________________
આપ્તવાણી-૧૧
૧૨૧
પૈસા ઓછા હશે તો પણ અંદર શાંતિ રહેશે અને નીતિ નહીં હોય, ને પૈસા ખૂબ હોય તો ય અશાંતિ રહેશે, એ જોવોનું. પૈસા તો કરોડો રૂપિયા હોય પણ મહીં જાણે જલતી ભઠ્ઠી જ જોઈ લોને ! અકળામણ, અકળામણ ! પાર વગરની અકળામણ ! તમે કોઈ દહાડો અકળામણ જોયેલી ખરી ! પ્રશ્નકર્તા : બહુ જોયેલી !
દાદાશ્રી : બહુ જોયેલી ? ભારે ! તે અત્યારે હવે સમાધિ ય એવી રહે છે ને !
પ્રશ્નકર્તા : હા, પણ વ્યવહારમાં નીતિ રાખવી એ એના પોતાના હાથમાં ખરું ?
દાદાશ્રી : એ નથી પોતાના હાથમાં.
પ્રશ્નકર્તા : તો ‘વ્યવસ્થિત'ને આધીન છેને એ તો ?
દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ને આધીન ખરું, પણ આ તો જ્ઞાન હોવું જોઈએને કે આ સાચું જ્ઞાન કે આ સાચું જ્ઞાન ? ત્યારે કહે, ‘વ્યવહારમાં નીતિ રાખવી જોઈએ, એ સાચું જ્ઞાન છે’. પછી આપણે આપણામાં નીતિ કેટલી રહે છે ? એ તપાસી જોવું. એવું કઈ કહ્યા પ્રમાણે થઈ જતું નથી. થાય ખરું એવું ? પણ આ સાંભળ્યું, ત્યારથી આપણે નક્કી કરવું જોઈએ છે કે આ નીતિવાળું જ્ઞાન સાચું છે. અનીતિનું જ્ઞાન આપણે સાચું ઠરાવ્યું હતું, તેની પર શ્રદ્ધા બેઠેલી, તેનું આ ફળ આવ્યું છે. પણ હવે નીતિની શ્રદ્ધા બેસે ત્યારે એનું ફળ પછી આવશે.
આ જ્ઞાન લીધું એટલે હવે તો આપણે શ્રદ્ધા જોઈતી જ નથી ને. આપણે તો ઉકેલ લાવી નાખવો છે હવે ! હવે આ સંસારનો કાયમ ઉકેલ લાવી નાખવાનો, આ સંસાર તો કોઈ દહાડો ય સુખિયો જ ના થવા દે ! પાંપણતો પલકારો ય વ્યવસ્થિતાધીત !
પ્રશ્નકર્તા : બધું વ્યવસ્થિતને આધીન છે. તો એના માટે પ્રયત્ન કરવાની જરૂ૨ કે નહીં ?
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : પ્રયત્ન તમારે કરવાં હોય તો શુદ્ધાત્મામાં રહીને કરજો. આ મન-વચન-કાયા તો વ્યવસ્થિતને તાબે છે. તેને તમારે ના નહીં કહેવાની. પ્રયત્ન કોણ કરી શકે છે ? આ મન-વચન-કાયા કરી શકે તો એમાં તમને અધિકાર નથી, એટલે કરવું કે ના કરવું, એવી કશી ડખલ કરવાની તમારે જરૂર નથી. એ તો મહીં એની મેળે પ્રેરણા આપે કે ચાલો ચંદુભાઈ આજે આમ જવાનું છે. પ્રેરણા ય થાય છે ને હાથ-પગ હલાવીને ય કામ થાય છે. આ આંખનો મિચકારો એ પણ વ્યવસ્થિત તાબે છે. તારે દરેક કામ વખતે સંજોગો ભેગા થાય છે કે ?
૧૨૨
પ્રશ્નકર્તા : સંજોગો ભેગા થાય છે, અને કોઈ વસ્તુ ન થવાની હોય તો સંજોગો ભેગા થતાં ય નથી.
દાદાશ્રી : પણ આપણે ભેગા થઈ જવું, એ સંજોગોમાં. પછી એ કામ ના થાય, તો પછી ત્યાંથી ખસી જવું. કારણકે આપણે લીધે જો અટક્યું હોય તો આપણે એને ભેગા થઈએ તો એની સાથે એ કામ પૂરું થઈ જાય.
પ્રશ્નકર્તા : સંજોગોને આપણે ભેગા થઈ જવું એટલે શું ? આપણે એડજસ્ટ થઈ જવું ?
દાદાશ્રી : કોઈ કામ હોય અને આપણે જઈએ ત્યારે એ સંજોગ ભેગા થાય ને ! અને જઈએ અને પછી થઈ જાય તો જાણવું કે આપણે લીધે અટક્યું હતું આ આપણા સંજોગથી. જો પછી ના થાય, તો જાણવું કે બીજી કોઈ ચીજને લીધે અટક્યું છે.
પ્રશ્નકર્તા : ઉદયકર્મ નથી એટલે જ ના થયું ને !
દાદાશ્રી : એ તો દીવા જેવી વાત છે. શાથી ભેગા ના થયા સંજોગો? તો એવો ઉદય નથી.
જગતને ખબર જ નથી. આ કામ કેમ થયું અને આ કેમ કામ ન થયું. એનો પુરાવો લોક સમજી શકે નહીં. નહીં તો કહેશે. ‘એનામાં આવડત નથી, એનું આમ નહીં, તેં બગાડ્યું. મારાથી નથી થતું’. આ તો સંજોગો ભેગા થયા નથી. સંજોગો ભેગા થાય એટલે કાર્ય થયે જ છૂટકો