________________
આપ્તવાણી-૧૧ કોઈનો રોફ નહિ, આ જ્ઞાનનો તો રોફ.
આપણે અહીંથી દાદર જવાનું મને જ્ઞાન નથી. તે હું જ્ઞાન વગર શી રીતે જઉં ? પગ ચાલે, બધું ય કરે પણ જ્ઞાન ના હોય તો જાય કેવી રીતે ? બીજી જગ્યાએ જ નીકળી જાયને ! જ્ઞાન ના હોય તો ક્યાંથી જાય ? બધી બાબતમાં જ્ઞાન વગર કશું ચાલે નહીં. એક તરણું સરખું પણ જ્ઞાન વગર ચાલે નહીં. કાં તો અજ્ઞાનથી કે જ્ઞાનથી, બેઉથી, પણ એના વગર ચાલે નહીં. જ્ઞાન ના હોય તો અજ્ઞાન ચલાવે એને. આમ ભટકાવે, આમ ભટકાવડાવે, આમ ભટકાવડાવે ! પણ કોઈ છે બેમાંથી એક તો છે તે હાજર છે ને ! એટલે એ જ ચલાવે છે આ. પગ ચાલતા નથી, ચલાવનાર ચલાવે છે. તને ના સમજાયું હજી ?
પ્રશ્નકર્તા : એ વાત કરેક્ટ છે. કારણ કે એની પાસે જ્ઞાન ના હોય તો એ કઈ દિશામાં જાય ? એટલે જ્ઞાન તો જરૂરનું જ છે, પહેલામાં પહેલું.
દાદાશ્રી : આ જો સીધો રસ્તો ના જડે, તો જ્ઞાન નથી એમ કહેવાય અને અજ્ઞાન એટલે ઉંધે રસ્તે ચલાવે. અજ્ઞાને ય કામ કર્યા કરે. આમ રહીને ઠંડોને, આવી જશે ! તે ઊલટો પછડાય ! હવે અજ્ઞાનથી જડે નહીં ! એટલે અજ્ઞાન ને જ્ઞાન બેઉ હોય. વ્યવસ્થિત તો બધા એવિડન્સ ભેગા થાય એટલે કાર્ય થઈ જાય.
પ્રશ્નકર્તા : હં. એટલે એક કાર્ય થવા માટે પણ જ્ઞાન પહેલું હોય છે એમાં !
દાદાશ્રી : જ્ઞાન પહેલું જ હોય ને ! પ્રશ્નકર્તા : જ્ઞાનના પ્રમાણે પછી જે બને એમાં વ્યવસ્થિત કહેવાય.
દાદાશ્રી : પછી વ્યવસ્થિત છે. પણ તને વિચાર કરતાં સમજાય છે કે જ્ઞાનની જરૂર છે આમાં ? જ્ઞાન વગર ચાલતી નથી આ જગતમાં કોઈ વસ્તુ !
પ્રશ્નકર્તા: એ તો જેમ ચાલવા માટે પણ જ્ઞાન જોઈએ છે, વર્તન
આપ્તવાણી-૧૧
૯૧ માટે પણ જ્ઞાનની જરૂર છે, એ શબ્દ બોલવા માટે પણ જ્ઞાનની જરૂર ખરી ને !
દાદાશ્રી : હા, ખરીને ! પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનનો આધાર તો બધે જ છે ને !
દાદાશ્રી : બધે એ જ્ઞાન વગર ચાલતું નથી. એથી આપણા લોકો એ, જૂના લોકોએ ઠોકી બેસાડ્યું કે આ ભગવાન ચલાવે છે, એટલે જ્ઞાન એટલે ભગવાન, પણ એવું કહીએ ત્યારે મૂઆ ચોંટી પડે છે, ઉધે રસ્તે. એટલે આપણે એ વાત ઉડાડી મેલી. ભગવાન ચલાવે છે એટલે મારે ચલાવવાનું ક્યાં રહ્યું ? એટલે પછી પરીક્ષાનું વાંચે જ નહીં. મૂઆ સૂઈ જાય નિરાંતે. પણ જો આમ સમજે તો આ બધું જ્ઞાન જ ચલાવે છે. અને કાર્ય થાય છે વ્યવસ્થિતથી. એ જ્ઞાનથી કાર્ય થાય એવું નક્કી નહીં. પણ કાર્ય થાય તે વ્યવસ્થિતથી થાય છે. વ્યવસ્થિતથી કાર્ય નક્કી થાય જ.
પ્રશ્નકર્તા : પેલું કાર્ય થવા માટે પણ એ ક્રિયાનું પણ જ્ઞાન પહેલું જોઈએ. પછી કઢી બનાવાનું જ્ઞાન હોય તો કઢી બનાવી શકાય.
દાદાશ્રી : નહીં તો બનાવે શી રીતે ? આ તો મારી જોડે વાતચીત કરવાનું તને જ્ઞાન હોય તો તું વાતચીત કરું, નહીં તો આ લોકોથી ના જ થાય ને ! એ ક્યા આગે બોલતા હૈ !
પ્રશ્નકર્તા : આપ્તસૂત્ર નં. ૨૬૯૫માં આવે છે કે “જેને જેવું જ્ઞાન મળે તેવી રીતે એ ચાલ્યો જાય. અને જો સવળું જ્ઞાન મળે તો તેવું ચાલે.”
દાદાશ્રી : હં. એ જો અવળું જ્ઞાન મળે તો અવળો મૂઓ ચાલે. પ્રશ્નકર્તા: ‘જગતનું અધિષ્ઠાન જ જ્ઞાન છે.' દાદાશ્રી : જે ચોખ્ખું લખ્યું છે ને !
પ્રશ્નકર્તા : આમાં આવી ગયેલું. “જ્ઞાન ના આધારે જ જીવો ચાલી રહ્યા છે, એ અજ્ઞાન કે જ્ઞાન. અજ્ઞાન એ ય જ્ઞાન છે. એ તો જ્ઞાનીએ જૂદું પાડ્યું, બાકી જીવને જે જ્ઞાન છે, તેના આધારે જ ચાલે છે. એટલે