________________
(૪) વ્યવસ્થિતતી વિશેષ વિગત...
એક અવતારી અક્રમ જ્ઞાત !
આપણે અહીં ‘કરવાનો' માર્ગ જ નથી.
પ્રશ્નકર્તા : તો આ શું કરીએ છીએ !
દાદાશ્રી : આ તો ડિસ્ચાર્જ થાય છે.
પ્રશ્નકર્તા : હા, પણ આ જ કર્યું કહેવાયને, બીજું શું ?
દાદાશ્રી : ના, એ કર્યું ના કહેવાય. અહીં ભ્રાંતિરહિત વાત છે બધી. સંપૂર્ણ ભ્રાંતિરહિત. કરવાનું નથી એટલે ભ્રાંતિ ગઈ. જ્યાં સુધી કરવાનું છે ત્યાં સુધી બધી ભ્રાંતિ છે.
પ્રશ્નકર્તા : પણ પૂર્ણ ના થાય ત્યાં સુધી કર્તાભાવ રહેવાનો છે, અહમ્ રહેવાનો છે, થોડો ઘણો ?
દાદાશ્રી : કર્તાભાવ રહે તો તો અહીં આગળ દાદાનું તો અક્રમ વિજ્ઞાન એ સમજ્યો નથી, એક અક્ષરે ય.
આપ્તવાણી-૧૧
૬૩
ઉપાધિ જતી રહી એટલે કર્તાભાવ ગયો. કર્તાભાવ જાય એટલે
સંપૂર્ણ દશા થઈ ગઈ. ફક્ત ડિસ્ચાર્જ એકલું રહ્યું. કારણ કે આ લોકોને રસ્તે જતાં આ જ્ઞાન મળ્યું, એટલે જાત જાતનું ડિસ્ચાર્જ, આમને જુદી જાતનું હોય, આમને જુદી જાતનું હોય, આમને જુદી જાતનું હોય. એ ડિસ્ચાર્જ જુદું જુદું રહ્યું ફક્ત. કર્તાભાવ ઉડી જાય એવો જ માર્ગ છે આ. સંપૂર્ણ હંડ્રેડ પરસેન્ટ કર્તાભાવ ઉડી જાય છે. નહીં તો માણસને શાંતિ રહે નહીં !
કોઈને અહંકારી ગુણ તો એટલો બધો હોય કે ડિસ્ચાર્જ થતી વખતે આમ દેખાય હઉ, બધાં ય કહે કે આ કેટલો અહંકાર કરે છે, તો ય પણ એ નથી કરતો.
પ્રશ્નકર્તા : આપણાથી સૂક્ષ્મ અહંકાર તો થઈ જ જાય છે ને ?
દાદાશ્રી : ના, એ સૂક્ષ્મ અહંકાર નથી. એ અહંકાર કેવો છે ? નિર્જીવ અહંકાર છે. એટલે બીજ નાખે નહીં અને કામ કરે. સંસારનું કામ કરવા માટે અહંકાર તો જોઈએ જ. પણ બીજ નાખે નહીં. એ તો લાગે એવું !
પ્રશ્નકર્તા : અંદર ભાવ પણ અહંકારનો રહે છે, જેવું બોલીએ છીએ
એવો.
દાદાશ્રી : ના, એ રહે છે તે જીવતો અહંકાર નથી. પોતાને એટલું જ જો સમજણ પડે ને, તો કામ નીકળી જાય. હું તો તમને એટલું પૂછું કે ‘તમે શુદ્ધાત્મા છો કે ચંદુભાઈ છો ?” ત્યારે કહે, ‘હું શુદ્ધાત્મા છું’, તો
પછી મારે વાંધો નથી.
પ્રશ્નકર્તા : ગયા જન્મનું જે લઈ આવેલાં, એ તો બધું ડિસ્ચાર્જ થઈ જાય. નવું બંધાય નહીં. એટલે વધારેમાં વધારે એક અવતાર રહે.
દાદાશ્રી : આ તો એક અવતારી જ છે. જ્ઞાન જ એક અવતારી છે ને એક અવતારે ય શેને લીધે ? અમે તમને આજ્ઞા આપીએ છીએ તે આજ્ઞા પ્રમાણે કરો છો. આજ્ઞા પાળો છો, એમાં કર્તાભાવ છે. એનું પુણ્યફળ મળે છે અને પુણ્યફળ ભોગવવા જવું પડે. એટલે એક અવતાર છે.