________________
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : આમાં ઘણી વખત એવું બને કે કંઈ પણ બોજા જેવું લાગતું હોય તો કંઈક પેલી રોંગ બિલિફ મહીં વર્તે છે. કંઈ પણ રોંગ બિલિફની અસર ઊભી થઈ છે. એવું કહી શકાય ને ?
દાદાશ્રી : છતાં જયાં સુધી ભૂલો દેખાય છે, ત્યાં સુધી પોતે પોતાનામાં જ છે.
પ્રશ્નકર્તા : અચ્છા, એટલે પોતે પોતાના સ્થાનમાં આવી ગયો કહેવાય. પણ પેલું અમુક જે બોજા જેવું લાગ્યા કરતું હોય, ગૂંચવાડો ઊભો થયા કરતો હોય, સમાધાન ઉત્પન્ન ન થતું હોય, ત્યાં સુધી રોંગ બિલિફમાં પેસી ગયો એવું કહી શકાય ને ?
દાદાશ્રી : બીજું શું ત્યારે ! એ ય ઇચ્છાપૂર્વક નહીં, પરાધીનપણે. પણ નિશ્ચય એનો ડગી ગયો અને જે આવ્યું છે એમાં નિશ્ચય ડગી ગયો.
પ્રશ્નકર્તા : તો એમાંથી પાછુ મૂળ જગ્યાએ આવી શકાય ને ? એમાંથી મૂળ જગ્યાએ આવવા માટે કેવી રીતે ગોઠવણી હોય ?
દાદાશ્રી : એ તો બહુ દેખાડ દેખાડે કર્યું છે ને ! એ જ દેખાડીએ છીએ ને ! એ જ રીતો બતાડ-બતાડ કરવાની ને હવે. વ્યવસ્થિતને ના ગાંડ્યો !
પ્રશ્નકર્તા : હા, બરાબર છે, વ્યવસ્થિતને ના ગાંડ્યો તેથી બીજી રીત બતાડી !
દાદાશ્રી : વ્યવસ્થિતને ગાંઠતો હોય તો તો મારી જોડે વાતચીત કરવા આવવાની જરૂર નહીં ને !
પ્રશ્નકર્તા : આ તો આટલું સ્ટ્રોંગ જ્ઞાન છે, તો ય વ્યવસ્થિતને કેમ ગાંઠતો નથી ?
દાદાશ્રી : ઢીલાપણું પોતાનું, નિશ્ચય નહીં. કો’કે કહ્યું હોય કે આમ નાકની દાંડી સામું જોઈને જ ચાલ્યા કરજો, આમ બાજુમાં માર્યા જશો. તો ય પાછો કૂદાકૂદ કરે ને વઢાઈ જાય. એ કેટલાક શૂરવીર મહીં ચાલ્યા જાય. અડધું તો અક્કલ બચાવનું કામ કરે એવું. અક્કલ ના હોય તે
આપ્તવાણી-૧૧ ચાલ્યા જાય. આ તો અક્કલ ના હોય ને તો પાછો બજારમાંથી લઈ આવે વેચાતી, ગીરવે છે.
પ્રશ્નકર્તા : કમ્પ્લીટ વ્યવસ્થિત માને તો જ પોતે પોતાનામાં રહી શકે ને, નિઃશંક થઈને રહી શકે ને ?
દાદાશ્રી : બધું ફેક્ટ જ થઈ ગયું. અમારી આજ્ઞામાં આવ્યોને ! ચોખ્ખું જ્ઞાન લીધુંને એણે ! આ તો લીધેલામાં પોતે ડહાપણ કરે છે. અનંત જ્ઞાન શી રીતે રહેશે ? મારામાં જ્ઞાન છે નહીં ને આ અનંત જ્ઞાન કહે છે ! કોની જોડે માપે એ ? પોતાપણું બદલે નહીં. આ તો અમે જ્ઞાનમાં એવી રીતે મૂક્યું છે કે એની મેળે બદલાઈ જાય. નહીં તો એને કહ્યું હોય કે બદલજો તો હવે ના બદલે. અમે જ્ઞાનમાં જ એવું મૂક્યું છે કે બદલાઈ જાય. મૂક્યું છે એવું લાગે છે તમને ?
પ્રશ્નકર્તા : હા. એટલે આ પોતાની રીંગ માન્યતાઓ એ જ બધું પોતાપણું કીધું ?
દાદાશ્રી : તો બીજું શું ત્યારે ? પ્રશ્નકર્તા : એટલે એ રોંગ માન્યતા છૂટે તો પોતાપણું ગયું કહેવાય.
દાદાશ્રી : પોતાપણું આમ તો પાર વગરનું છે બધું. પણ એનો માલિક કોણ ? એનો માલિક કોણ ? એનો માલિક કોણ ? એનો માલિક કોણ ? એનો માલિક કોણ ? છેવટે છેલ્લા માલિક કોણ રહ્યા ? ત્યારે કહે કે બિલિફો.
પ્રશ્નકર્તા : છેલ્લી માલિક બિલિફો, કરેક્ટ !
દાદાશ્રી : નહીં તો આમ તો પોતાપણું બધું બહુ જગ્યાએ વેરાઈ ગયું છે.
પ્રશ્નકર્તા અને એ પાછી રોંગ બિલિફો હોય છે બધી. એ રોંગ બિલિફો છેદાય તો પોતાપણું પણ જાય અને રાઈટ બિલિફના આધારે જ એને છેદી શકાય ને ?