________________
૮૬
આપ્તવાણી-૧૧
આપે. પેલી દીકરીઓ બૂમ પાડે કે અમારે લાખ મળવા જ જોઈએ. ત્યારે કહે, ‘ના.’ આ બધા જગતના ભઈઓ-ભઈઓની વઢવાડો એની જ છેને ! મારા મોટા ભઈએ મને દસ જ વીઘા જમીન આપી, એક કહેશે, મને પૂરી આપી. એ ગયા અવતારનું ઋણાનુબંધન હોય તો અપાઈ જાય. પણ અપાઈ ગઈ એ બરોબર, એ કરેક્ટ ! બન્યું એ જ ન્યાય.
પ્રશ્નકર્તા ઃ અપાઈ ગયું એ વ્યવસ્થિત કીધું.
દાદાશ્રી : એ જ ન્યાય.
પ્રશ્નકર્તા : તો આમાં એ નિયમ વસ્તુ ક્યાં રહી ?
દાદાશ્રી : એ નિયમને કશું લાગતું-વળગતું નથી. નિયમને આને કશું લેવાદેવા નહીં. પણ વ્યવસ્થિત સમજાયું ?
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત તો બરાબર સમજાય છે, પણ પ્રશ્ન એ છે કે આપણે આ જગત વ્યવસ્થિત ચલાવે છે એવું કહીએ, અને પાછું બીજું કીધું કે જગત નિયમપૂર્વક જ છે બધું.
દાદાશ્રી : હા, તે નિયમથી વ્યવસ્થિત છે. જગત નિયમથી ચાલે છે. અને વ્યવસ્થિત એટલે બીજું બધું આ શું થઈ રહ્યું છે ? ત્યારે કહે, વ્યવસ્થિત થઈ રહ્યું છે.
પ્રશ્નકર્તા : ચાલે છે નિયમથી અને થઈ રહ્યું છે એ વ્યવસ્થિત છે એમ ?
દાદાશ્રી : ખૂન કરતો હોય છે તે છૂટી જાય તે વ્યવસ્થિત છે. ખૂન નથી કરેલો બંધાઈ જાય છે તે ય વ્યવસ્થિત છે. તમને સમજાયું કે નહીં ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : વ્યવસ્થિત અને નિયમનો દાખલો એક સમજાવું. બે ભઈબંધો બહાર ફરવા જતા હતા. તે આ બાજુ બે સરખા વંદા આવતા હતા. વંદા સરખી ઉંમરના એ ય ફરવા નીકળ્યા હતા. હવે એકે પગ મૂક્યો જાણી જોઈને, વંદો દેખ્યો કે તરત જાણી જોઈને પગ મૂક્યો, અને
આપ્તવાણી-૧૧
આમ-આમ કર્યું, શું કર્યું ?
પ્રશ્નકર્તા : વંદાને પગેથી કચડ્યો.
८७
દાદાશ્રી : એટલો બધો એની ઉપર એ થયો કે પગને આમ ખસેડ ખસેડ કરે. અને બીજાનો પગ એમ ને એમ અજાણતાં આવી ગયો, તે જાણતો નથી બિચારો. હવે વંદાના ફેમિલીવાળાએ બૂમ પાડી, કે અમારા બન્નેવના ધણીને મારી નાખ્યા, આ બે ગુનેગારે. હવે વ્યવસ્થિતની કોર્ટ શું કહે છે ? બન્ને મરી ગયા એ નોંધ કરી. એ બન્નેવ ગુનેગારને સરખું નિયમથી જ ઇનામ મળવું જોઈએ. એવું જ હોયને ! ખૂન તો બેઉનાં
થયા છે ને ! અને લોકો એવી જ આશા રાખે ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : બેઉએ ખૂન કર્યા. તે બેઉની સરખી જ સજા મળે એવી આશા રાખે. હવે વ્યવસ્થિતે શું કર્યું ? પેલા એકને જન્મ આપ્યો, શ્રીમંતને ત્યાં, ગામના આગેવાનને ત્યાં અને એકને એ જ ગામમાં છે તે ઝાડુવાળાને ત્યાં. એટલે હવે બન્નેને અમુક ટાઈમે એનું ફળ મળવું જ જોઈએ. પેલા ચીકણાવાળાને મોડું મળે અને પેલા ભોળાવાળાને વહેલું મળે. જેને એમ ને એમ પગ પડ્યો હતો એને જલ્દી ફળ મળી જાય, નાની ઉંમરમાં મળી જાય. એટલે ચાર ધોલો અને ચાર ગાળો આપવાનો કાયદો નીકળ્યો. પેલાને ચાર ગાળો અને ચાર ધોલો એ ભરી સભામાં આપી. પેલા હિરજનને હૈ ય, ચાર ચોડી દીધી અને ગાળો આવડી આવડી દીધી. એટલે પેલાને દુ:ખ તો થયું બિચારાને પછી રસ્તે જતો હતો ત્યાં આમ આમ ખંખેરી નાખ્યું. કારણ કે એને ગાળો ને ધોલોનો હિસાબ જ ન્હોતો ને ! પ્રેક્ટિસ જ થયેલી હતી ને ! તમને સમજ પડીને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હવે પેલા ગામના આગેવાનને શું થયું ? એને ય ચાર ગાળો ને ચાર ધોલો આપી, વધારે નહીં. સરખું જ બધાને અને એટલી જ એ જે શબ્દો અહીં બોલ્યા તે એટલા જ ત્યાં, પણ પેલાને તો આખી રાત ઊંઘ આવી નહીં. ‘મને આમ ! મને આવું ?!' રાતે ઊંઘ આવતી