________________
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : આ ચેતન છે અને પેલો જડ છે એટલું જ.
દાદાશ્રી : આ જેમ એના સંજોગો અંદર ઝળકે છે એવી રીતે પેલા સંજોગ અંદર ઝળકે છે, બહાર દેખાતા નથી.
પ્રશ્નકર્તા ઃ હા, અરિસાને દર્શન તો છે, પણ જ્ઞાન નથી. એનો એક ગુણધર્મ છે કે એમાં દર્શન છે ને !
દાદાશ્રી : દર્શન એટલે ? પ્રશ્નકર્તા : એ પોતે નથી કરી શકતો.
દાદાશ્રી : ના, દર્શન એટલે પ્રતિતિ. એ પ્રતિતિ હોય નહીં. જીવતો નહીં ને ! જીવતા વગર દર્શન હોય નહીં, પ્રતિતિ હોય નહીં, પણ આ તો એક આ દાખલો. ને જો બધા ય દેખાઈએ છીએને આપણે બધાં ! છે એને કશું લેવાદેવા ? એ જેટલા બધા સામાં ઊભા રહો તે બધું દેખાય.
પશ્નકર્તા: એ વીતરાગ જ છે.
દાદાશ્રી : વીતરાગ જ છે, તેવો આત્મા સંજોગોને જોયા કરે છે, જામ્યા કરે છે.