________________
૧૩૩
આપ્તવાણી-૧૧ લેવાનું નથી. આપણે જ્ઞાનનું અવલંબન લેવાનું.
પ્રશ્નકર્તા : જ્ઞાનનું કયું અવલંબન લેવાનું ?
દાદાશ્રી : એવું છે ને, કર્તા વ્યવસ્થિત છે. એ કંઈ કર્તા છે નહીં એનો. એટલે એનાથી ડીપ્રેશન આવવાની જરૂર જ ના રહીને !
એટલે એ એવાં જ્ઞાનના અવલંબનથી આપણને મસ્તી ના આવે. બાકી “એની પ્રકૃતિ જ એવી છે” સંસારની બાબતમાં લોકો એવું કહે. એવું અવલંબન લઈને ચલાવી લે. આપણને એવી જરૂર નહીં.
આપણી પાંચ આજ્ઞાઓ જ એવી છે. એની મહીં બધું જ સમાઈ જાય અને મસ્તી ઉત્પન્ન ના થાય, કશું થાય નહીં. વિકારી ભાવ ઉત્પન્ન ના થાય.
પ્રતિકાર પણ વ્યવસ્થિતાધીત !
૧૩૪
આપ્તવાણી-૧૧ છે. લોકોને અવ્યવસ્થિત લાગે, પોતાની દ્રષ્ટિથી. આ ચાલે છે, વ્યવસ્થિત થઈ રહ્યું છે અને અવ્યવસ્થિત બોલ્યો કે મહીં ઉપાધિ થશે, એઝેક્ટ છે બધું.
એક જણ પૈણતો હોય છે, એક જગ્યાએ કાંણ ચાલતી હોય... બધું ચાલ્યા જ કરવાનું જગતમાં. આ બધું મિકેનિકલ ચેતનની બધી વ્યવસ્થા છે, વિનાશી ચેતનની. દરઅસલ ચેતનની વ્યવસ્થા હોય, આ સચરની છે, અચળની જાય. સચરાચર જગત છે. તેમાં સચરની આ વ્યવસ્થા છે ને અચળ છે તે અચળની વ્યવસ્થા કરશે. અચળ દરઅસલ આત્મા છે, ને સચર એ મિકેનિકલ આત્મા છે. તે મિકેનિકલ આત્માને સાચો આત્મા માનવામાં આવે છે. એટલે ફોરેન ડીપાર્ટમેન્ટને હોમ માનવામાં આવે છે અને તેથી આ બધો માર ખાય છે બધાં. હોમ ડીપાર્ટમેન્ટમાં રહેવું જોઈએ.
આ મેં હાથ ઊંચો કર્યો એ વ્યવસ્થિતનાં આધીન છે. એનાં પરથી તમે સમજી જાવને બધું. એના પરથી તમે સમજી ગયા ? વ્યવસ્થિતના તાબામાંથી કશું બહાર જતું નથી. તમે તમારા જ્ઞાતા-દ્રષ્ટામાં રહો એ વ્યવસ્થિતની બહાર કહેવાય, તમારું પરાક્રમ કહેવાય. જ્ઞાતા-દ્રષ્ટા એટલે રાગ-દ્વેષ ન થાય, તો તમે જ્ઞાતા-દ્રષ્ટા.
ઇન્દ્રિયો - અંતઃકરણના કાર્યો, વ્યવસ્થિત !
પ્રશ્નકર્તા: ‘ગુનેગારનો પ્રતિકાર કરવો', એ વ્યવસ્થિત છે ?
દાદાશ્રી : ગુનેગારનો પ્રતિકાર થાય છે તે વ્યવસ્થિત છે. ને પ્રતિકારને ય જોવો જોઈએ આપણે. પ્રતિકારના ય આપણે જ્ઞાતા છીએ. અહીં જે પ્રતિકાર કરે છે, એ આત્મા નથી કરતો. આત્મા આમાંનું કોઈ ચીજ કરતો નથી. પ્રતિકારે ય પુદ્ગલ કરે છે. એ મિકેનિકલ ચેતન એ પ્રતિકાર કરે છે ને ગજવું કાપનારે ય મિકેનિકલ ચેતન છે. આત્મા આમાં કશું કરતો નથી.
પ્રશ્નકર્તા: ગુનેગારનો પ્રતિકાર પોલીસ કરે છે એ પણ વ્યવસ્થિત છે? દાદાશ્રી : હા, એક્ઝક્ટ વ્યવસ્થિત છે. બધું વ્યવસ્થિત જ છે.
પ્રશ્નકર્તા : તો પોલીસની ફરજ છે, તે લોકોએ ન લેવી જોઈએ. લોકોએ પ્રતિકાર ન કરવો જોઈએ.
દાદાશ્રી : એ તો લોકો કરે તે ય વ્યવસ્થિત છે ને પોલીસ કરે છે તે ય વ્યવસ્થિત. આ જે બધું થઈ રહ્યું છે, બધું વ્યવસ્થિત જ થઈ રહ્યું
પ્રશ્નકર્તા: આ બાહ્ય ઇન્દ્રિયો બધી કંઈ અવ્યવસ્થિત કરે છે ?
દાદાશ્રી : ના. મૂળ વ્યવસ્થિતના આધારે ગુસ્સો આવ્યો અને ગુસ્સાના આધારે એક જણે પોલીસવાળાને માર્યો. ત્યારે કહે, ગુસ્સો આવ્યો તે અવ્યવસ્થિત નહોતું, માર્યો તે ય અવ્યવસ્થિત નહોતું. હવે પછી એનું પરિણામ આવે. પોલીસવાળો અહીંયા પકડવા આવે, જેલમાં લઈ જાય, તે વ્યવસ્થિત જ છે. પણ એને અવ્યવસ્થિત આપણે માનવું ના જોઈએ. જેલમાં ઘાલે તે ય જોયા કરો ને બધું જોયા કરો, શું પરિણામ આવે છે ?! એ પરિણામ કહેવાય, તેને જોયા કરવાનું. એ વ્યવસ્થિત જ હોય છે. એનું પાછું મહીં પરિણામ પુરું ય થાય અને પછી બીજું આવે પાછું. પછી કોઈ ફુલહાર ચઢાવા આવે તો એ ય વ્યવસ્થિત. એ જે બને છે એ વ્યવસ્થિત.