________________
આપ્તવાણી-૧૧
૪૯
પ્રશ્નકર્તા : એવો ભાવ કરેલો. પણ હવે માર ખાતી ઘડીએ પાછા ભાવ બગડે ને એના !
દાદાશ્રી : એ પાછું નવું. તમે વકીલાત કંઈ એમ ને એમ કરો છો ? પાછલા અવતારમાં આવું જોયેલું તો મનમાં ભાવ કરે કે આ લાઈન સારી. તે એટલે તમને એ સંયોગ ભેગો થયો. સમજણ પડીને !
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : અને આ ય ભાવ કર્યો હશે તે આ જ્ઞાની પુરુષનો સંજોગ ભેગો થયો. આ ય સંજોગ જ કહેવાયને, આ કંઈ મોક્ષ ઓછો કહેવાય ? આ સંજોગ મોક્ષ આપે છે, બીજા સંજોગ બંધન આપે છે, નહીં ? બંધન આપતા સંજોગને ઓળખીએ આપણે ! ઓળખોને !
મીઠાશ બહુ લાગે. મીઠાશ ના લાગે ?! આ ભાઈને તો એટલી બધી મીઠાશ લાગે છે કે અત્યારે હસવું આવે છે. તો ત્યાં મીઠાશ કેટલી આવતી હશે ! જો અત્યારે ય હસે છે.
ભાવ પ્રમાણે ભેટયા બાહિરાભાવા !
શાથી આ સંયોગ ભેગો થયો ? તો એ કહે છે, આનો બાહ્યભાવ કર્યો હતો અને આ ભગત લોકોએ બાહ્યભાવ કર્યો કે હોટલનું આપણે પાણી ના પીવું, ફલાણું ના કરવું, તો તે સંજોગ ભેગા થયા. એ બાહ્યભાવથી આ સંજોગવસાત્ થઈ રહ્યું છે !
પ્રશ્નકર્તા : ખોરાક બધો ભેગો થવો એ પણ બાહિરાભાવા.
દાદાશ્રી : હા, બધું બાહિરાભાવા !
‘સવ્વ સંજોગ લખ્ખણા.' પણ સંજોગ ક્યાંથી ? એવું પૂછે ને લોકો ! લક્ષણમાં ‘કયો સંજોગ ભેગો થયો છે' એ એનું લક્ષણ હોય, સંજોગનું લક્ષણ હોય. સંજોગ લખ્ખણ એટલે આ છે તે હીંગનું વઘારેલું કેમ કરીને આવ્યું ? ભીંડા કેમ કરીને આવ્યા ? એટલે એ મહીં રાઈ શી રીતે આવી ? એ સંજોગ અને એના ઉપરથી ભાવ. સંજોગના લક્ષણ ઉપરથી ખબર પડે કે ભાવ શું છે !
આપ્તવાણી-૧૧
એટલે અમને આ બધા સંજોગો ભેગા થાય, પણ આમ પસ્તાવો ના કરીએ. મરચું ખઈએ, ઉધરસ થાય અને કોઈ કહે, દાદા ઉધરસ આવે છે, મરચું બંધ કરો. મેં કહ્યું, “ના, એ દવા છે, ઉધરસ કરવાની.’ હું... મેલને પૂળો મૂઆ ! શેના આધારે આ જીવન રહ્યું છે, એ તો જો ! ખોટાને ખોટું જાણ, હિતકારીને હિતકારી જાણ, અને અહિતકારીને અહિતકારી જાણ. કોઈ ડૉકટર, ઇન્જીનિયર, સાધુ-આચાર્યને કશું આવું ભાન ના હોય !
૫૦
મહાવીરતો મહાત અભિગ્રહ !
પ્રશ્નકર્તા : આ ભગવાન મહાવીરે જે પેલો અભિગ્રહ કરેલો કે આવું જો મળશે, આવું આવું મળશે તો જ હું લઈશ. માથે મુંડન હશે, આ પ્રમાણે એનું એ હશે, પછી બાકળા જો આવી રીતે ધરશે. ત્યારે હું લઈશ, એમાં ક્યું સાયન્સ આવતું હશે ?
દાદાશ્રી : એ તો પોતાની ધારણા બધી એક્ઝેક્ટ પડે છે કે નહીં ? અને ભાવ-દ્રવ્ય એકતા થાય છે કે નથી થતી !
પ્રશ્નકર્તા : એકતા થાય છે કે નહીં, તે જોવા માટે.
દાદાશ્રી : હા. એટલે આજે દ્રવ્ય જુદી જાતનું હોય. એટલે આજે
એ ભાવ કરેલો તે કામ લાગે નહીં. એ ભાવ કરેલો છે જ્યારે એ દ્રવ્ય આવે, ત્યારે એ કામ થાય. હવે દ્રવ્ય યાદ કરવાનું શી રીતે એને સૂઝ્યું ? ત્યારે કહે, અમુક દહાડા સુધી એનું છે તે ખ્યાલમાં રહે. આ ખાવાનું છે, આ ખાવાનું છે.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ દ્રવ્ય ખ્યાલમાં રહે. એ દ્રવ્ય આજ સંભારે તે ભેગું થઈ જાય. અને તે પાછી માથે મુંડેલી હોય. એક પગ બહાર હોય ને એક
પગ અંદર હોય. આંખમાં પાણી હોય અને બાકળા વહોરાવતી હોય. એ અમારે ખપે. મહાવીર ભગવાને આવો અભિગ્રહ કરેલો. તે આવ્યા એક ફેરો, અહીં આગળ.......