાદાશ્રી : વ્યવસ્થિત ન્હોતું. તેથી તો આ ફરી કાગળ આવ્યો. પૂરા
સંજોગો ભેગા થયા ન્હોતા, બીજો કોઈ સંજોગ કાચો હતો તે ફરી કાગળ
આપ્તવાણી-૧૧
આવ્યો. ફાઈનલ કરાવે એ વ્યવસ્થિત, ફાઈનલ ન કરાવે તે વ્યવસ્થિત નહોતું.
૧૩૨
શેઠ ઈનામ આપતા હોય તે આપણું ‘વ્યવસ્થિત’ અને જ્યારે આપણું વ્યવસ્થિત’ અવળું આવે ત્યારે શેઠના મનમાં એમ થાય કે, ‘આ ફેરા એનો પગાર કાપી લેવો જોઈએ.’ એટલે શેઠ પગાર કાપી લે, એટલે મનમાં એમ થાય કે ‘આ નાલાયક શેઠીયો છે, આ નાલાયક મને મળ્યો.’ પણ આવા ગુણાકાર કરતાં માણસને આવડે નહીં કે એ નાલાયક હોત તો ઈનામ શું કામ આપતાં હતા ! માટે કંઈક ભૂલ છે, હિસાબ કાઢવામાં બીજી કંઈક ભૂલ છે. શેઠીયો વાંકો નથી, આ તો આપણું ‘વ્યવસ્થિત’ ફરે છે ! આ ઘઉં સંગ્રહના છે એ વાંકા નથી, આપણને ઘઉં નથી મળતા તો તે આપણું ‘વ્યવસ્થિત' વાંકું છે. એટલે આપણે શું કહીએ છીએ કે ભોગવે એની ભૂલ. એ ઘઉંના સંગ્રહનાર તો જ્યારે પકડાશે ત્યારે એમની ભૂલ, ત્યારે એ ગુનેગાર થશે. અત્યારે પકડાયો નથી. હજી તો મોટરોમાં ફરે છે. માટે ભોગવે તેની ભૂલ !
ગાળો ખાધી તે ય વ્યવસ્થિત, માર ખાધો તે ય વ્યવસ્થિત ને ઈનામ મળ્યું તે ય વ્યવસ્થિત. વ્યવસ્થિત કહેવાનો ભાવાર્થ શું છે ? કે તું કરવા ગયો સમું ને અવળું થઈ ગયું, તો વ્યવસ્થિત કહેજે. એટલે પછી એનું આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય.
મસ્તીમાંથી તિવારે પંચાજ્ઞા !
પ્રશ્નકર્તા : પહેલાં વ્યવહારમાં જે માણસોથી ડીપ્રેસ થઈ જવાતું હતું, તેની સામે અત્યારે ડીપ્રેસ નથી થવાતું.
દાદાશ્રી : એ જ જ્ઞાનનો પ્રતાપ છે.
પ્રશ્નકર્તા : હવે ડીપ્રેશન નથી આવતું. તો લોકો એમ માને છે કે મસ્તી આવી ગઈ છે એને બહુ.
દાદાશ્રી : ના, એ મસ્તી નથી. લોકો ડીપ્રેશન ના કરે અને બીજા ઉપાય લે, પ્રકૃતિનું અવલંબન લે એટલે મસ્તી આવે. હવે એવું અવલંબન