________________
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
૯૩
જ્ઞાન જ ચલાવનારું છે આ જગતને. અહીંથી જૂહુ જવું હોય, ને બે રસ્તા આવ્યા, તેમાં કયો રસ્તો સાચો ? કોઈ બતાવે, એ જ્ઞાનને આધારે તમે આવો. આ ક્રિયા છે તે જ્ઞાન જ ચલાવે છે. ક્રિયા એ બધી જ્ઞાન જ કરાવે છે. જ્ઞાનીઓના કહેલાના આધારે ચાલેલાનું ફળ વિરતિ, અને જગતના જ્ઞાનનું ફળ અવિરતિ.”
દાદાશ્રી : જગતના જ્ઞાનનું ફળ અવિરતિ એટલે આખો દહાડો વધારે માથાકૂટ કરવાનું મન થાય એ જ્ઞાનને આધારે. અને પેલા જ્ઞાનને આધારે વિરતિ.
પ્રશ્નકર્તા : ‘છોકરાં, મા-બાપને જીવડાં મારતાં જુએ એટલે એ ય મારે. જે જ્ઞાન જુએ તેવું કરે. એટલે એનો માર પડે. જ્ઞાન એ જ પરમાત્મા છે, જ્ઞાન ક્યારે અજ્ઞાન થતું નથી, પણ ઉપયોગ બદલાય છે. તેને જ અજ્ઞાન કહ્યું છે.” આ ફોડ પાડીને, ઉપયોગને ને અજ્ઞાનને ! ઉપયોગ બદલાય એને અજ્ઞાન કહ્યું?
દાદાશ્રી : હાસ્તો ને ! આત્માનો ઉપયોગ બદલાયોએટલે સંસાર ઊભો થયો ને એને અજ્ઞાન કહ્યું. સંસારી જ્ઞાન બધું એ અજ્ઞાન. આ એક એક વાક્ય સમજવું દસ વર્ષે ના બને.
પ્રશ્નકર્તા : આ ઊંચો ફોડ પાડી દીધો છેઆમાં. દાદાશ્રી : પછી આગળ વાંચ, શું લખ્યું ?
પ્રશ્નકર્તા: “સંસાર એ સમસરણ માર્ગ છે, બહુ લાંબો માર્ગ છે. એટલે ગયા અવતારમાં તમે ચાલ્યા કરો છો, આ અવતારમાં તમે ચાલ્યા કરો છો. એ માર્ગ ઉપર જેવું જ્ઞાન તમે જુઓ છો એવા જ્ઞાન પર તમને શ્રદ્ધા બેસે છે. એ શ્રદ્ધાનું રૂપક આવે છે બીજા અવતારમાં. હવે બીજા અવતારમાં બીજા પ્રકારનું જ્ઞાન મળે છે ને રૂપક પાછલા અવતારના જ્ઞાનનું આવે છે. આનાથી દ્વિધા ઉત્પન્ન થાય છે કે મનના હિસાબ પ્રમાણે રૂપક કેમ નથી આવતું ?'
દાદાશ્રી : ઓહોહો ! એ પાછું વિસંગત જ થયા કરે.
પ્રશ્નકર્તા : “જેટલું જ્ઞાન ભર્યું એટલી દ્વિધા ઉત્પન્ન થાય.” દાદાશ્રી : થાય. લખ્યું છે બધું, નહીં ?! પ્રશ્નકર્તા : હવે આમાં અધિષ્ઠાન. અધિષ્ઠાન પણ જ્ઞાન ?! દાદાશ્રી : હા, તો બીજું શું ત્યારે ? અધિષ્ઠાન જ્ઞાન.
પ્રશ્નકર્તા : એટલે જગત જેમાંથી ઉત્પન્ન થાય છે, અને જેમાં વિલય પામે છે, એ જ્ઞાન જ કે ?
દાદાશ્રી : જ્ઞાન જ છે, જ્ઞાનમાંથી અજ્ઞાન ઊભું થયું, એટલે જગત ઊભું થયું અને પાછું અજ્ઞાનમાંથી જ્ઞાન થયું એટલે પાછું સમાઈ ગયું.
પ્રશ્નકર્તા : પણ પ્રતિષ્ઠિત આત્માને કહ્યુંને આપણે !
દાદાશ્રી : એ તો લોકોને સમજવા માટે આવું કહીએ. નહીં તો તો ઊંધે રસ્તે ચાલ્યા જાય ?
પ્રશ્નકર્તા : આ મૂળ હકીકત છે.
દાદાશ્રી : મૂળ હકીક્ત આ ! પ્રતિષ્ઠિત આત્મા તો આનો જ બનેલો છે. આપણો જ ગોઠવેલો છે. પ્રતિષ્ઠા કરેલી “આ હું છું, આ હું છું.' ત્યારે કહે, ‘હા, તું છું !” અને એને વ્યવહાર આત્મા, તીર્થંકર ભગવાને એને વ્યવહાર આત્મા કહ્યો, કે વ્યવહારમાં વર્તતો આત્મા. આપણે શું કહીએ છીએ કે એમ ને એમ થયો નથી, પ્રતિષ્ઠા કરી છે માટે થયો છે, એટલે એ પ્રતિષ્ઠિત આત્મા છે.
પ્રશ્નકર્તા : આ અધિષ્ઠાન એ જ્ઞાન કહ્યું, અને ચાલી રહ્યા છે, એટલે ચલાવનારું ય જ્ઞાન કહ્યું.
દાદાશ્રી : હા. એ બધું ચલાવનારું, ન ચલાવનારું બધું જ જ્ઞાન છે એ. એ જ આ જગતનું અધિષ્ઠાન છે. જગતનું અધિષ્ઠાન ક્યું ? ત્યારે કહે, આ જ્ઞાન જ. જ્ઞાન ના હોત તો અજ્ઞાન ઊભું ના થાત, ને તો પછી જગત હોત નહીં.