________________
આપ્તવાણી-૧૧
નહીં, પાંસા ફેરવ ફેરવ કરે. હવે બોલો, ભોગવવામાં ફેર છે ને !
પ્રશ્નકર્તા : ભોગવવામાં જ ફેર છે. વાત તો એકની એક છે.
દાદાશ્રી : બાકી નિયમ તો સરખું જ આપે બન્નેને. તે આમાં બધું વ્યવસ્થિતના હિસાબમાં ભોગવવાનો ફેર બધો.
પ્રશ્નકર્તા ઃ એટલે જ તો દાદા, જે ભાવે એ ભયું એ ભાવે ભોગવવાનું.
દાદાશ્રી : જેવા ભાવે કર્યું છે તેવા જ ભાવે હવે ફરી ઉદય આવશે અને ફળ આપશે. કષાયભાવે કર્યું હશે તો કષાયભાવે ઉદય આવશે. પણ જેવા ભાવે કર્યુંને એવા ભાવથી જ ફળ મળે. થોડું સમજાયું ?
પ્રશ્નકર્તા : હા, ફળ મળવું એ નિયમ છે જ, જેવા ભાવે.... દાદાશ્રી : એ જેવા ભાવે કર્યું ને એવા ભાવે ફળે.
પ્રશ્નકર્તા : એ જેવા ભાવે ભોગવટો આવ્યો એ વ્યવસ્થિત પ્રમાણે જુદું જુદું આવ્યું !
દાદાશ્રી : હં, ભોગવટો કેવા ભાવનો આવ્યો, તેવી રીતે આપણે કાર્ય કરેલું.
પ્રશ્નકર્તા : એટલે ભોગવટો એ જે આવ્યોને અત્યારે, અત્યારનો ભોગવટો અને હવે જે જાગૃતિ રહે છે તે જુદી વસ્તુ !
દાદાશ્રી : એ પ્રમાણ જુદું છે. પ્રશ્નકર્તા : હં, તો એ વસ્તુ... દાદાશ્રી : નહીં ભોગવટો તો ખરો ને ! પ્રશ્નકર્તા : હં, એ વ્યવસ્થિત આવ્યું. દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : અને વ્યવસ્થિત જે હોય અને અંદરની જાગૃતિ જુદા
આપ્તવાણી-૧૧ ભાવે રહી શકે ને ?
દાદાશ્રી : એ બધું રહી શકે, પણ આ વ્યવસ્થિત આવવાનું.
પ્રશ્નકર્તા: આવ્યા વગર રહે નહીં. હવે, આપ બધું નિયમ પ્રમાણે કરો છો ને. એ આઠ વાગે જમતા હો, આઠ વાગે જમો. પછી સવારે ઊઠતા હો સાડા છએ, તો સાડા છએ ઊઠી જવાનું, એ બધું નિયમ પ્રમાણે કેમ ?
દાદાશ્રી : કુદરત નિયમવાળી છે. તેને આપણા લોકો નિયમથી બહાર કરી નાખે છે. કુદરતમાં તો આઠ વાગે તમે એઝેક્ટ ચા પીતા હો ને, તો આઠ વાગે ટકોર મારશે, પછી તમે સાડા આઠ કરો તો એ શું કરે ? કુદરત નિયમબદ્ધ છે. દાઢી ત્રીજે દહાડે કાપતો હોય, તો ત્રીજો દહાડે જ ઊગીને ઊભી રહે, તેથી વધઘટ ના થાય. નહીં તો ઊગી જ ના હોય તો શું કરે ? કોઈ ફેરો આવડી આવડી થઈ જાય ને કોઈ ફેરો ના ઊગે એવું કશું નહીં, નિયમવાળી.
હું ય ‘વ્યવસ્થિત'ના નિયમને આધીન છું. થોડું અમારી સત્તામાં છે, પણ તે અમારા અંદરના ભાગમાં સ્વતંત્ર છું. કડવું ફળ આવ્યું હોય એને મીઠું કરવું હોય તો આવડે કે આમ કરીએ એટલે મીઠું થાય. છતાં અમારે કડવું ફળ હોય નહીં. કારણ કે આ લાઈનમાં ઠંડ્યા, આ દાદરની બાઉન્ડ્રીનો એન્ડ આવે કે ના આવે ? આવે !
મનુષ્ય માટતે ચલાવે ‘જ્ઞાત' જ !
પ્રશ્નકર્તા : એક વાત એવી નીકળી હતી ને સાયન્સની, કે જ્ઞાન જ ચલાવે છે. એ જ્ઞાન કહો કે અજ્ઞાન કહો, પણ બધાં ય જીવોને જો ચલાવતું હોય તો જ્ઞાન જ ચલાવે છે આમાં. એટલે વ્યવસ્થિતનું કર્તાપણું જે આપે કહ્યું, અને આ જ્ઞાન ચલાવે છે, એ બેનો કેવી રીતે ભેદ પડે છે ?
દાદાશ્રી : જ્ઞાન તો સ્વતંત્ર છે ને વ્યવસ્થિત તો બધું ભેગું થાય ત્યારે પરિણામ આવે. એટલે એ તો પાર્લામેન્ટરી પદ્ધતિ છે. એમાં કોઈ