________________
આપ્તવાણી-૧૧ જગતનો સ્વભાવ કેવો ? રડવાનો ટાઈમ આવે ત્યારે રડવું આવે. પછી હસવાનો ટાઈમ આવે ત્યારે હસે, ચિઢાવાનો ટાઈમ આવે ત્યારે ચિઢાય. કો’કને આપવાનો વખત આવે ત્યારે આપી દે, લેવાનો વખત આવે ત્યારે લઈએ લે. એવો જગતનો સ્વભાવ. આપણે એવું આમાનું કશું ના હોય.
ભાવ તે સંયોગ : કાર્ય-કારણ સ્વરૂપે !
આપ્તવાણી-૧૧
૫૫ અણસમજણથી, સમજણ નહીં પડવાથી. આ લોકો કર્મ કરે બિચારા. ભાન નથી એ લોકોને. અને આ તો કોઈને માટે ખરાબ ભાવ ના રહે ને તો આપણી અંદરે ય આમ રામરાજ જેવું લાગ્યા કરે, નહીં ?
પ્રશ્નકર્તા : હા. લાગેને ! બરોબર છે.
દાદાશ્રી : આ વિજ્ઞાન કેટલું સુંદર છે ! કેવી અજાયબી છે ! નહીં તો હિમાલયમાં દોડધામ કરે તો ય કશું વળે નહીં ! બૈરાં-છોકરાં છોડીને નાસોને તો ય, એકલા પડી રહો તો ય કશું વળે નહીં ! અને આ તો બૈરાં-છોકરાં સાથે રોફ માર્યા જ કરોને પછી ! રોફ મારો છો ને !
પ્રશ્નકર્તા : મારીએ ને !
દાદાશ્રી : આ બધા સંજોગો છે, તે સારો સંજોગ આવે ને ખોટો ય આવે. સારો સંજોગ આવે ત્યારે લોકો રોફ મારે અને પછી ખોટો આવે ત્યારે પછી રડાવે. એટલે બધા દુ:ખદાયી છે આ. રોફ મારવો તેમાં ય મઝા નથી અને આમાં ય મઝા નથી. રોફ મારેલો સંજોગ આવે ત્યારે જ પછી પેલો આવે ને !
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : ‘તમે સંજોગોના આધીન નથી', એ વાત ચોક્કસ છે ને ! પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને તમે સંજોગોના જાણકાર છો કે આટલા આ ભેગા થયા ને આ ગયા છૂટા થયા.
પ્રશ્નકર્તા : સંજોગો જોઈને ભાવ ઊભો થાય છે, એ ભાવ પણ સંયોગ છે ?
દાદાશ્રી : હા, બધું સંજોગો જ છે. આ તો આ ભાવ આવે છે, તે ય સંજોગો જ છે. એ સંજોગોથી પેલા બધા સંજોગો ભેગા થાય છે. જેટલા શબ્દો નીકળે છે તે ય સંજોગ, ભાવ આવે છે તે ય સંજોગ, બધું સંજોગ જ છે અને તે પાછા વિયોગી સ્વભાવના છે.
પ્રશ્નકર્તા : જેવા સંયોગો ભેગા થાય, એ પ્રમાણે ભાવ થાય કે જેવા ભાવ કર્યા હોય એ પ્રમાણે સંયોગો ભેગા થાય ?
દાદાશ્રી : એ બેઉ કાર્ય-કારણ છે.
પ્રશ્નકર્તા: કલ્પે એવો થઈ જાય, એ જે ભાવ થયો એ પણ સંયોગ આધીન છે ?
દાદાશ્રી : ના, એ સંજોગ આધીન નથી. કલ્પે એવો ભાવ થયો એ સંજોગ આધીન નથી. એ જ્ઞાનના આધીન છે જેવું આજે અનુભવ જ્ઞાન છે, એ અનુભવ જ્ઞાનને આધીન છે એ. એટલે કહ્યું છે કે કલ્પી ના લેશો.
પ્રશ્નકર્તા: કલ્પી ના લેવું, એ આપણા હાથમાં છે ?
દાદાશ્રી : અને રોફ મારેલો મફતમાં જતો રહે છે ! આપણે ટ્રેનમાં બેઠેલા કેવા રોફમાં બેઠેલા હોય, પણ તે તો કંઈ પુસ્તક વાંચતા હોઈએ ને પછી ઊંઘ કરતા હોઈએ. ભોગવટો ના થાય અને ખરાબ આવે તે ઘડીએ ? કાંટા વાગતા હોય અને ચાલવાનું થાય ત્યારે ? એટલે આ સંજોગ માત્ર દુ:ખદાયી છે. એટલે સંજોગ બધા દાદા હું તમને સોંપી દઉં છું, વોસરાવી દઉં છું, જૂદો ને સંજોગ જૂદા.
સંજોગ-ધંધા બધા સારા ચાલતા હોય, બધા રોફભેર ચાલતા હોય, ત્યારે જ નક્કી કરી રાખવું કે અવળા ફરશે ત્યારે મારે શું કરવું ? કોઈની આગળ લાચારી ના કરવી પડે. એટલું બધું આપણું જ્ઞાન છે ને કે “હું શુદ્ધાત્મા છું,' બન્યું તે વ્યવસ્થિત. સંજોગો તો બધા જે સવળા હોય તે અવળા ય આવે. અવળામાં ડૂબે નહીં અને સવળામાં ય ડૂબે નહીં. આ