________________
આપ્તવાણી-૧૧
૧૧૭
એના ગામવાળાને મદદ કરે. આ ભાવો કેમ છે ને એ ભાવ શું નુકસાન કરે ?
દાદાશ્રી : એ ખેંચાખેંચ કરે જ. એ બધે ખેંચાખેંચ ઘર સુધી હોય. એ તો મનુષ્યનો સ્વભાવ, એમાં જે મોટા મનના હોય ને એ મોટા માણસ કહેવાય. બાકી જેટલા હલકા મનના હોય ને તે તો પોતાના ઘરમાં ય ખેંચે. અરે, બઈ જોડે ય હઉ ખેંચે, ‘તમારું નહીં. આ અમારું', કહેશે. એ તો હલકું મન કહેવાય, ડેવલપ માઈન્ડ હોયને તે મોટું મન હોય, બધાને સમાન ગણે. એવું ચાલે છે ને મહીં ?!
આપણે બહુ ધ્યાન રાખવું નહીં. જેનું મન પાતળું હોય તેને શું કરશો ? એને ય મોક્ષે જવું છે પણ મન પાતળું છે એનું. શું કરો તમે દવા પછી એની ?
પ્રશ્નકર્તા : પણ હું જોયા કરું.
દાદાશ્રી : બસ, ફક્ત જોયા જ કરવાનું.
પ્રશ્નકર્તા : પણ મને એમ થાય કે આ ના હોવું જોઈએ.
દાદાશ્રી : ના હોવું ને હોવું જોઈએ એ બુદ્ધિના ખેલ છે. શું બન્યું એ કરેક્ટ ! અમે હઉ શું બન્યું એ કરેક્ટ કહીએ છીએ ને !
પ્રશ્નકર્તા ઃ ઘણા લોકો એમ કહે કે ‘ના, દાદાજી અમારે ત્યાં રહેશે’, પેલાં કહેશે, ‘દાદાજી અમારે ગામ જ રહે.' પેલો કહેશે, ‘ના, અમારે ત્યાં વધારે રહે', એ ખેંચાખેંચ જ ને !
દાદાશ્રી : હા, એવું હોય જ ને પણ, એ તો સ્વભાવિક રીતે હોય જ. અમે દરેકને કહીએ કે આ વીકમાં આવીએ છીએ'. પણ અમે વ્યવસ્થિત પર છોડી દઈએ. વ્યવસ્થિતમાં જે બનશે એ ખરું. વ્યવહારે ય તમે વ્યવસ્થિત ઉપર છોડી દો ને તો કોઈ ઉપાધિ જ નહીં. કારણ કે
આ લોકો બૂમાબૂમ કરે છે તે એમાં એ પ્રમાણે થતું નથી કશું ! થાય છે વ્યવસ્થિતના આધીન, તો પછી કચકચ કરવાની જરૂર શું છે ?
પ્રશ્નકર્તા : કશી નહીં !
૧૧૮
લેવું ?
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : જે કચકચ કરતાં હોય, તે જોયા કરવું.
પ્રશ્નકર્તા : અને મારાથી કચકચ થઈ જાય તો મારે પ્રતિક્રમણ કરી
દાદાશ્રી : તો તમારે જોવું. ‘ચંદુભાઈ શું કચકચ કરે છે’ તે આપણે તો એમને જોવાનો રિવાજ રાખવો. ચંદુભાઈ કરે તો એમને પણ જોવું અને જો પેલા ભાઈ કચકચ કરે તો એમણે એમની ફાઈલ નંબર વનને જોવું. દરેકે પોતાની ફાઈલ નંબર વનને જોવી. જોવાનો ધંધો સારો આપણો.
પ્રશ્નકર્તા : પોતપોતાનું ખેંચે, એ ખોટી રીત ને સાચી રીત ખરી ? એમાં ન્યાય-અન્યાય જેવું ખરું ?
દાદાશ્રી : ના, ના, અન્યાય ના કહેવાય. એ તો સ્વભાવ છે બધો મનુષ્યનો. એમાં આપણે જોયા કરવાનું. મેં કહ્યુંને કે ઘર સુધી ખેંચે.
પ્રશ્નકર્તા : પણ એ સ્વભાવ જાહેરમાં દેખાય તો...
દાદાશ્રી : પણ આ ખોટું દેખાય ને, એ માણસ ખોટો દેખાય. મોટા માણસ સમજી જાય કે આ માણસ ખરાબ છે. એવું હોવું જોઈએ નહીં, પણ એ તો બહાર પડે જ, બધું પડે.
પ્રશ્નકર્તા : પણ એવું છે ને કે જો કોઈ નવા જીજ્ઞાસુ ભાઈઓ આવે...
દાદાશ્રી : તેમને અવળું દેખાય, તો ય પણ એ અવળું કોઈ દહાડો સવળું થશે. પણ આની જોડે, બૂમાબૂમ કરવાથી, એનો ઉપાય નહીં. જેનો ઉપાય નહીં ને એને લેટ-ગો કરવું.
સૌ સૌનાં સ્વભાવમાં છે, કોઈને કોઈની જોડે વેર નથી. વરસાદ વરસાદનાં સ્વભાવમાં છે. કેટલાંકને ના ફાવતું હોય ને કેટલાકને ફાવે, પોત પોતાનો સ્વભાવ છોડતાં નથી. આને વગાડીએ તો વાગે ને કોઈને ગમતું ના હોય તો ય વાગે. સૌ-સૌનાં સ્વભાવથી મુક્ત થઈ શકે એમ નથી.