________________
આપ્તવાણી-૧૧ નિશ્ચય કરો. એટલે ‘વહેલું ઊઠવું છે” એમ નિશ્ચય કરીને પછી મોડું ઊઠાયું તો તે વ્યવસ્થિત. મોડા ઊઠાયું. પાંચને બદલે છ વાગી ગયા, અને ગાડી જતી રહી તો આપણે વ્યવસ્થિત કહીને જવાનું બંધ રાખવાનું. ચા પીતાં પીતાં પ્યાલો પડી ગયો તો ય પાછું ‘વ્યવસ્થિત’ કહીને બીજો પ્યાલો ચા પી લેવાની. એટલે એઝેક્ટ વ્યવસ્થિત છે. આની પર જે શંકા કરે એ આત્માની પર શંકા કર્યા બરાબર છે.
આ તો તીર્થંકરો સિવાય આત્માથી કોઈ નિઃશંક થયેલો નહીં. ફક્ત લાયક સમકિતી હતા, કૃષ્ણ ભગવાન જેવા, તે આત્માથી નિઃશંક થયેલા અને તમે તો આત્માથી નિઃશંક થઈ ગયા છો. તમને હવે શંકા નથી ને કે આત્મા આવો હશે કે તેવો હશે ? કે કંઈ શંકા પડે છે ?
વ્યવસ્થિત - જીવન વ્યવહારમાં !
વાળ જેટલી પણ શંકા, હોરે દુખ !
પ્રશ્નકર્તા: ‘વ્યવસ્થિત'ની જે આજ્ઞા છે એ હજી બરોબર સમજાતી નથી.
દાદાશ્રી : “વ્યવસ્થિત’ છે, એની પર શંકા પડે છે ખરી ? પ્રશ્નકર્તા : સંપૂર્ણ વ્યવસ્થિત’ છે કે ?
દાદાશ્રી : “વ્યવસ્થિત'માં જરાક શંકા એ જ દુ:ખ ! દુ:ખ ખોળવું હોય તો ક્યાં લેવા જવાનું ? ત્યારે કહે, ‘વ્યવસ્થિત’માં જરાક શંકા, એક વાળ જેટલી પણ શંકા ! આ વ્યવસ્થિત તો એક્કેક્ટ વસ્તુ છે. પણ કેવી રીતે કહેવું વ્યવસ્થિત ? ‘વ્યવસ્થિત હશે ત્યારે થશે’ એવું કહીને સૂઈ જવાનું નહીં.
આપણે ચંદુભાઈને કહેવાનું કે સવારમાં વહેલું ઊઠવું છે એવો
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : માટે આત્માથી નિઃશંક થઈ ગયા. અબજો રૂપિયા આપે તો ય આ પદ નથી મળે એવું. તે આજના લોકને એ સમજાતું નથી. આ તો એટલું બધું ઊંચું પદ છે.
કોઈ માણસને ત્યાં આપણે ચા-પાણી પીવા ગયા હોય, અને તે નોકરના હાથમાંથી ટ્રે પડી ગઈ અને કપ-રકાબી ફૂટી ગયાં. તો પેલા માણસને કંઈ પણ ઇફેક્ટ ના થાય, આ નાની બાબતમાં ઈફેક્ટ ના થાય તો એને જગતના લોક મહાન પદ કહે છે. આ નાની જ કહેવાય ને ?! પણ બધે જ્યાં જુઓ ત્યાં આની આજ ભાંજગડ છે. શિષ્યથી જરાક કશું તૂટ્યું ને તો ય શિષ્યનું તેલ કાઢી નાખે!
તો આવું જો કપ-રકાબી પડી જાયને તો શું કહો ? તરત જ વ્યવસ્થિત કહી દેવાનું. આ વ્યવસ્થિત આપણા મનમાં સમજવાનું, મોઢે નહીં બોલવાનું. નહીં તો નોકરે ય સમજે કે વ્યવસ્થિત છેને ! નોકરને આપણે કહેવાનું કે ભઈ, દઝાયો નથીને ! પહેલું એમ પૂછવાનું. એટલે પેલાને શેઠનો ભડકાટ હોય ને તે જતો રહે. પછી બીજા શબ્દોમાં કહેવું કે ભઈ સાચવીને ચાલજે હવે પછી, હં ! આટલા શબ્દ કહેવાના.
કોઈ જગ્યાએ ગાડી વડોદરા જતાં અથડાઈ હોય અને આજે આપણે