________________
આપ્તવાણી-૧૧
અસંખ્ય સંયોગોમાં અસંયોગી ‘હું' !
આ ‘જ્ઞાન’ મળ્યા પછી જુદો થઈ જાય મહીં આત્મા, એટલે આપણે બોલાવીએ છીએને.
૪૩
એગો મે શાષઓ અપ્પા'
હું એકલો સનાતન આત્મા છું, બીજા કોઈ જોડે મારે લેવાદેવા નથી. હું નિત્ય આત્મા છું.
પછી પાછો શું કહે છે, મારી પાસે સિલ્લક શું છે ? ત્યારે કહે, ‘જ્ઞાન - દંશણ સંજૂઓ’
જ્ઞાન-દર્શન એ મારી પાસે પોતાની સિલ્લક છે, એ મારી મિલ્કત
છે.
પછી કહે છે,
‘શેષામે બાહિરાભાવા, સવ્વ સંજોગ લખ્ખણા.’
બીજા તો મારા બહારના ભાવો છે, અને તેના ફળરૂપે સંયોગો આવ્યા છે આ. બાહ્યભાવ કેવાં કરેલાં, એ સંજોગ લખ્ખણ ઉપરથી ખબર પડે. વહુનો સંજોગ થયો, ત્યાંથી સમજીએ કે બાહ્યભાવ શું કર્યો હતો. ત્યારે કહે, વિષય-વિકારનો ભાવ કર્યો હતો, તેથી સ્ત્રી ભેગી થઈ. લક્ષ્મી ભેગી થઈ તો કેવો ભાવ કર્યો હતો ખબર ના પડે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પછી કહે છે,
સંજોગ મૂલા જીવેણ, પત્તા દુ:ખમ્ પરંપરા,’ તમ્હા સંજોગ સંબંધમ્, સવ્વ તિવિહેણ વોસિરામિ.'
સંયોગો માત્ર દુ:ખદાયી છે.
પ્રશ્નકર્તા : બધા જ સંજોગો દુઃખદાયી છે ?
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : સંજોગ ભેગો થયો એ જ દુઃખ ! આત્મા સ્વભાવિક સુખવાળો છે. સુખના ધામવાળો છે, એને બીજાની શી જરૂર ? તેને અવલંબનની જરૂર જ નથી. સંસારિક ગુંચવાડામાં પેઠા પછી અવલંબનની જરૂર છે, પણ જ્યારે છૂટવાનું થાય, તો અવલંબનની જરૂર જ નથીને, નિરાલંબ !
૪૪
આ જેણે જ્ઞાન લીધું, એને જ્ઞાની પુરુષ એકલા જ અવલંબન, બીજું કશું અવલંબન જ નહીં ને !
પ્રશ્નકર્તા : પણ જ્ઞાની પુરુષ મળ્યા, એ પણ સંજોગને ? દાદાશ્રી : સંજોગો જ ને બધું.
પ્રશ્નકર્તા : પણ એ દુ:ખદાયી કેમ કહેવાય ? આપે કહ્યું સંજોગ બધા દુ:ખદાયી છે !
દાદાશ્રી : સંજોગ માત્ર દુ:ખદાયી, એ કઈ અપેક્ષાએ વાત કરી છે આ ? મુક્તિની અપેક્ષાએ કહી છે. મોક્ષની અપેક્ષાએ. જ્યારે દીક્ષા આપે છે ત્યારે આવું બોલાય છે. આપણે એવું નથી બોલાવતા અને આપણે બીજી રીતે બોલાવીએ છીએ એને કે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, મનવચન-કાયા અર્પણ કરું છું. એટલે એ સંયોગો જ કહેવાય ને ! તે સંયોગો વોસરાવી દેવડાવીએ છીએ !
આપણને સંયોગ છે તે અસંખ્યાત છે. અને ભગવાન મહાવીરને પણ સંયોગો હતા. પણ તે ગણી શકાય તેટલા જ હતા. તેમણે કહ્યું કે, ‘એક પણ સંયોગ મારો નહીં અને હું સંયોગોમાં તન્મયાકાર થાઉં નહીં !' શેષા મે બાહિરાભાવા !
પ્રશ્નકર્તા : ‘શેષા મે બાહિરાભાવા' કહ્યું, તો એમાં જ્ઞાનીઓને શું શું દેખાયું હશે, બાહિરાભાવોમાં ? આ બાજુ આત્મા દેખાયો, એથી બધાને બાહિરાભાવા કીધા ? શું હશે એ બધું ?
દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું', તો આ બીજું રહ્યું શું ત્યારે ? મારા