________________
આપ્તવાણી-૧૧
૪૫ બાહિરાભાવા છે, બીજું કશું છે નહીં. ત્યારે કહે, ‘શી રીતે ઓળખાય ?” ત્યારે કહે, ‘લખ્ખણ ઉપરથી ઓળખાય.” સંયોગ લખણ ઉપરથી શું ભેગું થયું ? તો કહે, વઢકણી નાર ભેગી થઈ. નૈયા નહીં, નાર. નાર એટલે શું પૂછ ?
પ્રશ્નકર્તા : વઢકણી બૈરી ને ?
દાદાશ્રી : હા, બૈરી થઈ નથી તો ય તને ખબર છે. એ વઢકણી નાર.
પ્રશ્નકર્તા : એ બાહિરાભાવાનું લક્ષણ.
દાદાશ્રી : ક્યાંથી ભેગી થઈ ? આ સંજોગ, વઢકણી નારનો ? ત્યારે કહે, મારો બાહ્યભાવ હતો તેવી જ આવીને ઊભી રહી છે.
પ્રશ્નકર્તા : એવું સમજવાની જરૂર છે.
દાદાશ્રી : સમજવાનું નહીં, છે જ, એમ જ છે. નહીં તો એકને સરસ મળે, એકને આવી મળે, એનું શું કારણ ? ત્યારે કહે, “જેવા ભાવ, તેવું મળ્યું છે.'
પ્રશ્નકર્તા : વઢકણી બૈરી મળે. એવા ભાવ કોઈ કરે ખરો?
દાદાશ્રી : એવા ભાવ નહીં કરવાના, એ તો પરિણામ છે, વઢકણી બૈરી ! એવા જે ભાવ કરેલા, તેનું પરિણામ આ આવ્યું છે.
પ્રશ્નકર્તા ઃ એટલે એ સંજોગો ઉપરથી ‘કયા બાહિરાભાવા છે” એ શોધી કાઢવું પડે ?
દાદાશ્રી : એ બઈ ગમે એવું નુકસાન કરશે તો મને વાંધો નથી, પણ એ બઈની જોડે જ મારે રહેવું છે. એટલે આ નુકસાન આવે પછી. એવા ભાવ કરેલા.
પ્રશ્નકર્તા : એટલે દરેક સંજોગ જે ભેગો થાય છે, એની પાછળ આવા ભાવો હોય જ.
આપ્તવાણી-૧૧ દાદાશ્રી: હં. ભાવ ! આ દેખાય છે એ જ ભાવો કરેલા. આ મારા ભાવ આવા હોવા જોઈએ જેથી આ ભેગી થઈ.
પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં વાક્ય છે કે “અજ્ઞાને કરીને થયેલા બધા ભાવો, જ્ઞાન કરીને ઓગાળવા પડશે.’ તો દરેક સંજોગોના આધારે “કયો બહિરભાવ છે” એ જડી જવું જોઈએ ?
દાદાશ્રી : અજ્ઞાને કરીને સંજોગ ભેગો થયો એટલે વઢકણી નાર ભેગી થઈ, તે હવે એને જ્ઞાન કરીને નિવેડો લાવવો પડશે, સમભાવે નિકાલ કરી કરીને !
પ્રશ્નકર્તા : તો એવી રીતે બધા સંજોગોના આધારે ‘પોતાનો બહિરભાવ ક્યો હોવો જોઈએ” એ તપાસ કરવી ?
દાદાશ્રી : બધા સંજોગો. જેટલા એને સંજોગ મળે છે એ બાહ્યભાવને આધીન છે !
પ્રશ્નકર્તા: તો એ બાહ્યભાવનું જ્ઞાન કરીને છેદન કરવું પડશે ને ? દાદાશ્રી : કશું કરવાનું નહીં, સમભાવે એને જ્ઞાન કરીને નિવેડો
લાવો.
પ્રશ્નકર્તા : એટલે કેવી રીતે ?
દાદાશ્રી : એ ધોલ મારે તો આપણે શુદ્ધાત્મા જોઈને નિવેડો લાવવાનો. અજ્ઞાને કરીને ઊભાં કરેલા તે ધોલ વાગી, હવે જ્ઞાન કરીને એનો નિવેડો લાવવાનો.
પ્રશ્નકર્તા: ‘સંજોગો બહિરભાવના આધારે છે” એવું ક્યારે કહી શકે ? આત્મા જામ્યો હોય તો, એવું ખરું !
દાદાશ્રી : ના જાણ્યો હોય તો ય કહી શકે.
પ્રશ્નકર્તા : એ મૂકી શકે એવી રીતે એડજસ્ટમેન્ટ ? એને કેવા બહિરભાવથી આ સંજોગ ભેગો થયો એવું જડવું જોઈએ ને !