________________
આપ્તવાણી-૧૧
૧૧૯
અપેક્ષા અધૂરી તે ય વ્યવસ્થિત !
પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધું છે અને પછી સાધારણ વ્યવહારમાં અપેક્ષાઓ રહ્યા કરે છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ અપેક્ષા. એ અપેક્ષા શું વસ્તુ છે ? દાદાશ્રી : પણ અપેક્ષા સંસારની રહે છે ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : સંસારની અપેક્ષા એ બધી પૂરી થઈ જવાની, જેટલી અપેક્ષા છે એ બધી પૂરી થવાની આ ભવમાં જ.
પ્રશ્નકર્તા : એક વ્યક્તિ છે, વ્યવહારની અંદર એ વ્યક્તિની સામે આપણે અપેક્ષા રાખી કે આ માણસ આમ કરે, આ પ્રમાણે વર્તે. અને એ ન વર્તે ત્યારે શું કહેવાય ?
દાદાશ્રી : એ ન વર્તે તો ય વ્યવસ્થિત અને વર્તે તો ય વ્યવસ્થિત.
પ્રશ્નકર્તા : તેનું દુ:ખ થાય છે તે ?
દાદાશ્રી : એ તપ છે, એ દુઃખ નથી, એ જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ એ ચોથો પાયો છે. મોક્ષે જવાના ચાર પાયા જોઈએ તેમાંથી ચોથો પાયો કાઢી નાખવો છે તમારે ? ત્રણ પાયાનો જ પલંગ રહેશે પછી !
પ્રશ્નકર્તા : પણ એ દુઃખ થાય, તે એ દુઃખને કેવી રીતે સમજવું ?
દાદાશ્રી : એ તપ છે, એ દુઃખ નથી ! હવે તમને દુઃખ તો આવે જ નહીં. તપ જ આવે છે. તે તપ તો આવવું જ જોઈએ ને ! અને
આંતરિક તપ કહેવાય છે આને.
પ્રશ્નકર્તા : એવું ઘણું તપ આવે છે.
દાદાશ્રી : એ જેટલું વધારે આવે ને, એટલું જાણવું કે આ ચોખ્ખું થવા માંડ્યું. એટલે આવવા દો. હજુ તો આપણે કહેવું કે હજુ તમે ઓછાં આવો છો, બધાં આવો કહીએ !
પ્રશ્નકર્તા : બોલાવીએ છીએ...
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : હા, બોલાવો, બોલાવો, દાદા મળ્યા છે હવે. ‘આવવું હોય તો આવો, ગભરાશો નહીં.’ કહીએ. એ લોકો ગભરાય, પણ આપણે ના ગભરાઈએ !
વ્યવસ્થિત સાચું, તહિ કે જ્યોતિષ !
વ્યવસ્થિતની બહાર કશું થવાનું નથી. કો'ક હાથને જોઈને કહેશે, ‘તમારી લાઈફમાં ઘાત છે’. ત્યારે કહીએ, ‘ભઈ ભલેને એક હોય કે, બે હોય કે ચાર હોય તેનો વાંધો ય શું છે ?’ કારણ કે આપણે જાણીએ કે વ્યવસ્થિતનાં હાથમાં છે, તો એ ઘાતવાળો તે શું કરવાનો ? અને વ્યવસ્થિત ના ખબર હોય તો વાત કહે એની સાથે ચમક ઉપડે.
૧૨૦
હસતે મુખે ઝેર પીવે...
તમે શુદ્ધાત્મા થયા એટલે નીલકંઠી ખાનદાન થયાં. તમે હવે હસતે મુખે ઝેર પીવો. રડી રડીને તો બધાં પી રહ્યાં છે. બહારના લોકોને પીધાં વગર ચાલે છે ? રડી રડીને પીવે છે. સામાને ગાળો આપીને પીવે. આપણે હસીને પી લઈએ. ‘લાય બા, શાનો પ્યાલો લાવ્યો છું ?' ત્યારે કહે, ‘પોઈઝન’ છે. ‘લાય પી જઈએ આપણે’, અને તે પાછું વ્યવસ્થિત છે. વ્યવસ્થિત ના હોત તો, હું કહેત કે ‘પીશો નહીં બા. એ તો ટેવ પડી જશે.' સામા માણસને ઝેરનાં પ્યાલાં પાવાની ટેવ પડી જશે. પણ ના, વ્યવસ્થિત છે. એ મૂઓ લાવવાનો ક્યાંથી તે ? સાત પ્યાલાં હતા, તે સાતથી આઠમો લાવવાનો ક્યાંથી ? છોને ટેવ પડી જાય તો ય. નહીં તો બહારનાં લોકો તો શું કહે, “એને કટેવ પડી જાય. એના કરતાં એને મારો.’ એટલે ટેવ ના પડવા દે. આપણે શું લેવાદેવા ? વ્યવસ્થિતનાં સાત પ્યાલા હશે તો સાત આપશે. એને ટેવ પડે તો એને ભારે. ગાયનાં શીંગડાં ગાયને ભારે, એક ગાયને મોટા શીંગડાં થાય તો, ભાર લાગે કોને ? એને ને ? અને પોતે તો નીલકંઠી ખાનદાન થઈ જાય !
તીતિ : શ્રદ્ધા તે વર્તતમાં !
વ્યવહારનો સાર હોય તો નીતિ. એ નીતિ હોય તો પછી તમને