________________
૪
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : હવે આ જ્ઞાન, અને આત્મા પોતે અનંત જ્ઞાનવાળો છે,
તો એ જ્ઞાનમાં.
છે.
દાદાશ્રી : એ બે ફેર છે.
પ્રશ્નકર્તા : કેવી રીતે ?
દાદાશ્રી : આ વિશેષ જ્ઞાન છે.
પ્રશ્નકર્તા : એટલે જગતના અધિષ્ઠાનવાળું જ્ઞાન એ વિશેષ જ્ઞાન
દાદાશ્રી : એ વિશેષજ્ઞાન. અને પેલું દરઅસલ જ્ઞાન, ચેતન જ્ઞાન. પ્રશ્નકર્તા : એ ચેતન જ્ઞાન.
દાદાશ્રી : હું.
પ્રશ્નકર્તા : અને આ ?
દાદાશ્રી : આ ચેતન નહીં, ક્રિયાકારી નહીં.
પ્રશ્નકર્તા : આપે કહેલું ને કે જે આ જગત ચલાવે. તમારું બધું ચલાવે જ્ઞાન, એ ચેતન જ્ઞાન નથી, અહંકારવાળું જ્ઞાન છે.
દાદાશ્રી : અહંકારવાળું જ ને !
પ્રશ્નકર્તા : હું, એટલે એ જરા ફોડ પાડોને વધારે !
દાદાશ્રી : આ બધું જ્ઞાન અને અજ્ઞાન જ કામ કરી રહ્યું છે. પ્રશ્નકર્તા : એ બધું જ્ઞાન જ કામ કરી રહ્યું છે !
દાદાશ્રી : બસ, એ જ્ઞાનથી જ ચાલી રહ્યું છે આ બધું ય. એ જ્ઞાન જો મિક્ષ્ચર વગરનું હોય તો પરિપૂર્ણ થાય કામ. અને જ્ઞાનમાં છે તો બીજું બીજું હોય, ભેળસેળ હોય ત્યારે બગડી જાય. જે જ્ઞાનમાં અહંકાર હોય એ અજ્ઞાન છે. એટલે અજ્ઞાન છે તે અહંકાર સાથે છે એટલે એ ચેતન જ્ઞાન ના હોય.
આપ્તવાણી-૧૧
૯૫
પ્રશ્નકર્તા : ચેતન વગર તો એ કેમ કામ કરે ?
દાદાશ્રી : એ કામ તો આપે, પણ એ તમે જો હાજર કરો તો કામ આપે. પોતે હાજર ના કરો તો જ્ઞાન એને ચેતવે નહીં.
પ્રશ્નકર્તા : એ સમજાયું નહિ બરોબર. એ ચેતન વગર કેવી રીતે કામ આપે ?
દાદાશ્રી : એ જ્ઞાનના આધારે અહંકાર ચેતે. એ પ્રકાશ જોઈ અને પ્રકાશ જુએ એટલે અહંકાર આમ ખસી જાય. બાકી ચલાવે છે એ બધો પ્રકાશ. પ્રકાશ ચેતન નહિ હોવાથી અહંકારને કામ લેવું પડે છે અને જ્યારે અજ્ઞાન ખલાસ થઈ જાય ત્યારે પ્રકાશ ચેતનરૂપ થઈ જાય. ત્યારે અહંકાર નથી હોતો. જ્ઞાન હોય તો તમે સીધા ઘેર ચાલ્યા જાવ, ત્રણ રસ્તા હોય કે પાંચ રસ્તા હોય, પણ સીધા ઘેર ચાલ્યા જાવ કે ના ચાલ્યા જાવ ?
પ્રશ્નકર્તા : ચાલ્યા જઈએ.
દાદાશ્રી : બધે જ્ઞાનની જ જરૂર છે. જ્ઞાન વગર જ ગૂંચાયું છે.
જે જ્ઞાન અનુભવમાં એને હોય. એટલે પછી એનું અનુભવ જ્ઞાન કામ કાર્ય જ કરે. પછી છે તે છોડતો જ જતો હોય. આ પોતાના ભાવ બધા ઉડાડતો જ જતો હોય. માર ખાતો ખાતો જાય ત્યારે અનુભવ જ્ઞાન ઉત્પન્ન થાય. દહાડે દહાડે અનુભવ તો હોય પણ ભૂલી જાય છે. પેલો ઓછો માર ખાધો છે ત્યાં સુધી ભૂલી જાય છે. એટલે પાછો ફરી માર ખાય છે. ફરી ખાતો ખાતો પણ એ જ્ઞાન સજ્જડ થતું જાય. આ બધું જ્ઞાન જ કામ કરી રહ્યું છે. જ્ઞાન ને અજ્ઞાન, જ્ઞાન ના હોય તો અજ્ઞાન કામ કરી રહ્યું છે, અજ્ઞાન એટલે અધોગતિમાં લઈ જાય. જ્ઞાન ઊંચી ગતિમાં લઈ જાય.
પ્રશ્નકર્તા : માર ખાતો ખાતો આવ્યો હોય એમાંથી જે અનુભવ થાય અને એનાથી જે જ્ઞાન થાય. એટલે એ પછી કોઈ પણ પ્રકારના
ભાવ ન કરે એવું આપ કહેવા માંગો છો ?