________________
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હા, એ આપણા હાથમાં છે.
ઊડે અક્રમમાં ભાવકર્મ જ પ્રથમ !
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : આવા સંજોગ ઊભો થયો માટે બાહ્યભાવ ખરાબ કર્યા
ના ગમતું ય કરવું પડે, તને સમજાય નહીં કે એમ શાથી હશે ? કર્તા કોણ ? શા માટે આ બધું તોફાન ? એ બધું તને ના લાગે ? તમારી ઇચ્છા ના હોય એવું કરવું પડે છે ?
પ્રશ્નકર્તા : ઘણીવાર. બધાને થાય. નોકરી ના જવાની ઇચ્છા હોય તો ય જવું પડે ને. આજે કહ્યું ને નથી ગમતું છતાં કરવું પડે છે. તો હવે એવું બને ત્યારે એનો કોઈને આધાર જડે નહીં. તો એને નવા કોઝિઝ પડે અને જો એનો આધાર જડી જાય અને આધાર ઓગાળે તો એને કોઝિઝ ના પડે, એવું બને ખરું ?
દાદાશ્રી : હવે આધાર તો જડેલો જ છે. મુખ્ય આધાર આ જ્ઞાન
પ્રશ્નકર્તા : આપે એકવાર કહેલું કે ‘શેષા મે બાહિરાભાવા, સર્વે સંજોગ લખ્ખણા.” એટલે જ્ઞાનીઓ આ સંજોગ ઉપરથી ભાવને ખોળી કાઢે છે અને એ એમને જડી જાય છે. એટલે પછી એ તો ત્યાં ને ત્યાં જ છેદ ઊડાડી દે છે. હવે ધારો કે અમને એના મૂળ જડે નહીં કે શેના આધારે આ સંજોગ ભેગો થાય છે એ જડે નહીં તો ફરી ફરી અમને એ સંજોગ ભેગો થયા જ કરે ને ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. સંજોગો જ્ઞાતા-દ્રષ્ટા જોઈને કાઢે એટલે કશું નહીં. આ તો જ્ઞાનીઓ તાળો મેળવે, કે આવું શા હારુ મને થાય છે ? એમ ને એમ થયું ગપ્યું છે આ. આ કોઈને આવું ના હોય એવું મારે ભાગે આવ્યું છે ? બાહિરાભાવા, સંજોગ લક્ષણ ઉપરથી જુઓને કે આવા લક્ષણવાળા સંજોગ ભેગાં થયા તો સમજણ નથી પડતી ? લોકોને ય શરમ આવે, જાનવરો ય શરમાય. એવો સંજોગ ભેગો થયો છે. ત્યારે એને અરેરાટી છૂટે કે ના છૂટે ?
પ્રશ્નકર્તા : હા.
પ્રશ્નકર્તા: પણ એ કયા ખરાબ ભાવો, ખબર પડે એમને ?
દાદાશ્રી : એના સંજોગ ઉપરથી બધું ઓળખાય. ગજવું કાપવાના ભાવ કર્યા હોય કે જે તે રસ્તે પૈસા ભેગા કરવા છે, તો સંજોગ અત્યારે શું આવે, ગજવું કાપવાનો ! જે તે રસ્તે, રસ્તો નક્કી કર્યા સિવાય, કોઈ પણ પ્રકારે વિષય સુખ ભોગવીશું. વિષય એટલે એનો પ્રકાર નક્કી ના ર્યો હોય તો પછી જાત જાતના પ્રકાર આવે !
પ્રશ્નકર્તા: તો જ્ઞાનીઓ એ મૂળ કેવી રીતે છે ?
દાદાશ્રી : આપણે ભાવોનું મૂળ છેદેલું જ છે ને ! આ અક્રમ માર્ગ એટલે મૂળ ભાવ બંધ. આ તો ક્રમિક માર્ગના જ્ઞાનીઓ માટે છે. પણ સારું લખેલું છે. હલકા માણસનો સંજોગ કેમ થયો ? એ તો મારા હલકા ભાવો હોવા જોઈએ, નહીં તો હલકા માણસનો સંજોગ કેવી રીતે થાય.
પ્રશ્નકર્તા ઃ કોઈ પણ સંજોગ આવ્યો, ઇફેકટ આવી એટલે કોઝીઝની ઈફેકટ આવી, એટલે પતી ગયું પછી એના છેદ ઊડાડવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો ?
દાદાશ્રી : છેદ ઊડાવવા માટે નથી. તાળો મેળવવા માટે કે આવા સંજોગ મને શા માટે આવ્યા છે ? અને ક્રમિક માર્ગમાં એ સમજણ પાડે છે કે “આ સંજોગ તને ભેગા થયા એ બધું તે શું કર્યું છે ?” ત્યારે કહે, ‘બાહિરાભાવ કર્યા છે'. તો કહેશે, ‘હવે કેવા બાહ્યભાવ કરું ?” ત્યારે કહે, ‘આ બાહ્યભાવ બંધ કરી દેને છાનોમાનો અને બીજા સારા ભાવ કર. ચોરી કરવાના ભાવ થાય તો એના પ્રતિક્રમણ કરી અને આ દાન આપવું છે, એવો ભાવ કર.' જ્ઞાન નથી એટલે એવું ગોઠવે.
આ વાત સાધુ-આચાર્યો ના સમજાવી જાણે. અને અહીં આ બધા મોક્ષ ભોગવે છે. આ જોને રોફથી બેઠા છે ને. મોઢા ઉપર દેખાતો ના હોય આનંદ, તો પણ મહીં આનંદ છે. એ વાત નક્કી, અંદર ઠંડક છે, એ વાત સાચી ! નથી લાગતી ઠંડક અંદર ? એમ ? સલામતી, નહીં ?