________________
૮૦
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : ના, એવું નહીં. પ્રતિક્રમણ કરવાથી ખરાબમાંથી સારા ભાવ આવે એવું નહીં, પણ પ્રતિક્રમણ તો પેલું એ છે કે, “ભઈ આ અતિક્રમણ કર્યું માટે હું પ્રતિક્રમણ કરું છું, ફરીથી નહીં કરું'.
પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુને માટેનો ભાવ જ રાખવાનો ? પછી જે થવાનું હોય તે થાય.
દાદાશ્રી : ભાવે ય નથી હાથમાં. આપણે અક્રમમાં તો ભાવ કાઢી નાખ્યો છે. ભાવ ક્રમિક માર્ગમાં છે. આપણે બિલકુલ ભાવ જ કાઢી નાખ્યો છે ! આખું ડીસમીસ કરી નાખ્યું છે ભાવ. એ તો અત્યારે તમને ઇચ્છાઓ-બીચ્છાઓ થાય, એ ભાવ નહીં. ભાવ વસ્તુ સાવ જુદી છે. ‘તમે ચંદુલાલ હો’ તો જ ભાવ હોય, નહીં તો ભાવ ના હોય. ‘ચંદુલાલ” નથી એટલે ભાવ નથી. હવે ‘ચંદુભાઈ’ એ વિભાવ હતો. તેને જગતે ભાવકર્મ કહ્યું અને હવે ‘હું શુદ્ધાત્મા છું' એ પોતાનો સ્વભાવ છે. આ વિભાવને ભાવકર્મ કહ્યું, એ ગયું, બધું જ ગયું.
આ ‘જ્ઞાન’ છે ને, એ જો તમે ઊખેડીને ખોદી ના નાખો ત્યાં સુધી આ ભાવ ઉત્પન્ન થતો નથી. એને પોતાને ભાવ ઉત્પન્ન થતા નથી. એમાં બે પુરાવા છે કે ‘ભાઈ, તું શુદ્ધાત્મા છે કે ચંદુભાઈ છે ?” ત્યારે એ કહે, “ના, હું શુદ્ધાત્મા છું, ચંદુભાઈ વ્યવહારથી છે.” “અને કર્તા તું છે કે વ્યવસ્થિત કર્તા છે ?” ત્યારે એ કહે, ‘વ્યવસ્થિત કર્તા છે.’ થઈ રહ્યું એ માણસને ભાવ જ થતો નથી. પણ એને જે ભાવ સમજાય છે, એ ડિસ્ચાર્જ ભાવને ભાવ કહે છે. જગતના લોકો ભાવને સમજી શકે નહીં.
આ તમને કહી દઉં. કારણ કે ભાવકર્મ જો સમજે તો એ એટલી ઝીણી વાત છે ! આ જે ભાવ થાય છે ને એ તો ખાવાના ભાવ થાય છે, પૈણવાના ભાવ થાય છે, બીજા ભાવ થાય છે, એ ભાવ ખરેખર ભાવ નથી. ભાવ એ વસ્તુ જ બહુ જુદી છે !
પગલતો સ્વભાવ અને વિભાવ !
આપ્તવાણી-૧૧
૮૧ એનો સ્વભાવ ભૂખ લાગવી, આરામ કરવો, સૂઈ જવું, સંડાસ જવું, પાણી પીવું, શ્વાસ લેવા-મૂકવો, એ બધું પુદ્ગલનો સ્વભાવ ! અને ક્રોધ-માનમાયા-લોભ કરવા એ વિભાવ, એ સ્વભાવ અને વિભાવને અમારી બિલિફના આધારે વ્યવસ્થિત માને છે તેનો વાંધો નથી.
વધારે ખઈ જતો હોય, ગળ્યું ખૂબ ખઈ જતો હોય, ગુસ્સો થઈ જતો હોય, લોભ થઈ જતો હોય, તો પણ છે તે વ્યવસ્થિત માને છે એને કશો વાંધો નથી. એવું વ્યવસ્થિત આપ્યું છે મેં.
પ્રશ્નકર્તા : એટલે આ બધી અસરો થવી, અસરો ન થવી, એ આખું બિલિફ ઉપર જ આવીને ઊભું રહે છે. એટલે વ્યવસ્થિત કીધું તો એકદમ સમાધાન જ થઈ ગયું. હવે એ માન્યતા બરોબર રહે નહીં, તો ગુંચવાયા કરે, મુશ્કેલી ઊભી થાય, એટલે બિલિફ ઉપર જ બધું ઊભું રહ્યું ને ?!
દાદાશ્રી : ત્યારે બીજું શું ? પ્રશ્નકર્તા : એ જ આખું ભૂલવાળી બિલિફથી બધું ગૂંચાય છે.
દાદાશ્રી : અમારા જ્ઞાન ઉપર બિલિફ નથી રહેતી. અમે મોક્ષે જવાય એવું જ્ઞાન આપીએ છીએ. છતાં એની બિલિફ રહેતી નથી તો એનો માર ખાય છે. પછી, અમે શું કરીએ ? તો ય પાછું ઉપરાણું દેખાડ્યા કરીએ.
પ્રશ્નકર્તા : ધારો કે આપે કહ્યું કે વ્યવસ્થિત છે, આ મન-વચનકાયાનું બન્યું એ વ્યવસ્થિત, એ અંદર એક વખત ના રહ્યું હોય, પણ પાછું એ અંદરથી ગોઠવણી કરીને બિલિફ બેસાડી શકે ? કે “આ વ્યવસ્થિત છે' એવું દાદાએ કહ્યું છે. એમ કહીને પાછો મૂળ બિલિફમાં આવી જઈ શકે છે ને ? એટલું સાધન છેને પોતાની પાસે ?
દાદાશ્રી : સાધન તો બધું છે. રોંગ બિલિફો હતી એ રોંગ બિલિફ કહી અને આ રાઈટ બિલિફ છે એ રાઈટ બિલિફ ! રોંગ બિલિફો હતી અત્યાર સુધી તેના આધારે આ હતું, બંધન હતું. રાઈટ બિલિફના આધારે મોક્ષ છે.
પુદ્ગલ પુદ્ગલના સ્વભાવમાં રહે, પુદ્ગલે, પુદ્ગલના સ્વભાવમાં રહેવું જોઈએ. એનો સ્વભાવ ફેરફાર થયો એટલે પછી આપણે દવા લેવી.