________________
આપ્તવાણી-૧૧ જવાનું થયું, તે આપણું મન જરા ચંચળ હોય, તે આપણને શું કહે ? ગઈકાલે ગાડી અથડાઈ હતી, તે આપણને ઊંઘવા ના દે. અલ્યા, અથડાઈ હતી તે ત્યાં મીયાગામ આગળ, તે અહીં શું કરવા હેરાન કરે છે ? અહીં તો સૂવા દે ! ત્યારે કહે, “ના, આ તો ગમે ત્યાં અથડાય.” પાછું એવું ય કહે. એટલે આપણે ‘વ્યવસ્થિત’ કહીને સૂઈ જવું. ‘વ્યવસ્થિત’ કહેશો તો ઊંઘ આવશે.
આ અમારી બહુ ઊંચી શોધખોળ છે. આ સાયન્ટિફિક શોધખોળ છે, બજારુ શબ્દ નથી એ !
ટાઈમિંગ મળ્યું પરિણામ !
૧OO
આપ્તવાણી-૧૧ ઔરંગાબાદ જવાનું છે ત્યારે કોઈક બહુ દોઢ ડાહ્યો હોય તે વિચાર કરી નાખે કે આટલું માણસ આવવાનું છે તો આપણું ખાવાનું ઠેકાણું શાનું પડશે ? પડશે કે નહીં ? ત્યાં સુવાનું ઠેકાણું પડશે કે નહીં પડે ? હવે બહુ વિચાર કર કર કરે તો એને ઔરંગાબાદનો ભેટો થાય ખરો ?
પ્રશ્નકર્તા ઃ ક્યાંથી થાય ?
દાદાશ્રી : ઔરંગાબાદ જવાનું છે એટલે ટાઈમ બધું કામ કરશે, એવું કહેવું. એ વ્યવસ્થિતના આધીન છે. એટલે જે ટાઈમે જે કામ થવાનું છે એ ટાઈમ જ ઈટસેલ્ફ કામ કરશે.
બગાડ્યા પછી સુધરે તો ખરું, પણ બગડે છે તે ઘડીએ ધ્યાન બગડી જાય છે. અસર ના થાય ને, તો આપણું આ જ્ઞાન સાચું કહેવાય. એટલે ધ્યાન બગડે નહીં એવી તે ઘડીએ એટલી બધી તૈયારી રાખીએ.
આ જગતમાં કશો ફેરફાર થઈ શકવાનો નથી. તો શેના માટે આપણે વિચાર કરવાનો ? એક ફેરો વ્યવસ્થિત થઈ ગયેલું છે, આપણે તો ફક્ત પ્રયત્ન કરીએ. આપણે કહેવું, ‘ચંદુભાઈ પ્રયત્ન કરો, પ્રયત્ન કરો.અને આ ના મળ્યું, તે ચંદુભાઈ કંટાળી જાય ત્યારે કહીએ, ‘ભાઈ, લે ! તને આ બીજી વસ્તુ આપીએ છીએ.’ એમ કરીને ચંદુભાઈને ખુશ રાખવાના આપણે. પાડોશીને જેમતેમ કરીને અટાવી-પટાવીને કામ લેવાનું, આપણે કશું જોઈતું નથી. અપરિગ્રહી છીએ સંપૂર્ણ ! વ્યવસ્થિત થોડું ઘણું સમજાયું કે ? સમજમાં આવે છે ને ?
અહંકારે ય સ્વીકારે અકર્તાપણું !
સવારમાં ઊઠ્યાને તો આપણે જાણવું કે ઓહોહો ! આજે આપણે જીવતાં છીએ. તો વ્યવસ્થિતનો મોટામાં મોટો ઉપકાર માનવો કે ઓહોહો ! હું જીવતો જ છું ! તો મારાથી આજે મોક્ષનું કામ કરી લેવાશે. આ વ્યવસ્થિત ઊઠાડે તો ઊઠાય, નહીં તો ઊઠાય શી રીતે ? એટલે વ્યવસ્થિતનો આપણે ઉપકાર માનવો. વ્યવસ્થિત ઊઠાડે તો આપણે જાણવું કે કહેવું પડે ! આજનો દહાડો તો ચત્તો થયો, કલકી બાત કલ દેખ લેંગે !
પછી દેહ પણ સહજ ભાવમાં !
હવે આ વ્યવસ્થિત જો યથાર્થ સમજે ને તો ઓફિસમાં આઠ કલાકનું કામ એક કલાકમાં પતે એવું છે. એક જ કલાકમાં પતે એટલું દર્શન ઊંચું જાય.
વ્યવસ્થિત શક્તિ આપણે કહી છે ને, તે આ શરીરનાં બધાં અવયવો એને તાબે છે. એટલે આપણે સહજ ભાવમાં ‘હું શુદ્ધાત્મા છું' એમ માનીને વ્યવસ્થિતને સોંપી દઈએ ને અને ડખોડખલ ના કરીએ. ‘કામે નહીં જાય તો શું બગડી જશે ?” એવું કંઈ ના બોલાય. એ ડખોડખલ કહેવાય. જવાનું આપણા સત્તામાં નથી, તો એવું કેમ બોલાય ? એ ડખોડખલ કરે છે ને તેને લીધે વાત સમજાતી નથી. નહીં તો બહુ જ સહેલાઈથી કામ પતી જાય. સંસાર બહુ સરસ ચાલે તેવો છે.
આ વ્યવસ્થિત શક્તિ તો બધું કામ કરે છે. તે અહંકારને ય, પોતાને સમજાય કે આ હું ન્હોતો કરતો અને હું અમથો ભ્રાંતિથી બોલતો'તો ‘હું કરું છું” એવું. કરે છે વ્યવસ્થિત શક્તિ. નહીં તો સંડાસ જવા ગયેલા પાછા આવેલા મેં જોયેલા. મેં કહ્યું, ‘કેમ પાછા આવ્યા ?” ત્યારે કહે છે કે ઉ... ઉ... ઉ.. કહ્યું, “આ પૈડાં છો ને નથી થતો ? તે આ જવાન નાના છોકરાંને ના થાય !” ત્યારે કહે, “ના, મને ય નથી થતો.' ત્યારે મૂઆ, તમે જીવતા છો કે મરેલા ?! બળ્યું સંડાસ થતું નથી,